Western Times News

Gujarati News

કાલુ ગરદન વેજલપુર પોલીસ સ્ટેશનની હદમાં અવરજવર કરતો હોવા છતાં પોલીસે આંખ આડા કાન કર્યા હતા

File Photo

લાંબા સમયથી આરોપીની વિસ્તારમાં અવરજવર હોવા છતાં પોલીસે છેક હવે કાર્યવાહી કરી-બાતમીદાર તડીપાર છતાં વેજલપુર મરણ પ્રસંગમાં આવતા જ ઝડપી લેવાયો

જુહાપુરાના સંકલીતનગરમાં રહેતા મોહમંદ શરીફ ઉર્ફે કાલુ ગરદન શેખ સામે આશરે ૧૮થી વધુ ગુના નોધાયા છે.  આરોપી રીઢો હોવાથી તેને બે વર્ષ માટે તડીપાર કર્યો હતો.

(એજન્સી)અમદાવાદ, વેજલપુર પોલીસે પોતાના જ બાતમીદાર એવા કુખ્યાત કાલુ ગરદનને ઝડપી પાડયો છે. આરોપીને બે વર્ષ માટે તડીપાર કર્યો હતો. તેમ છતાં તે એક મરણ પ્રસંગમાં આવતા જ પોલીસે તેને ઝડપી પાડયો હોવાની અધિકારીઓને દાવો કર્યો છે.

કાલુ ગરદન વીડીયો અને રીલ બનાવીનેસોશીયલ મીડીયા પર છવાયેલો રહેતો હતો. તેના વીડીયોમાં પણ તેની અવરજવર સ્પષ્ટ દેખાતી હોવા છતાં પોલીસની નજર પડી નહોતી કે કેમ તે સવાલ છે એક ચર્ચા મુજબ આ જ કાલુ ગરદન લાંબા સમયથી વેજલપુર પોલીસ સ્ટેશનની હદમાં અવરજવર કરતો હોવા છતાં સ્થાનીક પોલીસે આંખ આડા કાન કર્યા હતા.

તેવામાં દિલ્હી બ્લાસ્ટને લઈને પોલીસે સતર્ક હોવાનો દેખાડો કરવા પોલીસે પોતાના બાતમીદારોને ઝડપી પાડી કાર્યવાહી કરી હોવાની ચર્ચા છે.
જુહાપુરાના સંકલીતનગરમાં રહેતા મોહમંદ શરીફ ઉર્ફે કાલુ ગરદન શેખ સામે આશરે ૧૮થી વધુ ગુના નોધાયા છે.  આરોપી રીઢો હોવાથી તેને બે વર્ષ માટે તડીપાર કર્યો હતો.

આરોપી કાલુ ગરદનને તડીપાર કર્યો હોવા છતાં એક મરણ પ્રસંગમાં આવ્યો હતો અને એકતા મેદાન પાસેથી પોલીસને મળી આવતા પોલીસે તેને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હોવનો અધિકારીઓ દાવો કર્યો છે. સુત્રોનું માનીએ તો કાલુ ગરદન સ્થાનીક પોલીસનો અને અનેક ઉચ્ચ અધિકારીઓને બાતમીદાર આપતો હતો. કાલુ ગરદન સામે અનેક ગુનો નોધાયા બાદ તેને તડીપાર કર્યો હોવા છતાં તે જુહાપુરા વિસ્તારમાં જ અવરજવર કરતો હતો.

તે સતત સોશીયલ મીડીયા પર વીડીયો અને રીલ બનાવીને પણ છવાયેલો રહેતો હતો. તેમ છતાં પોલીસે આંખ આડા કાન કરીને તેને ટ્રેક કરીને કાર્યવાહી કરી નહોતી. પરંતુ તાજેતરમાં થયેલા દિલ્હીબ્લાસ્ટ બાદ પોલીસ સતર્ક છે અને ગુનેગારો પર વોચ છે તેવું બતાવવા પોતાના જ બાતમીદાર એવા તડીપાર કાલુ ગરદનને ઝડપી પાડયો હોવાનો ગણગણાટ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.