હિમાલયા મોલમાં ડોમિનોઝ પીઝા સહિત ૩ એકમોને સીલ કરાયા
અમદાવાદ , હિમાલયા મોલમાં આવેલા ડોમિનોઝ પીઝા સહિત ત્રણ એકમોને સીલ મારવામાં આવ્યા છે. જાહેરમાં ગંદકી કરવા તથા પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ બદલ આ ત્રણ એકમો સીલ કરાયા છે. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૧૬૭ એકમોની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં ગંદકી અને ન્યૂસન્સ બદલ ૯૪ એકમોને નોટિસ ઈશ્યુ કરાઈ છે.
આ ઉપરાંત પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી રૂ. ૮૫ હજારનો દંડ વસૂલ કરાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઉત્તર પશ્ચિમ ઝોનના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા વોર્ડમાં જાહેર માર્ગાે પર ગંદકી કરતા ધંધાકીય એકમો તેમજ શાકભાજી વેચતા ફેરિયા, પાનના ગલ્લાં, ચાની કીટલી, પેપરકપ, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ, વેચાણ, સંગ્રહ, ઉત્પાદન કરતાં તથા ધંધાકીય એકમમાં ડસ્ટબિન ન રાખતા અને માર્ગ પર ગંદકી કરતા એકમોની સઘન ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના નિયમોનું ઉલ્લંઘન કરતા એકમો સામે સઘન કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા રોજેરોજ આ કાર્યવાહી દિવસ દરમિયાન કરવામાં આવતી હોય છે, અને વધુ અસરકારક અમલ માટે સવાર અને સાંજની સ્પેશિયલ સ્કવોડ પણ કાર્યરત કરવામાં આવી છે.
જેમાં શુક્રવારના રોજ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ ઉત્તર પશ્ચિમ ઝોન દ્વારા કુલ ૧૬૭ એકમોની તપાસ કરવામાં આવી હતી. જેમાં ગંદકી અને ન્યૂસન્સ બદલ ૯૪ એકમોને નોટિસ ઈશ્યૂ કરાઈ હતી.
જ્યારે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી રૂ. ૮૫ હજાર જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટની કામગીરી દરમિયાન નિયમોના ઉલ્લંઘન જેમાં જાહેરમાં ગંદકી કરવા બદલ તથા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા બદલ ૩ એકમોને સીલ મારવામાં આવ્યા છે.
જેમાં બોડકદેવ વોર્ડમાં જજીસ બંગલો ખાતે આવેલા આગમ મોટર્સ, હિમાલયા મોલમાં આવેલા ડોમિનોઝ પિઝાને ગંદકી કરવા બદલ સીલ કરાયા છે. જ્યારે આલ્ફા બિઝનેસ પાર્કમાં આવેલા જીઈ હબને પણ સીલ મારવામાં આવ્યું છે.SS1MS
