Western Times News

Gujarati News

આ રાજ્યમાં હિન્દુ હોય કે મુસલમાન, બીજા લગ્ન કર્યા તો ૭ વર્ષની સજા

(એજન્સી)ગુવાહાટી, આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વાસરમાએ રવીવારે કહયું કે મંત્રીમંડળે બહુવિવાહ પર પ્રતીબંધ લગાવવતા બિલને મંજુરી આપી દીધીછે. જેના માટે દોષીતોના સાત વર્ષ સુધીની કઠોર કારાવાસની સજા આપી શકે છે.

જો કે છઠ્ઠી સુચિવાળા વિસ્તાર માટે અમુક અપલોડ હોઈ શકે છે. સરમાએ અહી મંત્રીમંડળ બેઠક આ પત્રકારોને સંબંધના કરતા કહયું કે સરકાર બહુવિવાહ પીડીત મહીલાઓના વળતર આપવા માટે એક નવું ભંડોળ પણ બનાવશે. જેથી તેમને જીવન જીવવામાં તકલીફોનો સામનો ન કરવો પડે.

તેમણે કહયું કે, આસામ મંત્રીઓ મંડળે બહુવિવાહ પર પ્રતીબંધ લગાવવાના બિલને મંજુરી આપી દીધી છે. આ બીલનું નામ આસામ બહુવિવાહ નિષેધ વિધેયક ર૦રપ હશે. તેને રપ નવેમ્બરના રોજ વિધાનસભામાં રજુ કરવામાં આવશે.

સરમાએ કહયું કે જો કોઈ આરોપી પર બહુવિવાહને આરોપ સાબીત થશે તો તેને સાત વર્ષ સુધીની કઠોર જેલની સજા થઈ શકે છે. તેમણે કહયું કે અમે પીડીત મહીલાઓને વળતર આપવા માટે એક ભંડોળ બનાવવા નો પણ નિર્ણય લીધો છે. સરકાર જરૂરી મામલામાં આર્થિક મદદ કરશે. જેથી કોઈ પણ મહીલાને જીંદગીમાં મુશ્કેલીઓનો સામનો નહી કરવો પડે.

મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ કહયું કે સરકાર અસમ બહુવિવાહ નિવારણ વિધેયક ર૦રપમાં વિધાનસભામાં રજુ કરવા માટે તૈયાર છે. આ કાનને લાગુ કર્યા બાદ દોષીતો વિરૂધ્ધ જામીન વિનાના કેસ નોધવામાં આવશે. પીડીતાને આર્થિક વળતર આપવામાં આવશે. આ બિલ નવેમ્બરમાં સદનમાં રજુ કરવામાં આવશે.

જોકે આવતા વિસ્તાર પર લાગુ થશે નહી. તેમણે આગળ કહયું કે મારી પાસે ર૦૦૧ થી ર૦૧૧ની વચ્ચે હિન્દુ અને મુસ્લીમ વસ્તીની વૃદ્ધિના આંકડા છે. આપ જોશો તો દરેક જગ્યાએ હિન્દુ વસ્તીની વૃદ્ધિ ઓછી થઈ રહી છે. અને આસામના દરેક બ્લોકમાં મુસ્લીમ વસ્તી વધી રહી છે. અમે જમીન વેચાણની અનુમતીની પણ તપાસ શરૂ કરી દીધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.