Western Times News

Gujarati News

અભિનેત્રી ગિરિજા રાતોરાત બની ગઈ ‘નેશનલ ક્રશ’

મુંબઈ, મરાઠી અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા ૨૦ વર્ષથી કામ કરી રહેલી એક અભિનેત્રી તાજેતરમાં ઇન્સ્ટાગ્રામમાં છવાઈ ગઈ છે. તેના ફોટો અને રીલ ખૂબ વાયરલ થઈ રહ્યા છે. જેના કારણે લોકો તેને નવી ‘નેશનલ ક્રશ’ ગણાવી રહ્યા છે. આ અભિનેત્રી બીજી કોઈ નહીં, પરંતુ તાજેતરમાં આવેલી મનોજ બાજપેયીની ફિલ્મ ‘ઝેંડે’ની અભિનેત્રી ગિરિજા ઓક છે.

રાતોરાત મળેલી નામનાથી ગિરિજા ઓક ખુશ છે, પરંતુ સોશિયલ મીડિયા પર તેના છૈં દ્વારા એડિટ કરેલા ફોટો પણ વાયરલ થઈ રહ્યા છે, જેને લઈને ગિરિજા ઓકે ચિંતા વ્યક્ત કરી છે.કેટલાક ફોટો મને પરેશાન કરે છેગિરિજા ઓકે એક વીડિયો શેર કરીને અચાનક મળેલી પ્રશંસા માટે આભાર વ્યક્ત કર્યાે છે. સાથોસાથ પોતાના છૈં મોર્ફ કરેલા ફોટાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

ગિરિજાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને જણાવ્યું કે, “મારા કેટલાક છૈં-મોર્ફ્ડ ફોટોગ્રાફ છે, જે સારા લાગતા નથી. તેને હદથી વધારે અશ્લીલ રજૂ કરવામાં આવ્યા છે, જે મને પરેશાન કરે છે.”

ગિરિજા ઓકે સોશિયલ મીડિયા ટ્રેન્ડ અંગે જણાવ્યું કે, “જ્યારે કોઈ વસ્તુ વાયરલ થાય છે, તો એનો મતલબ એ છે કે તે ટ્રેન્ડ થઈ રહી છે. આવા ફોટો સામાન્ય રીતે ત્યાં સુધી બનતા અને પ્રસારિત થતા રહે છે, જ્યાં સુધી લોકો તમારી પોસ્ટ પર ક્લિક કરે છે અને પર્યાપ્ત માત્રામાં લાઈક, ઇન્ટરેક્શન અને વ્યૂઝ મળતા રહે છે.

આવું કરવાથી તમારો હેતુ પૂરો થઈ જાય છે.”૧૨ વર્ષના પુત્રની માતા તરીકે ગિરિજાએ પોતાની સૌથી મોટી ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે, “મારો ૧૨ વર્ષનો પુત્ર છે. તે હાલમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતો નથી, પણ ભવિષ્યમાં કરશે.

જ્યારે તે મોટો થશે, ત્યારે તેની પાસે આ ફોટાઓની ઍક્સેસ હશે કારણ કે તે હમણાં ફરતા હશે, પરંતુ તે હંમેશા ઇન્ટરનેટ પર રહેશે,” ગિરિજાએ આગળ કહ્યું કે, “મારો દીકરો એક દિવસ તેની માતાના આ અશ્લીલ ફોટા જોશે અને મને ચિંતા થાય છે, ડર લાગે છે. હું એ વિચારથી હેરાન થઈ રહી છું કે, તે આ બધા વિશે કેવો અનુભવ કરશે.”

ઉલ્લેખનીય છે કે, ગિરિજા ઓક મરાઠી અભિનેતા ગિરીશ ઓકની પુત્રી છે. પોતાના ફિલ્મી કરિયરમાં ગિરિજાએ આમિર ખાનની ‘તારે જમીન પર’ (૨૦૦૭), ‘શોર ઇન ધ સિટી’, ‘ધ વેક્સીન વોર’, અને શાહરૂખ ખાનની ‘જવાન’ (૨૦૨૩) તથા ‘ઝેંડે’ જેવી ફિલ્મોમાં પોતાના અભિનયનો જાદુ પાથર્યાે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.