“બિહારમાં મુખ્યમંત્રી કોણ હશે તેનો નિર્ણય પાંચેય પક્ષો મળીને નક્કી કરશે”- તાવડે
વિનોદ તાવડેએ કહ્યું કે, અમે બિહારની ચૂંટણી નીતિશ કુમારના નેતૃત્વમાં લડી છે. પરંતુ CM કોણ હશે તેનો નિર્ણય પાંચેય પક્ષો મળીને નક્કી કરશે.
પટણા, બિહાર વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. બિહારમાં એન.ડી.એ. ફરી એકવાર સરકાર બનાવવા માટે તૈયાર છે.
બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામોએ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) ને પ્રચંડ બહુમતી સાથે ઐતિહાસિક વિજય અપાવ્યો છે. 243 બેઠકોમાંથી NDA એ 202 બેઠકો જીતીને સરકાર રચવાનો સ્પષ્ટ માર્ગ મોકળો કર્યો છે. આ વિજય સાથે જ નીતિશ કુમાર સતત પાંચમી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે સત્તા સંભાળવા માટે તૈયાર છે.
જ્યારે મહાગઠબંધન ૨૮ બેઠકો પર આગળ છે. જેમાં આરજેડી ૨૪ બેઠકો, કાંગેસ ૨, લેફ્ટ ૨ અને વીઆઈપી, આઈઆઈપી ખાતું ખોલાવી શકી નથી. બિહાર ચૂંટણીમાં મહાગઠબંધનનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે.
ચૂંટણી પંચના અત્યાર સુધીના વલણોમાં ચિરાગ પાસવાન માટે સારા સમાચાર છે. ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ, એલજેપીઆર) ૨૨ બેઠકો પર આગળ છે. ચિરાગ પાસવાનની પાર્ટી ૨૯ બેઠકો પર ચૂંટણી લડી હતી.
બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવતાની સાથે જ પ્રશાંત કિશોરની જન સૂરાજ પાર્ટીની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. શરૂઆતના વલણો દર્શાવે છે કે જનસુરાજ કોઈ બેઠક જીતી શકી નથી, જ્યારે એÂક્ઝટ પોલમાં ૦-૫ બેઠકો જીતવાની શક્્યતા વ્યક્ત કરવામાં આવી હતી.
૨૦૨૫ બિહાર વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ૧૪ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ સવારે ૮ વાગ્યે શરૂ થઈ હતી. ચૂંટણી પરિણામો આજે સાંજ સુધીમાં જાહેર કરવામાં આવશે. હાલમાં મતગણતરી ચાલી રહી છે અને પ્રારંભિક વલણોમાં એન.ડી.એ. એ ૨૦૦ થી વધુ બેઠકો પર લીડ મેળવી છે. પ્રારંભિક વલણો સૂચવે છે કે એન.ડી.એ. ફરી એકવાર બિહારમાં જંગી જીત માટે તૈયાર છે, જ્યારે મહાગઠબંધન ખૂબ જ પાછળ દેખાય છે. બિહારમાં સરકાર બનાવવા માટે જરૂરી બહુમતી ૧૨૨ છે.
બિહારમાં ભાજપની પ્રચંત જીત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રથમ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે તેને વિકાસ અને સુશાસનની જીત ગણાવી છે. તેમણે કહ્યું, ‘આ સામાજિક ન્યાય અને જન કલ્યાણની ભાવનાની જીત છે. બિહારના મારા પરિવારજનોનો ખૂબ ખૂબ આભાર, જેમણે ૨૦૨૫ની વિધાનસભા ચૂંટણીમાં એન.ડી.એ.ને ઐતિહાસિક અને અભૂતપૂર્વ જીતના આર્શીવાદ આપ્યા છે.
આ પ્રચંડ જનાદેશ અમને લોકોની સેવા કરવા અને બિહાર માટે નવા સંકલ્પ સાથે કામ કરવા માટે સશક્ત બનાવશે. પ્રધાનમંત્રી મોદીએ તમામ એન.ડી.એ. પક્ષોને અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું, “એન.ડી.એ. એ રાજ્યમાં સર્વાંગી વિકાસ કર્યો છે. લોકોએ અમારા ટ્રેક રેકોર્ડ અને રાજ્યને નવી ઊંચાઈઓ પર લઈ જવાના અમારા વિઝનને જોઈ અમને પ્રચંડ બહુમતી આપી છે. હું મુખ્યમંત્રી નીતિશ કુમાર અને અમારા એન.ડી.એ. પરિવારના સાથીઓ ચિરાગ પાસવાનજી, જીતન રામ માંઝીજી અને ઉપેન્દ્ર કુશવાહાજીને આ શાનદાર જીત માટે હૃદયપૂર્વક અભિનંદન આપું છું.
પીએમ મોદીના અનુસાર, જનતાએ વિકાસના એજન્ડાને ધ્યાનમાં રાખીને મતદાન કર્યું. તેમણે કહ્યું, હું દરેક એન.ડી.એ. કાર્યકર્તાનો આભાર માનું છું જેમણે અથાક મહેનત કરી છે. તેઓ લોકોની વચ્ચે ગયા અને અમારા વિકાસના એજન્ડાને આગળ ધપાવ્યો અને વિપક્ષના દરેક જુઠ્ઠાણાને જોરદાર જવાબ આપ્યો. હું હૃદયથી તેમની પ્રશંસા કરું છું. પીએમ મોદીએ બિહારના લોકોને વિવિધ ક્ષેત્રોમાં વધુ પ્રગતિની ખાતરી આપી.
મણે કહ્યું, આગામી વર્ષોમાં, અમે બિહારના વિકાસ, તેના માળખાગત સુવિધાઓને વધારવા અને રાજ્યની સંસ્કૃતિને નવી ઓળખ આપવા માટે અથાક મહેનત કરીશું. અમે ખાતરી કરીશું કે બિહારના યુવાનો અને મહિલાઓને સમૃદ્ધ જીવન માટે પુષ્કળ તકો મળે.
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એન.ડી.એ. ભવ્ય વિજય મેળવ્યો છે ૨૦૦થી વધુ બેઠકો પર બઢત જાળવી રાખવાને કારણે મ્ત્નઁ અને ત્નડ્ઢેં બંનેમાં ઉત્સાહનો માહોલ છે. જોકે, સૌથી મોટો પ્રશ્ન એ છે કે મુખ્યમંત્રીનું પદ કોણ સંભાળશે? આ સવાલનો જવાબ હજુ સ્પષ્ટ થઈ શક્્યો નથી. મ્ત્નઁના મહાસચિવ વિનોદ તાવડેના નિવેદનના કારણે નીતિશ કુમારને ફરી ઝ્રસ્ બનાવવાની શક્્યતા પર સસ્પેન્સ વધી ગયું છે.
