Western Times News

Gujarati News

બિહારમાં લાલુપ્રસાદની પાર્ટીને BJP કરતાં 15 લાખ વોટ વધુ મળ્યાં: RJDને 1.15 કરોડ મતઃ BJPને 1 કરોડ મત

📉 વોટ શેર (Vote Share)

  • RJD: 23% (સૌથી વધુ)
  • ભાજપ: 20.08%
  • જેડીયુ: 19.25%
  • કોંગ્રેસ: 8.71%

👉 આ દર્શાવે છે કે વોટ શેરમાં RJD નંબર વન પાર્ટી રહી છે, ભલે બેઠકોમાં NDA આગળ છે.

રાજ્‍યસભામાં RJDની સંખ્‍યા ૩૦ વર્ષમાં પહેલી વાર શૂન્‍ય થઈ શકે છે!-બિહાર વિધાનસભામાં કુલ ૨૪૩ ધારાસભ્‍યો છેઃ રાજ્‍યસભાની ચૂંટણી જીતવા માટે, ઉમેદવારને ઓછામાં ઓછા ૪૧ ધારાસભ્‍યોના મતોની જરૂર છે 
પટણા, બિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ના પરિણામોએ સ્‍પષ્ટ કરી દીધું છે કે રાજ્‍યમાં NDAની જંગી બહુમતી સાથે સરકાર બની રહી છે. ભાજપ, જેડીયુ અને લોકજનશક્‍તિ-રામવિલાસ (LJP-RV)ના શાનદાર પ્રદર્શનથી NDA ગઠબંધન ૨૦૨ બેઠકો જીતવામાં સફળ રહ્યું.

બીજી તરફ આરજેડી, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના મહાગઠબંધનને કારમી હારનો સામનો કરવો પડ્‍યો અને તે માત્ર ૩૫ બેઠકો પર જ સમેટાઈ ગયું. તેજસ્‍વી યાદવની રાષ્‍ટ્રીય જનતા દળ પણ માત્ર ૨૫ બેઠકો જ જીતી શકી. જોકે, આટલી મોટી હાર છતાં, બે આંકડાકીય મામલાઓમાં રાજદ બિહારની નંબર વન પાર્ટી બની છે, જે તેના મજબૂત જનાધાર તરફ ઈશારો કરે છે.

વોટ શેરમાં RJD સૌથી આગળઃ ચૂંટણીમાં મળેલા કુલ મતોની ટકાવારી (વોટ શેર)ની દ્રષ્ટિએ, રાજદ આ ચૂંટણીમાં સૌથી આગળ રહી છે. રાજદને કુલ ૨૩ ટકા વોટ મળ્‍યા છે, જે કોઈપણ પક્ષ કરતાં સૌથી વધુ છે. તેની સરખામણીમાં, ભાજપ લગભગ ૩ ટકા પાછળ રહી, જેને ૨૦.૦૮ ટકા વોટ મળ્‍યા. નીતીશ કુમારની પાર્ટી જેડીયુ ૧૯.૨૫ ટકા વોટ શેર સાથે ત્રીજા સ્‍થાને રહી, જ્‍યારે કોંગ્રેસને માત્ર ૮.૭૧ ટકા મતદારોએ જ પસંદ કરી.

📊 બેઠકોનું પરિણામ

  • NDA ગઠબંધન (ભાજપ + જેડીયુ + LJP-RV): 202 બેઠકો
    • ભાજપ: 89 બેઠકો
    • જેડીયુ: 85 બેઠકો
    • LJP-RV: બાકી બેઠકો
  • મહાગઠબંધન (RJD + કોંગ્રેસ + ડાબેરી): 35 બેઠકો
    • RJD: 25 બેઠકો
    • કોંગ્રેસ: ખૂબ ઓછું પ્રદર્શન
    • ડાબેરી પક્ષો: થોડા જ બેઠકો

🔢 કુલ મત સંખ્યા

  • RJD (લાલટેન ચિહ્ન): 1,15,46,055 મત
  • ભાજપ: 1,00,81,143 મત (RJD કરતાં ~15 લાખ ઓછા)
  • જેડીયુ: 96,67,118 મત

🧐 વિશ્લેષણ

  • NDAએ બેઠકોમાં જંગી બહુમતી મેળવી, એટલે સરકાર NDAની બની રહી છે.
  • પરંતુ RJDનો વોટબેંક સૌથી મોટો છે, જે દર્શાવે છે કે જમીન સ્તરે તેમનો આધાર મજબૂત છે.
  • આ વિસંગતિ (વોટ શેર vs બેઠકો) ભારતની ચૂંટણી પ્રણાલી (First-Past-The-Post)નું પરિણામ છે, જ્યાં મતની સંખ્યા કરતાં સીટ જીતવાની વ્યૂહરચના વધુ મહત્વ ધરાવે છે.

સૌથી વધુ મતદારોએ ‘લાલટેન’નું બટન દબાવ્‍યું : કુલ મળેલા મતોની સંખ્‍યામાં પણ રાજદ સૌથી આગળ છે. ચૂંટણીમાં ૧ કરોડ ૧૫ લાખ ૪૬ હજાર ૫૫ મતદારોએ ય્‍થ્‍ઝના ચૂંટણી ચિホ ‘લાલટેન’નું બટન દબાવ્‍યું. આ આંકડો કોઈ એક પક્ષને મળેલા મતોમાં સૌથી વધુ છે.

ભાજપને કેટલા વોટ મળ્‍યાં? બીજી તરફ, ભાજપને RJD કરતાં લગભગ ૧૫ લાખ ઓછા, એટલે કે ૧ કરોડ ૮૧ હજાર ૧૪૩ મત મળ્‍યા. જોકે, આટલા ઓછા મત મળવા છતાં, ભાજપ ૮૯ બેઠકો જીતવામાં સફળ રહ્યું, જ્‍યારે RJD માત્ર ૨૫ બેઠકો પર જ જીતી શકી. જેડીયુને ૯૬ લાખ ૬૭ હજાર ૧૧૮ મત મળ્‍યા, જેનાથી તે ૮૫ બેઠકો જીતી શકી. આ આંકડા દર્શાવે છે કે ભલે NDAએ બેઠકોની સુનામી સર્જી હોય, પરંતુ જમીની સ્‍તરે રાજદનો વોટબેંક હજુ પણ બિહારમાં સૌથી મોટો છે.(૨૩.૨)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.