ગાયિકા શ્રેયા ઘોષાલના કટકમાં યોજાયેલા કોન્સર્ટમાં ભાગદોડ
મુંબઈ, ઓડિશાના કટકમાં ગાયિકા શ્રેયા ઘોષાલના કોન્સર્ટમાં ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી જેના પગલે ૨ લોકો બેભાન થઈ ગયા.જો કે બાદમાં તરત જ સ્થિતિ પર કાબુ મેળવી લેવાયો હતો . બોલીવુડ ગાયિકા શ્રેયા ઘોષાલે ગુરુવારે ઓડિશાના કટકમાં લાઈવ કોન્સર્ટનું આયોજન કર્યું હતું. શહેરના બાલી યાત્રા મેદાનમાં તેમના કોન્સર્ટ દરમિયાન અરાજકતા ફેલાઈ ગઈ હતી.
બાલી યાત્રા મહોત્સવના સમાપન સમારોહમાં ઘોષાલના પ્રદર્શનને જોવા માટે હજારો ચાહકો એકઠા થયા હતા. ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેમાં એક વ્યક્તિ ઘાયલ થઈ હતી.પીટીઆઈ અનુસાર, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે જ્યારે શ્રેયા ઘોષાલ પરફોર્મ કરવા પહોંચ્યા ત્યારે મોટી ભીડ સ્ટેજ તરફ દોડી ગઈ હતી, જેના કારણે અરાજકતા સર્જાઈ હતી.
પરિણામે, શ્રેયાના કોન્સર્ટને થોડા સમય માટે રોકવો પડ્યો હતો. જોકે, પોલીસે બાદમાં પરિસ્થિતિને કાબૂમાં લીધી અને તે ફરી શરૂ થઈ ગઈ.શ્રેયા ઘોષાલના કોન્સર્ટમાં ધક્કામુક્કી દરમિયાન એક વ્યક્તિ બેભાન થઈ ગયો હતો અને તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.અહેવાલ મુજબ, પોલીસ કમિશનર એસ. દેવ દત્તા સિંહે જણાવ્યું હતું કે, “કટકમાં ભારે ભીડ એકઠી થઈ હતી.
એક વ્યક્તિ અને બીજા વ્યક્તિ વચ્ચે જગ્યા નહોતી. જે લોકો ભીડમાં ઊભા રહી શકતા ન હતા તેમને અધિકારીઓની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા.
કોઈ નાસભાગ કે ગંભીર ઈજાના કોઈ અહેવાલ નથી.સિંહે જણાવ્યું હતું કે, “જોકે, કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી. એ સાચું છે કે મોટી ભીડ હતી, પરંતુ અમે તેને સારી રીતે સંભાળી હતી. એક વ્યક્તિને નાની ઈજા થઈ હતી અને તેની હાલત સ્થિર છેશ્રેયા ઘોષાલે કટકમાં પહેલી વાર પરફોર્મ કર્યું હતું. તેણીએ ડોલા રે ડોલા, ચિકની ચમેલી, મસ્તાની હો ગઈ, રાધા અને મનવા લગે સહિતના તેના મધુર ગીતોથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા.SS1MS
