Western Times News

Gujarati News

શેરમાં રોકાણ કરવાના બહાને વડોદરામાં વૃદ્ધ સાથે ૨૯.૯૯ લાખની ઠગાઇ

વડોદરા, વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા ૬૧ વર્ષીય નિવૃત્ત સિનિયર સિટીઝને ઓનલાઇન શેર ટ્રેડિંગમાં રોકાણ કરવાની લાલચ આપીને ૨૯.૯૯ લાખની ઠગાઇ કર્યાની ફરિયાદ સાયબર ક્રાઇમ સ્ટેશનમાં નોંધાવી છે.

માંજલપુરના માનવધર્મ આશ્રમ પાસે આવેલી સંધ્યા પાર્ક સોસાયટીમાં રહેતા દિનેશ કાંતિલાલ જોષીને ગત ૧૬ મે ૨૦૨૫ના રોજ તેમના વોટ્‌સએપ પર મોબાઇલ નંબર પરથી મેસેજ આવ્યો હતો. મેસેજ મોકલનાર કંગના શર્મા નુવામા વેલ્થ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ આસિસ્ટન્ટ છે અને બ્લોક ટ્રેડિંગ તથા ક્વાર્ટર પ્રોફિટ પ્લાનિંગમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવે છે.

ત્યારબાદ ઠગોએ રૂ. ૫ લાખ ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તેના પર દરરોજ તમને ૧૦%થી ૧૫% પ્રોફિટ મળશે એવી લાલચ આપીને ૩૦ લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરવા માટે કહ્યું હતું અને તેમને બોગસ સેબી સર્ટિફિકેટ મોકલી આપ્યું હતું.૧૮ મેના રોજ ઠગોએ આપેલા એકાઉન્ટમાં વૃદ્ધે રૂ.૩૦ લાખ આરટીજીએસ દ્વારા ઇન્વેસ્ટ કરવા ટ્રાન્સફર કર્યાં હતા ત્યારે ઠગોએ તેમની વેબસાઇટના પોર્ટફોલિયોમાં રૂ.૩૬.૯૬ લાખ પ્રોફિટ સાથેનું બેલેન્સ બતાવવામાં આવ્યું હતું.

વૃદ્ધે વેબસાઇટ પર જઈને પ્રોફિટ સાથેના રૂ. ૩૬.૩૬ લાખ ઉપાડવા માટેનો પ્રયાસ કર્યાે હતો પરંતુ રૂપિયા ઉપડ્યા ન હતા.ત્યારે સિનિયર સિટીઝનને પોતાની સાથે ળોડ થયો હોવાનો અહેસાર થયો હતો. પરંતુ વૃદ્ધને રૂપિયા રોકાણ કરેલા રૂ.૨૯.૯૯ લાખ પરત નહી મળતા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ઠગાઇની ફરિયાદ નોંધાવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.