ટેક્સાસમાં ગૂગલ રૂ.૩.૫૫ લાખ કરોડના ખર્ચે વિસ્તરણ કરશે
ઑસ્ટિન પહેલેથી જ એક મહત્વપૂર્ણ ટેક હબ છે, અને Google ત્યાં તેની કામગીરીને ઝડપથી વિસ્તૃત કરી રહ્યું છે, મુખ્યત્વે ક્લાઉડ કમ્પ્યુટિંગ, સેલ્સ અને એન્જિનિયરિંગ ટીમો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
ઓસ્ટિનમાં ટેસ્લાની ગિગાફેક્ટરી ઉપરાંત એમેઝોન અને મેટાના ડેટા સેન્ટર્સ અહીં સ્થિત છે. ક્લાઉડ માળખા સહિત હાઈ-ટેક ઉત્પાદનને આ રાજ્ય આકર્ષી રહ્યું છે.
હ્યુસ્ટન, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સ્થાનિક કંપનીઓને અમેરિકામાં જ રોકાણ કરવાની ટકોર બાદ ગૂગલે આ વાત પર અમલ કર્યાે છે. ગૂગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈએ ૪૦ અબજ ડોલર (રૂ. ૩.૫૫ લાખ કરોડ)ના ખર્ચે ટેક્સાસમાં વિસ્તરણની જાહેરાત કરી છે.
અમેરિકાના કોઈ એક રાજ્યમાં આ ગૂગલનું સૌથી મોટું રોકાણ રહેશે. ગુરુવારે મિડલોથિયનમાં ગર્વનર ગ્રેગ એબોટ્ટની હાજરમાં ગૂગલે આ જાહેરાત કરી હતી.ગૂગલ રોકાણ યોજના અંતર્ગત તેના વિકસી રહેલી ક્લાઉડ તથા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) કામગીરી માટે ત્રણ નવા ડેટા સેન્ટર કેમ્પસ સ્થાપશે.
Governor @GregAbbott_TX joined Google CEO @sundarpichai to announce a historic $40B investment in Texas, Google’s largest in any Texas state of USA.
આ સુવિધાને ટેક્સાસ ગ્રીડને મજબૂત બનાવવા, વિદ્યાર્થીઓ, એપ્રેન્ટિસ અને કુશળ કામદારોને તાલીમ આપવાના કાર્યક્રમો સાથે જોડવામાં આવશે. ટેક્સાસ એઆઈના વિકાસ માટેનું કેન્દ્રબિંદુ છે, જ્યાં કંપનીઓ નવીનતાને વિસ્તરતી ઊર્જા સાથે જોડી શકે છે.
અમેરિકા એઆઈની ક્રાંતિમાં મોખરે રહે તેની આપણે ખાતરી કરવી જોઈએ, ટેક્સાસમાં તે શક્ય છે તેમ એબોટ્ટે જણાવ્યું હતું.સુંદર પિચાએ ઉમેર્યું કે, ટેક્સાસમાં બધુ વિશાળ છે. આ રોકાણ થકી રાજ્યમાં હજારો રોજગારીનું સર્જન થશે, કોલેજના વિદ્યાર્થીઓ અને ઈલેક્ટ્રિકલ એપ્રેન્ટિસોને કુશળ બનવાની તાલીમ મળશે તથા સમગ્ર ટેક્સાસમાં પરવડે તેવી ઊર્જાને બળ મળશે.
ટેક્સાસ પ્રમુખ ઊર્જા કંપનીઓનું હબ છે. ઓસ્ટિનમાં ટેસ્લાની ગિગાફેક્ટરી ઉપરાંત એમેઝોન અને મેટાના ડેટા સેન્ટર્સ અહીં સ્થિત છે. ક્લાઉડ માળખા સહિત હાઈ-ટેક ઉત્પાદનને આ રાજ્ય આકર્ષી રહ્યું છે. નિષ્ણાતોના મતે ગૂગલના વિસ્તરણથી ટેક્સાસ ઉદ્યોગો માટે મૈત્રીપૂર્ણ અને કુશળ કાર્યબળ ધરાવતું રાજ્ય હોવાની તેની છબિ દ્રઢ બનશે.
-
નવી ઓફિસ સ્પેસ ડાઉનટાઉન ઑસ્ટિનમાં 500 વેસ્ટ 2જી સ્ટ્રીટ (500 West 2nd Street) પર સ્થિત છે, જેને સામાન્ય રીતે 500 વેસ્ટ 2જી અથવા બ્લોક 185 તરીકે ઓળખવામાં આવે છે.
-
આ એક મોટી, વિશિષ્ટ ગગનચુંબી ઇમારત છે જે શહેરમાં Google ની વિસ્તરતી હાજરી માટેનું કેન્દ્ર બનશે, અને તેના ઑસ્ટિન કાર્યોને એક મુખ્ય સ્થળે એકીકૃત કરશે. SS1MS
