એક્સેલસોફ્ટ ટેક્નોલોજીસનો IPO બુધવાર, 19 નવેમ્બર, 2025ના રોજ ખુલશે
અમદાવાદ, એક્સેલસોફ્ટ ટેક્નોલોજીસ લિમિટેડ બુધવાર, 19 નવેમ્બર, 2025 ના રોજ તેના રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા તેના ઇક્વિટી શેર્સ નો આઈપીઓ ખોલવાની દરખાસ્ત કરે છે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ બિડ/ઓફર ખુલવાની તારીખના કામકાજના એક દિવસ પહેલા એટલે કે મંગળવાર, 18 નવેમ્બર, 2025ના રોજ છે. બિડ/ઓફર બંધ થવાની તારીખ શુક્રવાર, 21 નવેમ્બર, 2025 છે.
ઓફરનો પ્રાઇસ બેન્ડ રૂ. 10ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર દીઠ રૂ. 114થી રૂ. 10ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર દીઠ રૂ. 120 સુધી નક્કી કરવામાં આવ્યો છે. રૂ. 10ની ફેસ વેલ્યુના ઓછામાં ઓછા 125 ઇક્વિટી શેર અને ત્યારબાદ રૂ. 10ની ફેસ વેલ્યુના 125 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકાય છે.
આઈપીઓમાં રૂ. 1,800 મિલિયન સુધીના ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ અને પેદાન્તા ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રૂ. 3,200 મિલિયન સુધીના ઇક્વિટી શેરના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે.
આ ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 31 સાથે વાંચતા અને એસસીઆરઆરના નિયમ 19(2) (બી)ના સંદર્ભે અને સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 6(1)ના અનુપાલનમાં કરવામાં બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી રહી છે જેમાં સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 32 (2) અનુસાર ઓફરના મહત્તમ 50 ટકા ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ ને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે બુક રનિંગ લીડ મેનેજર્સ સાથે ચર્ચા કરીને અમારી કંપની સેબી આઈસીડીઆર નિયમનોના અનુપાલનમાં ક્યુઆઈબી પોર્શનનો 60 ટકા સુધીનો હિસ્સો વિવેકાધીન ધોરણે એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવી શકે છે જે પૈકી એક-તૃત્યાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રહેશે, એ શરતે કે ઇક્વિટી શેર્સને જે કિંમતે એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવવામાં આવ્યા છે તે અથવા તેનાથી વધુ કિંમતે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય.
એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં ફાળવણી ન થવાના અથવા ઓછા સબ્સ્ક્રીપ્શન થવાના કિસ્સામાં બાકીના ઇક્વિટી શેર્સ Net QIB Portion માં ઉમેરવામાં આવશે.
આ ઉપરાંત Net QIB Portion નો 5 ટકા હિસ્સો માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે અને નેટ ક્યુઆઈબી પોર્શનનો બાકીનો હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઈબી બિડર્સને (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય) પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે તેમના તરફથી ઓફર પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. જોકે જો મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી કુલ માંગ નેટ ક્યુઆઈબી પોર્શનના પાંચ ટકા કરતા ઓછી હોય તો મ્યુચ્યુઅલ ફંડ્સમાં ફાળવણી માટે ઉપલબ્ધ બાકીના ઇક્વિટી શેર્સને ક્યુઆઈબીને પ્રમાણસર ફાળવણી માટે બાકીના ક્યુઆઈબી પોર્શનમાં ઉમેરવામાં આવશે.
આ ઉપરાંત ઓફરના લઘુતમ 15 ટકા Non-Institutional Bidders ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે પૈકી (એ) આવા પોર્શનનો એક-તૃત્યાંશ હિસ્સો રૂ. 0.20 મિલિયનથી વધુ અને રૂ. 1.00 મિલિયન સુધીની એપ્લિકેશન સાઇઝ ધરાવતા અરજીકર્તા માટે અનામત રખાશે અને (બી) આવા પોર્શનનો બે-તૃત્યાંશ હિસ્સો રૂ. 1.00 મિલિયનથી વધુની એપ્લિકેશન સાઇઝ ધરાવતા અરજીકર્તાને ફાળવણી માટે અનામત રખાશે, એ શરતે કે આવી સબ-કેટેગરીઝ પૈકીની ગમે તેમાં સબ્સ્ક્રાઇબ ન થયેલા હિસ્સાને નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સની અન્ય સબ-કેટેગરીમાં રહેલા અરજીકર્તાને ફાળવવામાં આવી શકે છે અને ઓફરનો લઘુતમ 35 ટકા હિસ્સો સેબી આઈસીડીઆર નિયમનો મુજબ Retail Individual Bidders (“RIBs”) ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે ઓફર કિંમતે કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે.
તમામ સંભવિત બિડર્સે (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય) ફરજિયાતપણે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અમાઉન્ટ (“ASBA”) પ્રોસેસ દ્વારા જ આ ઓફરમાં ભાગ લેવાનો રહેશે તથા યુપીઆઈ મિકેનિઝમનો ઉપયોગ કરી રહેલા યુપીઆઈ બિડર્સના કિસ્સામાં યુપીઆઈ આઈડી સહિત તેમના સંબંધિત ASBA ખાતાની વિગતો (અહીં જણાવ્યા મુજબ) પૂરી પાડવાની રહેશે જેમાં Self Certified Syndicate Banks (“SCSBs”) અથવા યુપીઆઈ મિકેનિઝમ હેઠળની સ્પોન્સર બેંકો દ્વારા બિડની રકમના જેટલી સંબંધિત રકમ બ્લોક કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સને ASBA પ્રોસેસ દ્વારા ઓફરના એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં ભાગ લેવાની પરવાનગી નથી.
કંપનીના ઇક્વિટી શેર્સની બીએસઈ લિમિટેડ (“BSE“) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (“NSE“) (BSE and NSE together, the “Stock Exchanges”) પર લિસ્ટિંગ કરવાની દરખાસ્ત છે. આનંદ રાઠી એડવાઇઝર્સ લિમિટેડ આ ઓફરના એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર (“BRLM”) છે.
