Western Times News

Gujarati News

ગુજરાતી ફિલ્મ એક્ટ્રેસને કેબ ડ્રાઇવરે ધમકી આપી

અમદાવાદ. શહેરમાં જાણીતી ગુજરાતી ફિલ્મ એક્ટ્રેસને એક કડવો અનુભવ થયો હતો. એક્ટ્રેસે ગાડી ધીમી ચલાવતાં ને બીજે રસ્તેથી લઈ જતાં ડ્રાઇવર સાથે બોલાચાલી કરી હતી. જેથી ડ્રાયવરે તેને ધમકી આપી હતી. એક્ટ્રેસે આ અંગે પોસ્ટ મૂકતા પોલીસ દોડતી થઈ હતી. જોકે એક્ટ્રેસ તેની ટ્રેન ચૂકી ગઈ હતી અને પોલીસે તેને બીજી ટ્રેનમાં રવાના કરી હતી.

જે બાદ એક્ટ્રેસે પોસ્ટ ડિલિટ કરી હતી.ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ની જાણીતી અભિનેત્રી નીલમ પંચાલને અમદાવાદમાં ટેક્સી ડ્રાઇવરના કારણે અસુરક્ષિત મહેસૂસ કરવાનો બનાવ સામે આવ્યો હતો.

અભિનેત્રીએ સોશિયલ મીડિયા એકસ પર પોસ્ટ કરીને પોલીસ પાસે મદદ માંગી હતી, જેના પગલે અમદાવાદ પોલીસ તરત જ હરકતમાં આવી હતી. નીલમ પંચાલ અમદાવાદમાં પોતાના ઘરેથી કાલુપુર રેલવે સ્ટેશન જવા માટે ટેક્સીમાં બેઠા હતા. એક્ટ્રેસે ગાડી ધીમી ચલાવતાં ને બીજે રસ્તેથી લઈ જતાં ડ્રાઇવર સાથે બોલાચાલી કરી હતી.

જેથી ડ્રાયવરે તેમને ધમકી આપી હતી. જેના કારણે તેમણે પોતાને અસુરક્ષિત અનુભવતા તરત જ પર પોસ્ટ કરી હતી. તેમણે આ પોસ્ટમાં અમદાવાદ પોલીસ અને ગુજરાત પોલીસને ટેગ કર્યા હતા.

આ પોસ્ટ મળતાની સાથે જ અમદાવાદ પોલીસ સક્રિય થઈ ગઈ હતી અને તાત્કાલિક કાલુપુર રેલવે સ્ટેશન પહોંચી હતી. જ્યારે પોલીસ રેલવે સ્ટેશન પહોંચી, ત્યાં સુધીમાં કેબ ડ્રાઇવર નીલમ પંચાલને પ્લેટફોર્મ પાસે ઉતારીને જતો રહ્યો હતો. આના કારણે નીલમ પંચાલની મુંબઈ જવાની ટ્રેન છૂટી ગઈ હતી.

અમદાવાદ પોલીસે રેલવે વિભાગ સાથે વાતચીત કરીને તેમને બીજી ટ્રેનમાં મુંબઈ જવાની વ્યવસ્થા કરી આપી હતી.પોલીસ તરફથી તાત્કાલિક મદદ મળ્યા બાદ નીલમ પંચાલે રાત્રે પોતાની પોસ્ટ ડીલીટ કરી દીધી હતી.પોલીસે જણાવ્યું કે, આ મામલે તેઓએ કેબ ડ્રાઇવરના મોબાઈલ નંબર અને ગાડી નંબરના આધારે તપાસ શરૂ કરી દીધી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.