તળાજામાં હીરાના કારખાનામાં મેનેજરે આપઘાત કર્યો
તળાજા, તળાજાના તળાવ વિસ્તારમાં આવેલા હીરાના કારખાનામાં મેનેજરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. આર્થિક અને માંદગીના કારણોસર જીવન ટૂંકાવવાના આ બનાવમાં તળાજા પોલીસ અકસ્માતે મોતની નોંધ કરી હતી.
તળાજાના તળાવ વિસ્તારમાં આવેલા નરેશભાઈ ફુલસરવાળાના હીરાના કારખાનામાં વર્ષાેથી મેનેજર તરીકે નોકરી કરતા બરકત કાસમભાઈ પીરાણી (ઉ.વ.આ.૪૨, રહે.કરીમાબાદ સોસાયટી, તળાજા)એ આજે હીરાના કારખાનામાં વહેલા આવીને દોરડા વડે ગળાફાંસો ખાઈ જીવનનો અંત લાવી દીધો હતો. બનાવના પગલે સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા.
બનાવની જાણ થતા તળાજા પોલીસ સ્ટાફે ઘટના સ્થળે જઈ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં તેમના ખિસ્સામાંથી ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં તેમણે સંતાનોનું ધ્યાન રાખવા જણાવ્યું હતું. લાંબા સમયથી માંદગી અને આર્થિક સંકડામણ હોવાથી આધેડે મોતને વ્હાલુ કર્યું છે. બનાવ અંગે તળાજા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી છે.SS1MS
