રવીના ટંડન PM મોદીના માતા હીરાબાનો રોલ કરશે
મુંબઈ, પીએમ મોદી પર વધુ એક બાયોપિક બની રહી છે, જેમાં રવીના ટંડન પીએમ મોદીના માતા હીરાબેન મોદીનો રોલ કરશે. આ એકથી વધુ ભાષાઓમાં બની રહેલી ‘મા વંદે’ ફિલ્મમાં અમદાવાદી છોકરો અને ‘માર્કાે’ જેવી મલયાલમ ફિલ્મનો સ્ટાર ઉન્ની મુકુંદન પીએમ મોદીનો રોલ કરશે. ૧૭ સપ્ટેમ્બરે પીએમ મોદીના જન્મ દિવસે તેણે આ ફિલ્મની જાહેરાત કરી હતી.
આ ફિલ્મ ક્રાંતિ કુમાર ચ. ડિરેક્ટ કરશે અને સિલ્વર કાસ્ટ ક્રિએશનના વીર રેડ્ડી આ ફિલ્મ પ્રોડ્યુસ કરશે. આ ફિલ્મ સાથે સંકળાયેલા સુત્રોના જણાવ્યા અનુસાર રવીના ટંડનને હીરાબાનો રોલ કરવા માટે પસંદ કરવામાં આવી છે. શક્તિ, ઊંડાણ અને અનેક સ્તરો સાથેના પાત્ર માટે મેકર્સને રવીને ટંડન યોગ્ય લાગી છે. હિરાબાની સ્ટોરીમાં “બાળપણમાં જ પોતાની માતા ગુવામી દેવી..
શાંતિ અને દૃઢ મનોબળથી તેમણે કઈ રીતે પરિવારનો ઉછેર કર્યાે” જેવી બાબતોએ રવીનાને આ રોલ કરવા માટે આકર્ષિત કરી હતી.સુત્રએ આગળ જણાવ્યું, “મા વંદે એક એવી ફિલ્મ છે, જે ખાસ એક માતા અને દિકરાના સંબંધ પર જ આધારીત છે. આ ફિલ્મમાં મોટા ભાગે બલિદાન, દૃઢ નિશ્ચય અને તેમણે દિકરાનું જીવન બહેતર બનાવવા માટે આપેલું પ્રદાન જેવી ઘટનાઓ દર્શાવાશે.
રવીના ટંડન આ બાબતથી ઘણા પ્રભાવિત થયા અને તે ફિલ્મનો ભાગ બનશે.”આ ફિલ્મનું શૂટિંગ શરૂ થાય એ પહેલાં રવીના ટંડન પોતાનાં રોલ માટે બિલકુલ નવું સ્વરૂપ ધારણ કરી લેશે, આ ફિલ્મનું પ્રોડક્શન મોટા પાયે કરવામાં આવશે, જેમાં એડવાન્સ વીએફએક્સ ટેન્કોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે.
એક પ્રભાવશાળી વ્યક્તિના પારિવારિક મૂળ અને રાષ્ટ્રીય નેતાને ઘડવામાં માતાની મહત્વપૂર્ણ ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કરીને, મા વંદે બાયોપિક શૈલીમાં તેમનાં જીવનની ઓછી જાણીતી ઘટનાઓ અને બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. રવીના ટંડનના મજબુત અભિનય સાથે, આ ફિલ્મ ભાવનાત્મક વાત રજૂ કરશે એવો અંદાજ છે.SS1MS
