અમદાવાદથી ચેઈન સ્નેચીંગ કરવા નડિયાદ જતો ચોર પોલીસના હાથે ઝડપાયો
મોર્નિગ વોક પર નીકળેલા વેપારીનો સોનાનો દોરો ચોરી જનાર આરોપી પકડાયો
(પ્રતિનિધિ)નડિયાદ, નડિયાદમાં ર્મોનિંગ વોક માટે નીકળેલા એક વેપારી ના ગળા માંથી રૂ ૧ લાખ ની ચેઈન તોડનાર ને નડિયાદ ટાઉન સર્વેલન્સ ટીમે ગણતરીના કલાકોમાં પકડી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી ચોરાયેલો રૂ.૧,૦૦,૦૦૦ ની કિંમતનો સોનાનો દોરો અને ગુનામાં વપરાયેલ મોટરસાયકલ સહિતનો પૂરેપૂરો મુદ્દામાલ રિકવર કર્યો છે,
મળતી માહિતી મુજબ નડિયાદમાં ર્મોનિંગ વોક પર નીકળેલા એક વ્યાપારી અને તેની પત્ની ની એકલતાનો લાભ લઈને મોટરસાયકલ પણ આવેલા એ સમયે વેપારીના ગળામાંથી રૂપિયા એક લાખની સોનાની ચેન તોડીને ભાગી ગયા હતા આ બાબતે નડિયાદ પોલીસમાં ફરિયાદ થઈ હતી નડિયાદ પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી.
હ્યુમન સોર્સ અને સીસીટીવી ફૂટેજની મદદ લઈને પોલીસે આ પ્રકારની મોડસ ઓપરેન્ડી ધરાવતા આરોપીઓની તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન, પોલીસે ગુનામાં સંડોવાયેલ અબ્દુલસાજીદ અબ્દુલરજજાક શેખ (ઉંમર ૨૨). (મૂળ રહે. ૧૫, અનવરનગર, રાહી બેકરીની સામે, બુરહાન સોસાયટીની બાજુમાં, વટવા, અમદાવાદ, હાલ રહે. ૩૯, જમીલપાર્ક સોસાયટી, સુલતાનપાર્ક સોસાયટીની બાજુમાં, મરીડા ભાગોળ, નડિયાદને મોટરસાયકલ સાથે પકડી પાડ્યો હતો અને સોનાની ચેઇન જપ્ત કરી છે.
