નંદાસણની ૩ માસની બાળકીનું વેક્સિનેશનના ત્રીજા દિવસે મોત
મહેસાણા, કડી તાલુકાના નંદાસણની ૩ માસની બાળકીને આરોગ્ય કેન્દ્રમાં વેક્સિન આપ્યાના ત્રીજા દિવસે ચકામાં પડી જવા સહિત લોહી નીકળેલી હાલતમાં આકસ્મિક મોત નીપજ્યું હતું. એક સાથે છ વેક્સિન આપી હોવાથી બાળકીનું મોત થયું હોવાના આક્ષેપ પરિવારજનોએ કરતાં પેનલ પીએમ સહિતની તપાસ હાથ ધરાઈ છે.
નંદાસણ ગામે અકબરી મસ્જિદ પાછળ રહેતા તોસીફભાઈ અયુબશા ફકીર સહિત પરિવારજનો તેમની ૩ માસની મૃત પુત્રીના મૃતદેહ સાથે શુક્રવારે મહેસાણા સિવિલમાં આવ્યા હતા.
તોસીફભાઈએ જણાવ્યું હતું કે, ૩ માસની પુત્રીને લઈને તેઓ બુધવારે નંદાસણના સરકારી આરોગ્યમાં ગયા હતા. તેણીને અગાઉની પણ રસીઓ આપવાની બાકી હોવાથી હાજર સ્ટાફે બે પગે બે, બે હાથે બે ઈન્જેક્શનથી રસી આપી હતી અને ચાર ડ્રોપ પીવડાવ્યાં હતાં.
કુલ છ રસીઓ આપી હતી. ગુરુવારે બાળકીને કંઈ થયું નહોતું, પરંતુ શુક્રવારે સવારે બાળકીના શરીરે ચકામાં પડી ગયાં હતાં ગામના ખાનગી દવાખાને લઇ જતાં તેમણે બાળકી જીવીત ન હોવાનું જણાવ્યું હતું. તોસીફભાઈ પુત્રીને લઈને મહેસાણાના ખાનગી ચાઈલ્ડ સ્પેશિયાલીસ્ટના ત્યાં ગયા હતા. ત્યાં પણ તેમને બાળકીનું અવસાન થઈ ગયું હોવાનું જણાવતાં ઘરે જતા રહ્યા હતા.
એક સાથે છ વેક્સિન આપી હોવાથી બાળકીનું મોત થયું હોવાના આક્ષેપ સાથે ફરિયાદ કરવાનું વિચારીને પરિવારજનો બાળકીનો મૃતદેહ લઈને મહેસાણા સિવિલમાં દોડી આવ્યા હતા. જ્યાં નંદાસણ પોલીસે આવીને બાળકીના મૃતદેહનું પેનલ પીએમ કરાવ્યું હતું.SS1MS
