માર્કેટ કરતાં સસ્તા ભાવે સોનુ ખરીદવા જતાં વડોદરામાં રૂ. ૩૧.૪૬ લાખ ગુમાવ્યા
પ્રતિકાત્મક
વડોદરા, વડોદરા શહેરના હરણી વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા કર્મચારીએ પોતાના જ ટીમ લીડર દ્વારા કરાયેલા વિશ્વાસઘાત અને છેતરપિંડીના મામલામાં રૂપિયા ૩૧.૪૬ લાખ ગુમાવ્યા હોવાના મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર હરણી પોલીસ સ્ટેશન પાસે આવેલ સત્યમ નિર્વાણા ખાતે રહેતા શિવમ રાજેન્દ્ર ટોકરકરે આ મામલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ છે કે, પોતે એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે, કંપનીમાં ટીમ લીડર તરીકે ફરજ બજાવતો જીતેન્દ્રસિંઘ માનકસિંઘ રાજપુરોહિત (રહે–આદિત્ય એસ્પાયર, વાસણા–ભાયલી રોડ / મૂળ રહે–મુંબઈ) થોડા સમય પહેલાં નોકરી છોડી ગયો હતો.
ફેબ્›આરી માસમાં જીતેન્દ્રે ગોલ્ડ ખરીદવાની સ્કીમ આપતાં શિવમ અને તેમના મિત્રોએ મળીને આશરે ૨૦ તોલા સોનું ખરીદ્યું હતું. ત્યારબાદ માર્ચ મહિનામાં સસ્તા ભાવે સોનું અપાવવાનો ભરોસો આપતા શિવમે જુદાં જુદા સમયગાળામાં કુલ રૂ. ૧૧.૩૪ લાખ આપ્યા હતા. જીતેન્દ્રે મોટી ખરીદી કરવા મિત્ર પરીક્ષિત દેસાઈ પાસેથી પણ રૂ. ૩૨.૧૨ લાખ લીધા હતા.
૨૫ દિવસમાં કુલ ૫૨ તોલા સોનું આપવાની વાત કરી હતી. હાલમાં જીતેન્દ્રે માત્ર રૂ. ૧૨ લાખ જ પરત આપ્યા છે, જ્યારે બાકીના રૂ. ૩૧,૪૬,૫૦૦ હજુ સુધી ન આપતા છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.જીતેન્દ્રે શરૂઆતમાં શિવમ અને તેમના ઓળખીતા લોકોને લાલચ આપી હતી કે, હોમ એપ્લાયન્સ માર્કેટ ભાવ કરતાં ઓછી કિંમતે અપાવી દેશે.
એડવાન્સ લઈ ૧૦–૧૫ દિવસમાં વસ્તુઓ આપી દેતો હતો અને ક્યારેક વસ્તુ ન મળે તો રૂપિયા પણ પરત કરતો હતો. આ રીતે તેણે વિશ્વાસ કેળવ્યો હતો.આખરે આ મામલે સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ કરતાં પોલીસે જીતેન્દ્રસિંઘ માનકસિંઘ રાજપુરોહિત સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી દીધી હતી.SS1MS
