બિહાર વિધાનસભાઃ મહાગઠબંધન આંતરિક લડાઈમાં ડૂબ્યું
(એજન્સી) પટના, બિહારમાં ફરીથી નીતિશ સરકારનું આવવું નિશ્ચિત છે. બપોરે ૧૨ઃ૩૦ વાગ્યા સુધીનાં વલણોમાં એનડીએને લગભગ ર૦૧ બેઠક મળી છે. જેડીયુની વાપસી થઈ છે અને પાર્ટી ૮૪ બેઠક પર આગળ ચાલી રહી છે. બીજેપી ૮૯ અને ચિરાગ પાસવાનની એલજેપી ૨૧ બેઠક પર આગળ છે. છેલ્લીવાર જેડીયુ ૪૩, બીજેપી ૭૪ અને એલજેપી(ઇ)એ એક બેઠક જીતી હતી.
નીતિશ કુમાર ચૂંટણી પહેલાં સતત એવી ઘોષણાઓ કરતા રહ્યા, જેના દ્વારા મહિલાઓ, વૃદ્ધો, યુવાનો, લોઅર મિડલ ક્લાસને સીધો ફાયદો પહોંચે, જોકે આ મોટી જીતનું આ એકમાત્ર કારણ નથી. ચિરાગ પાસવાન સાથે આવવાથી જેડીયુને ૩૫ બેઠકનો ફાયદો થતો દેખાઈ રહ્યો છે. બીજી બાજુ દ્ગડ્ઢછમાં આવવાનો ચિરાગને પણ ફાયદો થયો છે.
૨૯ આૅગસ્ટ, ૨૦૨૫ના રોજ મુખ્યમંત્રી નીતિશ કુમારે મહિલા રોજગાર યોજનાની જાહેરાત કરી. કહ્યું કે ૧૮થી ૬૦ વર્ષની ઉંમરની મહિલાઓને બિઝનેસ શરૂ કરવા માટે બે લાખ રૂપિયા આપશે. શરૂઆતમાં ખાતામાં ૧૦ હજાર રૂપિયા મોકલશે.
૨૬ સપ્ટેમ્બરના રોજ પહેલીવાર મહિલાઓનાં ખાતાંમાં પૈસા પહોંચી ગયા. ચૂંટણી પહેલાં ૧.૨૧ કરોડ મહિલાનાં ખાતાંમાં પૈસા મોકલવામાં આવી ચૂક્યા હતા. મહિલાઓમાં આ યોજના ૧૦ હજારિયા નામથી ચર્ચિત થઈ ગઈ.
બિહારમાં ૩.૫૧ કરોડ મહિલા મતદારો છે. તેમાંથી ૧.૩૪ કરોડ જીવિકા દીદીઓ છે, એટલે કે લગભગ ૪૦% મહિલા મતદારો જીવિકા દીદી યોજના સાથે જોડાયેલી છે. મહિલાઓ નીતિશની કોર વોટ બેંક માનવામાં આવે છે. ૨૦૨૦માં ૨.૦૮ કરોડ મહિલાઓએ વોટ આપ્યા હતા. તેમાંથી ૩૮% વોટ એનડીએને મળ્યા હતા. ૧૦ હજાર રૂપિયાની મદદથી આ વોટબેંક વધુ મજબૂત બની ગઈ.
આ સિવાય સરકારે આશાવર્કરને મળતી સેલરી ૧ હજાર રૂપિયાથી વધારીને ૩ હજાર રૂપિયા કરી દીધી. મમતા કાર્યકર્તાઓને દરેક ડિલિવરી પર મળતા ૩૦૦ રૂપિયાથી વધારીને ૬૦૦ રૂપિયા કરી દીધા. બિહારમાં ૧ લાખ આશાવર્કર, ૫ હજાર આશા ફેસિલિટેટર અને ૫ હજારથી વધુ મમતા કાર્યકર્તાઓ છે.
સરકારે ૧.૨૧ કરોડ મહિલાઓને ૧૦ હજાર રૂપિયાનું વિતરણ કર્યું. આ કુલ મહિલા મતદારોના ૩૫% છે. ભારતમાં એક પરિવારમાં ત્રણ મતદારો માનવામાં આવે છે. ૧.૨૧ કરોડ મહિલાઓના હિસાબે જોઈએ, તો આ યોજનાએ ૩.૬૩ કરોડ મતદારો પર અસર કરી. મહાગઠબંધન તરફથી તેજસ્વી યાદવે પહેલા ફેઝના મતદાનથી ૨ દિવસ પહેલાં ૬ નવેમ્બરના રોજ જાહેરાત કરી કે અમારી સરકાર બની તો દર વર્ષે ૧૪ જાન્યુઆરીએ દરેક મહિલાને ૩૦ હજાર રૂપિયા આપીશું. પરિણામ જણાવે છે કે આ વાયદાની મહિલાઓ પર બહુ અસર થઈ નહીં.
બિહારમાં ૧ જુલાઈથી ઘરેલુ કનેક્શન પર ૧૨૫ યુનિટ વીજળી ફ્રી કરી દીધી. મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે ઓનો ફાયદો ૧.૬૭ કરોડ પરિવારોને થશે. તેના પર ૩,૩૭૬ કરોડ રૂપિયા ખર્ચ થઈ રહ્યા છે. ૧ આૅગસ્ટ ૨૦૨૫થી બિહારના ૧.૬૭ કરોડ પરિવારોને ૧૨૫ યુનિટ વીજળી ફ્રી મળી રહી છે. ઓમાં ૧.૨ કરોડ ગ્રામીણ અને ૪૭ લાખ શહેરી વિસ્તારના પરિવાર છે.
