ખોડિયાર મંદિર – આંબલીથી શરૂ થયેલી સરદાર@૧૫૦ યુનિટી માર્ચમાં મુખ્યમંત્રી સહભાગી થયા
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિએ આ યુનિટી માર્ચમાં વિશેષ ઉત્સાહ અને પ્રેરણા પૂરી પાડી હતી, AMC કમિશ્નર બંછાનિધી પાની, અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.
LIVE: માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી @MLAJagdish જીની વિશેષ ઉપસ્થિતિમાં સરદાર@ 150 યુનિટી માર્ચ અંતર્ગત ઘાટલોડિયા વિધાનસભાની પદયાત્રા. #Sardar150 #UnityMarch #EkBharatAatmanirbharBharat @Sardar150Yatra https://t.co/jv1ZmY81Og
— BJP Gujarat (@BJP4Gujarat) November 17, 2025
અમદાવાદ: અખંડ ભારતના નિર્માણમાં સિંહફાળો આપનારા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે સોમવારે સવારે અમદાવાદમાં ‘સરદાર @૧૫૦ યુનિટી માર્ચ – પદયાત્રા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ રાષ્ટ્રીય એકતાની પદયાત્રામાં રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વયં સહભાગી થઈને સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
Ahmedabad । આંબલી ગામથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુનિટી માર્ચનો કરાવ્યો પ્રારંભ#ahmedabad #bhupendrapatel #sardarpateljayanti #tv13gujarati pic.twitter.com/htUCtJuokm
— TV13 Gujarati (@tv13gujarati) November 17, 2025
🛣️ યુનિટી માર્ચનો માર્ગ:
આ યુનિટી માર્ચ સોમવારે (૧૭ નવેમ્બર, ૨૦૨૫) સવારે ૮:૩૦ કલાકે આંબલી સ્થિત ખોડિયાર મંદિરથી શરૂ થઈ હતી. પદયાત્રા આ માર્ગો પર આગળ વધી:
-
ખોડિયાર મંદિર – આંબલી
-
વકીલ બ્રીજ
-
ટીઆરપી મોલ
-
બીગ ડેડી ચોકડી
-
અંતે ગાલા જીમખાના ખાતે સમાપન
- https://x.com/i/broadcasts/1djxXWApEreJZ
આ પદયાત્રામાં અમદાવાદના મેયર, કમિશ્નર, કેબિનેટ મંત્રી @irushikeshpatel , પ્રદેશ મહામંત્રી શ્રી @rajnipatel_mla , રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી @MLA_Darshna , સાંસદ શ્રી @narhari_amin , શ્રી @idineshmakwana , મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, મહાનગરના અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ સહિત હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે એકતા અને અખંડિતતાના શિલ્પી પ્રતિક સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે ઘાટલોડીયા વિધાનસભા વિસ્તારની ‘સરદાર @ ૧૫૦ યુનિટી માર્ચ‘ પદયાત્રાને આંબલી ખાતેથી ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં ઉજવાઈ રહેલી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીના ઉપલક્ષ્યમાં આ યુનિટી માર્ચ જન જન સુધી રાષ્ટ્રીય એકતાનો ભાવ ઉજાગર કરવા યોજાઇ રહી છે.
મુખ્યમંત્રીશ્રીએ આ રાજ્યવ્યાપી યુનિટી માર્ચનો તારીખ ૯ નવેમ્બરે જુનાગઢથી પ્રારંભ કરાવ્યા બાદ વિધાનસભા વિસ્તાર વાઈઝ આ માર્ચના આયોજન અંતર્ગત તેમણે પોતાના ઘાટલોડિયા વિધાનસભા મત ક્ષેત્રમાં સોમવારે સવારે યુનિટી માર્ચને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે કહ્યું કે, આઝાદી પછી સરદાર વલ્લભભાઈ પટેલે દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહ મંત્રી તરીકે ૫૬૨ રજવાડાઓના વિલીનીકરણથી એક અને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એ જ એકતાના મંત્રને એક ભારત, શ્રેષ્ઠ ભારતથી સાકાર કર્યો છે.
તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રી અને આપણા ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે કાશ્મીરમાંથી ૩૭૦ દૂર કરીને કટક થી કચ્છ અને કાશ્મીરથી કન્યાકુમારી એક ભારત બનાવ્યું છે.
વડાપ્રધાનશ્રીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી‘ના નિર્માણ થકી સરદાર પટેલને ખરા અર્થમાં શ્રધ્ધાંજલિ આપી છે. આ ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી‘ની પ્રતિમા ભારતના સામર્થ્ય અને ગૌરવવંતા ઇતિહાસનું શ્રેષ્ઠ પ્રતિક છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં વિકાસની રાજનીતિ સ્થાપી છે, તેમના નેતૃત્વમાં સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્ર થકી ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે.
વધુમાં તેમણે કહ્યું કે, આપણે સૌ સરદાર સાહેબને યાદ કરી, સ્વદેશીને જીવનનો હિસ્સો બનાવી વિકસિત ભારતનું નિર્માણ કરીએ તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિત સૌને આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે, આપણે સૌ એક બની, નેક બની વિકસિત ભારત @૨૦૪૭ ના સંકલ્પને સાકાર કરવા કટિબદ્ધ બનીએ.
આ યુનિટી માર્ચમાં જોડાયેલા સૌએ સ્વદેશી અપનાવવાના અને આત્મનિર્ભર ભારત માટે યોગદાન આપવાના સામૂહિક શપથ લીધા હતા.
અમદાવાદ શહેરનાં મેયર શ્રીમતિ પ્રતિભાબેન જૈને સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા અને કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન અને મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં યોજાયેલી આ ‘યુનિટી માર્ચ‘ થકી સરદાર પટેલને સાચા અર્થમાં શ્રધ્ધાંજલિ અર્પણ થશે.
આ પ્રસંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા, પ્રભારી મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, રાજ્યમંત્રી શ્રી દર્શનાબેન વાઘેલા, સાંસદ શ્રી દિનેશભાઇ મકવાણા અને શ્રી નરહરિભાઈ અમીન, મહાનગરના પ્રભારી શ્રી રજનીભાઈ પટેલ, શહેરના ધારાસભ્યશ્રીઓ, શહેર ભાજપ અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ, બાળ સંરક્ષણ આયોગના ચેરમેનશ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જર, મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધી પાની, શહેર પોલીસ કમિશનર શ્રી જી.એસ.મલિક, કલેકટર શ્રી સુજીત કુમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે, સાધુ-સંતો, રાજવી પરિવાર, કોર્પોરેટરશ્રીઓ, પક્ષના પદાધિકારીઓ, યુવાનો, વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
