Western Times News

Gujarati News

ગો ડીજીટ ઇન્શ્યોરન્સ કંપનીને ખોટી માહિતી આપી પોલીસ અને કંપનીને ગેરમાર્ગે દોરવામાં આવ્યા

વીમા કંપનીમાંથી વળતર મેળવવા ખોટી ફરિયાદ લખાવનાર ૬ જણા સામે પોલીસ ફરિયાદ

દેવગઢ બારીયા, છ વર્ષ અગાઉ છકડાની ઉપર બેસી ને જઈ રહેલ યુવક રાયણના ઝાડની ડાળી અથડાવવાથી નીચે પડી જતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવા છતા વીમા કંપની માંથી વળતર મેળવવા સારું ૬ જણાએ ભેગા મળી એકબીજાની મદદગારીથી અકસ્માતમાં સંડોવાયેલ વહન પીકપ ગાડી ખોટી રીતે ફરિયાદમાં દર્શાવી છેતરપિંડી કરી પોલીસ તેમજ ઇન્સ્યોરન્સ કંપની સાથે ગેરરીતિ કર્યાનું સામે આવતા છ જણા સામે પોલીસ ફરિયાદ થયાનું પોલીસ સૂત્રો દ્વારા સત્તાવાર જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર તારીખ ૧૯-૯-૨૦૧૯ ના રોજ સાંજના સાડા પાંચ વાગ્યાના સુમારે દેવગઢબારિયા તાલુકાના કાળીડુંગરી ગામના લહેરી ફળિયામાં રહેતા વીરસીંગભાઇ બાધરભાઇ પટેલનો છોકરો દીપક પટેલ જી.જે.૨૦-૨૯૮૦ નંબરના છકડાની ઉપર બેસીને જતો હતો તે દરમિયાન રસ્તામાં રાયણના ઝાડની ડાળી સાથે અથડાવાથી તે નીચે પડી જતા તેને ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્‌યો હતો જ્યાં તેનો સારવાર દરમિયાન મોત નીપજયું હતું.

આ સત્ય હકીકત મરણજનાર દીપક પટેલના પિતા કાળીડુંગરી ગામના વીરસિંગભાઈ બાધરભાઈ પટેલ, છકડા નો માલિક બૈણા ગામના આપસિંગભાઈ કલાભાઈ પટેલ જાણતા હોવા છતાં તેઓએ તારીખ ૫-૧૦-૨૦૧૯ના રોજ દેવગઢબારિયા પોલીસ સ્ટેશનમાં જઈ પોલીસ સ્ટેશનમાં ફરજ પરના પીએસઓ ગિરવતસિંહ તેરસિંહને ખોટી માહિતી આપી ખોટી ફરિયાદ નોંધાવી અને પીકપ ગાડીના ડ્રાઇવર તરીકે બૈણા ગામના હર્ષદભાઈ ગોપાલભાઈ બારીયા પોતે સત્ય હકીકત જાણવા છતાં પોલીસ સ્ટેશનમાં રજૂ થયો હતો.

  1. મૂળ અકસ્માત ઘટના (૧૯-૯-૨૦૧૯): દેવગઢબારિયા તાલુકાના કાળીડુંગરી ગામે છકડા પર બેસેલા દીપક પટેલ રાયણના ઝાડની ડાળી અથડાતા નીચે પડી ગયો અને સારવાર દરમિયાન તેનું મોત થયું.
  2. ખોટી ફરિયાદ નોંધાવવી: દીપક પટેલના પિતા વીરસિંગભાઈ તથા છકડાના માલિક આપસિંગભાઈએ સત્ય જાણતા હોવા છતાં ૫-૧૦-૨૦૧૯ના રોજ પોલીસ સ્ટેશનમાં ખોટી માહિતી આપી પીકપ ગાડીનો ઉલ્લેખ કરીને ફરિયાદ નોંધાવી.
  3. છ જણાની સંડોવણી: વીરસિંગભાઈ બાધરભાઈ પટેલ, આપસિંગભાઈ કલાભાઈ પટેલ, ફૂલસિંગ બળવંતભાઈ પટેલ, દિનેશભાઈ બળવંતભાઈ પટેલ, ઈશ્વરભાઈ કલાભાઈ પટેલ અને હર્ષદભાઈ ગોપાલભાઈ બારીયા—allએ મળીને વીમા કંપનીમાંથી વળતર મેળવવા ખોટી રીતે વાહન દર્શાવ્યું.
  4. વીમા કંપની સાથે છેતરપિંડી: ગો ડીજીટ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીને ખોટી માહિતી આપી ખોટા વાહનનો ઉપયોગ કરીને પોલીસ અને કંપનીને ગેરમાર્ગે દોરવામાં આવ્યા.
  5. પોલીસ કાર્યવાહી: તપાસમાં છેતરપિંડી બહાર આવતા વડોદરા સ્થિત પ્રજ્ઞેશભાઈ વ્યાસે ફરિયાદ નોંધાવી, જેના આધારે પોલીસએ આરોપીઓ વિરુદ્ધ IPC કલમ 420, 177, 193, 199, 114 હેઠળ ગુનો નોંધ્યો અને ધરપકડની કાર્યવાહી શરૂ કરી.

આમ કાળી ડુંગરી ગામના લહેરી ફળિયામાં રહેતા વીરસીંગભાઇ બાધરભાઈ પટેલ તથા બૈણા ગામના છકડા માલિક આપસિંગ કલાભાઈ પટેલ, ફૂલસિંગ બળવંતભાઈ પટેલ, દિનેશભાઈ બળવંતભાઈ પટેલ, ઈશ્વરભાઈ કલાભાઈ પટેલ તથા હર્ષદભાઈ ગોપાલભાઈ બારીયા એમ છ જણાએ એકબીજાની મદદગારી કરી વીમા કંપનીમાં વળતર મેળવવા સારું અકસ્માતમાં સંડોવાયેલ વાહન પીકપ ગાડીને ખોટી રીતે ફરિયાદમાં દર્શાવી ખોટી માહિતી આપી ખોટી ફરિયાદ નોંધાવી

છેતરપિંડી કરી ઉપરોક્ત તમામ આરોપીઓએ ગો ડીજીટ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીના પ્રજ્ઞેશભાઈ કિરીટભાઈ વ્યાસને વળતર મેળવવા સારું ખોટી માહિતી આપી ખોટા વાહનનો ઉપયોગ કરી પોલીસ તેમજ ઇન્સ્યોરન્સ કંપનીને ગેરમાર્ગે દોરી ગેરરીતી આચરી હતી.

જે તપાસમાં બહાર આવતા ગો ડીજીટલ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીના વડોદરા ખાતે રહેતા પ્રજ્ઞેશભાઈ કિરીટભાઈ વ્યાસે ગઈકાલે દેવગઢબારિયા પોલીસ સ્ટેશનમાં ઉપરોક્ત કેફિયત ભરી ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે કાળીડુંગરી ગામના વીરસિંગભાઈ બાધરભાઇ પટેલ,

તથા બૈણા ગામના જુના ફળિયામાં રહેતા છકડા માલિક આપસિંગભાઈ કલાભાઈ પટેલ, ફુલસિંગભાઈ બળવંતભાઈ પટેલ, દિનેશભાઈ બળવંતભાઈ પટેલ, ઈશ્વરભાઈ કલાભાઈ પટેલ તેમજ હર્ષદભાઈ ગોપાલભાઈ બારીયા વિરુદ્ધ ઇપીકો કલમ ૪૨૦,૧૭૭, ૧૯૩,૧૯૯,૧૧૪ મુજબ છેતરપિંડીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.