Western Times News

Gujarati News

આ રાજ્યમાં 34 લાખ આધાર કાર્ડધારક મૃત હોવાનું બહાર આવ્યું

બેંકો પાસેથી પણ જાણકારી મેળવવામાં આવી રહી છે- યુઆઈડીએઆઈ એ માહિતી આપી

(એજન્સી)કોલકતા, આધારકાર્ડના મામલે પશ્ચિમ બંગાળમાંથી એક ચોકાવનારો આંકડો સામે આવ્યો છે. યુનીક આઈડેન્ટીફીકેશન ઓથોરીટી ઓફ ઈન્ડીયા યુઆઈડીએઆઈને રાજયના મુખ્ય ચુંટણી અધિકારી સીઈઓ મનોજકુમાર અગ્રવાલને જાણકારી આપી હતી. કે રાજયમાં લગભગ ૩૪ લાખ જેટલા આધાર કાર્ડધારકો મૃત હોવાનું જાણવા મળ્યું છેકે આ ઉપરાંત આશરે ૧૩ લાખ જેટલાં લોકો એવા છે, કે જેમની પાસે કયારેય આધારકાર્ડ હતું નહી. પણ હવે તેમનું નિધન થઈ ચુકયુંછે.

યુઆઈડીએઆઈના અધિકારીઓ દ્વારા આ માહિતી એક બેઠક દરમ્યાન ચુંટણી અધિકારીને આપવામાં આવી છે. આ બેઠક સ્પેશીયલ ઈન્ટેન્સિવ રીવ્યુ એસઆઈઆર અભિયાન હેઠળ મતદાર યાદીના શુદ્ધીકરણના ઉદેશ સાથે યોજવામાં આવી હતી.

નોધનીય છેકે ચુંટણી પંચને સતત પોસ્ટ વોટર મૃત મતદાતા, ગેરહાજર મતદાતા અને ડુપ્લીકેટ નામોની ફરીયાદ મળતી હતી. યુઆઈડીએઆઈના આંકડાના આધાર પર હવે એવા નામોની ઓળખ કરીને તેમને મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવશે.

અહેવાલો અનુસાર અધિકારીઓએ જણાવ્યું હતું કે, આગામી નવ ડિસેમ્બરના રોજ ડ્રાફટ વોટર લીસ્ટ પ્રકાશીત કરવામાં આવશે. જે અરજદારોના નામ યુઆઈડીએઆઈના મૃતકોના ડેટાબેઝમાં મળશે તેમને સંબંધીત મતદાતા રજીસ્ટ્રેશન અધિકારી વેરીફીકેશન માટે બોલાવી શકે છે.

આ દરમ્યાન માહિતીને વધારે વેરીફાઈ કરવા માટે બેકો પાસેથી પણ જાણકારી મેળવવામાં આવી રહી છે. કેમકે મોટાભાગના આધારકાર્ડ બેક ખાતાઓ સાથે જોડાયેલા છે. બેકોએ એવા ખાતાની વિગત શેર કરી છે. જેમાં વર્ષોથી કેવાઈસી અપડેટ કરવામાં આવ્યું નથી. તેને કારણે મૃતક લોકોની ઓળખાણ કરવામાં વધારે સુગમતા રહેશે.

વર્તમાનમાં રાજયભરમાં બીએલઓમાં બુથ લેવલ ઓફીસર ઘરે ઘરે જઈને મતદાતા વેરીફીકેશન ફોર્મ વિતરીત કરી રહયા છે. બુધવાર રાત સુધીમાં ૬,૯૮,૯૧૧૯% કરોડ ફોર્મનું વિતરણ થઈ રહયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.