Western Times News

Gujarati News

ઓસ્કારમાં પેરાસાઇટે બેસ્ટ ફિલ્મ માટેનો જીતેલ એવોર્ડ

લોસએન્જલસ, જેની ઉત્સુકતાપૂર્વક રાહ જાવામાં આવી રહી હતી તે પ્રતિષ્ઠિત ઓસ્કાર એવોર્ડની આજે જાહેરાત કરવામાં આવી હતી. આની સાથે જ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો હતો. રોમાંચક અને રંગીન કાર્યક્રમમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. ધારણા પ્રમાણે જ પેરાસાઇટે આ વર્ષે શ્રેષ્ઠ ફિલ્મ માટેનો એવોર્ડ જીતી લીધો હતો. સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જુડી માટે રેની જેલવેગરને આપવામાં આવ્યો હતો. અભિનેત્રી માટેના નોમિનેશનમાં અનેક ટોપ સ્ટાર હતી પરંતુ રેનીએ બાજી મારી લીધી હતી જ્યારે જાકર ફિલ્મમાં શાનદાર ભૂમિકા બદલ વોકિન ફિનિક્સે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ જીતી લીધો હતો. તેની સાથે સ્પર્ધામાં લિયોનાર્ડો ડી કેપ્રિયો પણ હતો.

પરંતુ વોકિને બાજી મારી હતી. વન્સ અપન એ ટાઇમ ઇન હોલિવુડમાં શાનદાર ભૂમિકા બદલ બ્રાડ પિટને સહાયક અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો. ટોય સ્ટોરી, હેયર વલ અને પેરાસાઇટે જુદી જુદી કેટેગરીમાં એવોર્ડ જીત્યા હતા. જુડી ફિલ્મમાં શાનદાર રોલ બદલ રેનીએ શ્રેષ્ઠ અભિનેત્રી માટેનો એવોર્ડ જીતી લીધો હતો. જ્યારે શ્રેષ્ઠ અભિનેતા માટેનો એવોર્ડ જાકર માટે ફોનિક્સે જીત્યો હતો. ૯૨માં એકેડમી એવોર્ડની આજે જાહેરાત કરવામાં આવી હતી. હોલિવુડના સૌથી મોટા એવોર્ડ શો ઓસ્કારનુ આયોજન આજે સવારે કરવામાં આવ્યુ હતુ. આને લઇને તમામ તૈયારી પહેલાથી જ કરવામાં આવી હતી.

આ ૯૨માં કાર્યક્રમ રહ્યો હતો. ભવ્ય, રંગારંગ અને દિલધડક કાર્યક્રમ કેલિફોર્નિયાના ડોલ્બી થિયેટરમાં યોજાયો હતો આ પ્રસંગે દુનિયાભરના ફિલ્મ જગતના લોકો હાજર રહ્યા હતા. આ ઉપરાંત ૨૨૫ દેશોમાં તેનુ પ્રસારણ કરવામાં આવ્યુ હતુ. ઓસ્કાર એવોર્ડ કાર્યક્રમને લઇને છેલ્લા કેટલાક દિવસથી તૈયારી ચાલી રહી હતી. હોલિવુડ અને દુનિયાની તમામ હસ્તીઓ કાર્યક્રમમાં પહોંચી હતી..આ વખતે ઓસ્કારમાં કોણ બાજી મારી જશે તેની ચર્ચા હાલમાં જોવા મળી રહી હતી. તમામ લોકો જાણે છે કે પ્રથમ ઓસ્કાર એવોર્ડ કાર્યક્રમ ૧૬મી મે ૧૯૨૯ના દિવસે આયોજિત કરવામાં આવ્યો હતો. સામાન્ય રીતે ભારતીય સિનેમા ઇતિહાસ આ એવોર્ડ માટે કોઇ ખાસ રોલમાં નથી. હજુ સુધી માત્ર ત્રણ ફિલ્મો શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મની કેટેગરીમાં સામેલ થઇ છે.

જો કે તે પૈકી કોઇને કોઇ એવોર્ડ જીત્યો નથી. મધર ઇન્ડિયા, સલામ બોમ્બે અને લગાન જેવી ત્રણ ફિલ્મો નોમિનેશન મેળવી શકી છે. લગાન આશુતોષ ગોવારીકરે વર્ષ ૨૦૦૨માં બનાવી હતી. આમીર ખાન અભિનિત આ ફિલ્મ નો મેન્સ લેન્ડ ફિલ્મ સામે હારી ગઇ હતી. વર્ષ ૧૯૫૭માં રજૂ કરવામાં આવેલી મધર ઈન્ડિયા ફિલ્મની એન્ન્ટ્રી પણ થઇ હતી. વર્ષ ૧૯૫૮માં આ ફિલ્મ નોમિનેશન મેળવી ગઇ હતી. આ ફિલ્મને કોઇ એવોર્ડ મળ્યા ન હતા. જો કે ફિલ્મને ખુબ પ્રશંસા મળી હતી. ફિલ્મમાં નરગીસ, રાજકુમાર, સુનિલ દત્ત અને રાજેન્દ્ર કુમારે ભૂમિકા અદા કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.