જે પાર્ટીએ દશકો સુધી દેશ પર રાજ કર્યું તેના પરથી જનતાનો વિશ્વાસ ઘટી રહ્યો છે: PM Modi
અમે જનતાનું દિલ ચોરી બેઠા, હવે ક્યારેય કટ્ટા સરકાર નહીં આવે: PM મોદી-કોંગ્રેસ પોતાની નેગેટિવ પોલિટિક્સમાં સૌને એક સાથે ડૂબાવી રહી છે
(એજન્સી) નવી દિલ્હી, બિહારમાં ભવ્ય વિજય બાદ કાર્યકરો અને જનતાને સંબોધતા વડાપ્રધાને કહ્યું હતુ કે, બિહારમાં આરજેડી અને કોંગ્રેસનો ઝગડો ટૂંક સમયમાં સામે આવશે. બિહારના લોકોએ જે ભરોસો અમારા પર રાખ્યો છે. તેનાથી અમારી જવાબદારી વધી ગઈ છે. હું આપને વિશ્વાસ અપાવું છું.
આવનારા પાંચ વર્ષમાં બિહાર તેજ ગતીથી આગળ વધશે. બિહારમાં ઉદ્યોગો આવશે. બિહારમા રોકાણ આવશે. આ નિવેશ વધારે નોકરીઓ લાવશે. પર્યટનનો વિસ્તાર થશે. દુનિયાને બિહારનું નવું સામર્થ્ય દેખાશે. ઐતિહાસિક ધરોહરનો કાયાકલ્પ થશે. હું દેશ અને દુનિયાના નિવેશકોને કહીશ કે બિહાર તમારા સ્વાગત માટે તૈયાર છે.
અભૂતપૂર્વ વિજયનો ભવ્ય વિજયોત્સવ
બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAના પ્રચંડ બહુમતી સાથે ઐતિહાસિક વિજય બદલ આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે ભવ્ય વિજયોત્સવ યોજાયો, જેમાં માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી @MLAJagdish જીએ ઉપસ્થિત રહી પત્રકાર પરિષદ… pic.twitter.com/x5iUYMH6mf
— BJP Gujarat (@BJP4Gujarat) November 14, 2025
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ કોંગ્રેસના નામદાર કોંગ્રેસને જે રસ્તે લઈ જઈ રહ્યાં છે. તે માટે નારાજગી અંદર અંદર પ્રવર્તી રહી છે. મને આશંકા છે કે હોઈ શકે કે કોંગ્રેસનું વધુ એક વિભાજન થાય. કોંગ્રેસના જે સહયોગી દળ છે તે પણ સમજી ગયા છે કે કોંગ્રેસ પોતાની નેગેટિવ પોલિટિક્સમાં સૌને એક સાથે ડૂબાવી રહી છે.
કોંગ્રેસના નામદાર તળાવમાં ડૂબકીઓ લગાવે છે પણ તેઓ પણ ડૂબે છે અને બીજાને પણ ડૂબાડવાનો પ્રયાસ કરે છે. કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા વધુમાં જણાવ્યું હતું કે, જે પાર્ટીએ દશકો સુધી દેશ પર રાજ કર્યું તેના પરથી જનતાનો વિશ્વાસ ઘટી રહ્યો છે. કોંગ્રેસ દેશના રાજ્યોમાંથી વર્ષોથી સત્તાથી બહાર છે. ગુજરાત, યુપીમાં કોંગ્રેસની સરકાર બની નથી. છેલ્લા ત્રણ લોકસભા ચૂટણીમાં કોંગ્રેસ ત્રણ અંકોની સંખ્યા સુધી પહોંચી શકી નથી.
૨૦૨૪ની લોક સભા ચૂંટણી બાદ દેશના છ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થઈ. તેમાં પણ કોંગ્રેસ ૧૦૦ સીટોનો આંકડો પાર નથી કરી શકી. આજના દિવસે એક ચૂંટણીમાં અમારા જેટલા ધારાસભ્યો જીત્યા છે. કોંગ્રેસ છેલ્લી છ ચૂંટણીમાં તેમના ધારાસભ્યોને ચૂંટી નથી શકી.
મહાગઠબંધનને આડેહાથ લેતા કહ્યું કે, દાયકાઓ સુધી શાસન કરનારાઓએ બિહારને બદનામ કર્યું અને બિહારના ગૌરવનું અપમાન કર્યું. તેઓએ ક્યારેય અહીંના લોકોનું સન્માન કર્યું નહીં. જે લોકો છઠ પૂજાને નાટક કહી શકે છે. કોંગ્રેસ અને આરજેડીએ છઠ્ઠી મૈયાની માફી માંગી નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આપણે મળીને એક એવું બિહાર બનાવીશું જે સમૃદ્ધ અને વિકસિત હશે. ભાજપાની તાકાત ભાજપનો કાર્યકર્તા છે. જ્યારે ભાજપનો કાર્યકર્તા ધારી લે તો કોઈ પણ લક્ષ્ય અસંભવ નથી. આજે ભાજપની દરેક સફળતાનો આધાર તેનો કાર્યકર્તા જ છે.
આજના આ વિજયને ભાજપના કાર્યકર્તાને કેરાલા, તામિલનાડુ, પોંડીચેરી, આસામ અને પશ્ચિમ બંગાળમાં પણ નવી ઉર્જાથી ભરી દીધા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, બિહારે બંગાળમાં ભાજપના વિજયનો રસ્તો તૈયાર કરી દીધો છે. હું બંગાળના લોકોને કહું છું કે હવે ભાજપ તમારી સાથે મળીને પશ્ચિમ બંગાળમાંથી પણ જંગલરાજને ઉખાડી ફેંકશે.
