નર્સિગ સહિત ૩૩ હજાર બેઠક ખાલી છતાં કાઉન્સિલ દ્વારા ૪ નવી કોલેજને મંજૂરી
અમદાવાદ, રાજ્યમાં ધો.૧૨ પછી ન‹સગ સહિતના ૧૦ કોર્સમાં પ્રવેશ માટે છઠ્ઠો રાઉન્ડ પૂરો કરી દેવામાં આવ્યો છે. છ રાઉન્ડના અંતે કુલ સાત કોર્સની સરકારી કોલેજની તમામ ૨૪૯૬ બેઠકો પર પ્રવેશ ફાળવણી કરી દેવામાં આવી છે. આ સાથે જ સ્વનિર્ભર કોલેજની ખાલી ૩૩૫૨૪ બેઠકો ભરવાની સત્તા કોલેજને સોંપી દેવામાં આવી છે.
પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કાઉન્સિલ દ્વારા ચાર સ્વનિર્ભર કોલેજને મંજૂરી આપવામાં આવી છે.ન‹સગ, ફિઝિયોથેરાપી સહિતના પેરા મેડિકલ કોર્સમાં પ્રવેશની મુદત ૩૦મી નવેમ્બર નક્કી કરવામાં આવી છે. આ સ્થિતિમાં સરકારી કોલેજમાં ખાલી પડેલી બેઠકો માટે તાજેતરમાં વધારાનો છઠ્ઠો રાઉન્ડ પૂર્ણ કરી દેવામાં આવ્યો છે.
હાલની સ્થિતિમાં જુદા જુદા સાત કોર્સની ૭૦ સરકારી કોલેજમાં ૨૪૯૬ બેઠકો હતી તે તમામ પર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવી દેવામાં આવ્યો છે. એટલે કે હાલમાં સરકારી કોલેજની કોઇ બેઠક ખાલી પડી નથી.
જે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો છે તેમને આગામી ૧૯મી સુધીમાં ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરવા સૂચના આપવામાં આવી છે. હાલની સ્થિતિમાં સ્વનિર્ભર કોલેજોમાં એએનએમની ૯૦૭૪, ફિઝિયોથેરાપીની ૨૩૨૩, બીએસસી ન‹સગની ૮૭૧૧ અને જીએનએમની ૧૩૧૪૫ મળીને કુલ ૩૩૫૨૪ બેઠકો ખાલી છે. આ બેઠકો ભરવા માટે સ્વનિર્ભર કોલેજ સંચાલકોને સોંપી દેવામાં આવી છે.
મહત્વની વાત એ કે, આટલી મોટી સંખ્યામાં બેઠકો ખાલી હોવાછતાં ન‹સગ કાઉન્સિલ દ્વારા બે દિવસ પહેલા ૪ સ્વનિર્ભર ન‹સગ કોલેજને મંજૂરી આપવામાં આવી છે. આમ, પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થવા આવી છે ત્યારે અને અંદાજે ૩૩ હજારથી વધારે બેઠક ખાલી પડી છે ત્યારે કાઉન્સિલ દ્વારા નવી કોલેજને મંજૂરી કયા કારણોસર આપવામાં આવે છે તે અંગે અનેક તર્કવિતર્ક ઉભા થયા છે.
સૂત્રો કહે છે કે, નવી મંજૂર થયેલી કોલેજોની બેઠકો સંચાલકો દ્વારા અગાઉથી ભરી દેવામાં આવી હતી કે પછી હવે સ્કોલરશીપના આધારે વિદ્યાર્થીઓ શોધીને ભરવામાં આવશે તેની ચર્ચા છે. બીજીબાજુ સંચાલકો દ્વારા ખાલી પડેલી બેઠકોના મુદ્દે કાઉન્સિલ સમક્ષ રજૂઆત કરીને હજુ એક વખત પ્રવેશની મુદત ૩૦મી નવેમ્બરથી વધારવા માટેની માંગણી કરાય તેવી પણ શક્યતા છે.SS1MS
