Western Times News

Gujarati News

‘૧૨૦ બહાદુર’ની ટીમે રેઝંગલાના માનમાં ‘માય સ્ટેમ્પ’ લોન્ચ કરી

મુંબઈ, ભારતીય સેનાની હિંમત અને બલિદાનને એક હ્રદયસ્પર્ષી અંજલિ આપવા માટે ફરહાન અક્તરની આવનારી ફિલ્મ ‘૧૨૦ બહાદુર’ની ટીમ દ્વારા ખાસ બનાવાયેલી ‘માય સ્ટેમ્પ’ લોંચ કરવામાં આવી છે, જે રેઝંગ લા વાર મેમોરીયલને સમર્પિત છે.

આ સ્ટેમ્પ નવી દિલ્હીમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ દ્વારા લોંચ કરવામાં આવી છે, જે ભારતીય સેનાના હિરોએ લડેલી ૧૩મી બટાલિયન, કુમાઓં રેજિમેન્ટની આતિહાસિક રેઝંગ લાની લડતમાં વીરતાને સમર્પિત છે.લદ્દાખના ચુશુલમાં આવેલું, રેઝાંગ લા યુદ્ધ સ્મારક ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધમાં સર્વાેચ્ચ બલિદાન આપનારા સૈનિકોની અદમ્ય ભાવનાને એક ગૌરવપૂર્ણ શ્રદ્ધાંજલિ તરીકે ઉભું કરાયું છે.

નવી અનાવરણ કરાયેલી ટપાલ ટિકિટ આ વારસાને દર્શાવે છે – તેમની અજોડ હિંમતની ઉજવણી કરે છે અને ખાતરી કરે છે કે તેમના વીર કાર્યાે આવનારી પેઢીઓને પ્રેરણા આપતા રહેશે. ‘૧૨૦ બહાદુર’માં પરમવીર ચક્ર પ્રાપ્ત મેજર શૈતાનસિંહની અનોખી વાત પર આધારીત છે.

આ પાત્ર ફરહાન અખ્તર ભજવે છે, આ ફિલ્મમાં તેમનાં નેતૃત્વ, અડગ બહાદુરીની વાત કરવામાં આવી છે, જે દેશના પ્રતિકૂળ ભૌગોલિક સ્થિતિમાં સેનાની બહાદુરીની ક્ષણો દર્શાવે છે.

આ ફિલ્મ રઝનીશ રેઝી ઘાઈ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે અને રિતેશ સિદ્ધવાની તેમજ ફરહાન અખ્તરના એક્સેલ એન્ટરટેઇન્મેન્ટ અને અમિત ચંદ્રા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. ‘૧૨૦ બહાદુર’ ૨૧ નવેમ્બર, ૨૦૨૫ના રોજ રિલીઝ થશે, તેની ટૅગલાઇન ‘હમ પીછે નહીં હટેંગે’ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.