હાલોલના કોંગ્રેસ પ્રમુખનું ગેરકાયદે શોપિંગ સેન્ટર તોડી પડાયું
હાલોલ, હાલોલ પાવાગઢ રોડ પર નવી કોર્ટ સામે કોંગ્રેસના શહેર પ્રમુખ સલીમ મીરએ બનાવેલ ૪૬ દુકાનો સાથેના શોપિગ સેન્ટર પર પાલિકાએ બુલડોઝર ફેરવી ગેરકાયદેસર બાંધકામ તોડી ૪ હજાર ચોરસ વાર જમીન ખુલ્લી કરી દીધી. હાલોલ-પાવાગઢ રોડ પર આવેલા સર્વે નંબર પ૩પ/૧ની આદવાસીની નવી શરતની જમીન પર ગેરકાયદેસર શોપિંગ સેન્ટરનું બાંધકામ કરવામાં આવ્યું હતું.
નગરપાલિકા દ્વારા આપવામાં આવેલી નોટિસો છતાં બાંધકામ દૂર ન થતાં બુધવારની વહેલી સવારથી જ હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરની હાજરીમાં દબાણ શાખા અને ફાયરની ટીમ સહિત પોલીસ કાફલા સાથે બુલડોઝર લઈને કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ બાંધકામ સંપૂર્ણપણે અનધિકૃત અને ગેરકાયદેસર હતું.
