ટ્રમ્પ ફરી બગડ્યાઃ 500% ટેરિફ લગાવવાની આપી ધમકી
પુતિનની ભારત મુલાકાત પહેલા ટ્રમ્પ લાલઘુમ! -રશિયાના તેલની ખરીદીને કારણે ભારત હાલમાં ૨૫% વધારાના ટેરિફનો સામનો કરી રહ્યું છે
વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ક્્યારે નિર્ણય લેશે તે ખબર નથી. ક્્યારેક તેઓ ભારત સાથે ટ્રેડ કરાર વિશે વાત કરે છે, અને ક્્યારેક તેઓ પોતાના મનથી ટેરિફ લગાવે છે. રશિયન તેલની ખરીદી પર તેમનું વલણ ખાસ કરીને કઠોર રહ્યું છે. રશિયાના તેલની ખરીદીને કારણે ભારત હાલમાં ૨૫% વધારાના ટેરિફનો સામનો કરી રહ્યું છે. હવે, તેમણે રશિયા સાથે વેપાર કરતા અને રશિયન તેલ ખરીદતા દેશો પર ૫૦૦% ટેરિફ લગાવવાની ધમકી આપી છે.
ટ્રમ્પે આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ૫ ડિસેમ્બરે ભારતની મુલાકાતે આવવાના છે. એવી અપેક્ષા છે કે પીએમ મોદી સાથેની મુલાકાત તેલથી લઈને વેપાર સુધીના મુદ્દાઓ પર કેન્દ્રિત હશે, પરંતુ રશિયન રાષ્ટ્રપતિની નવી દિલ્હીની મુલાકાત પહેલા ટ્રમ્પની હતાશા સ્પષ્ટ છે. ભારત રશિયાનો બીજો સૌથી મોટો તેલ ખરીદનાર દેશ છે, તેથી ટ્રમ્પની આ જાહેરાતની સીધી અસર ભારત પર પડશે. એમ કહેવું ખોટું નહીં હોય કે ટ્રમ્પે ભારતને રશિયન તેલ ખરીદવા સામે ખુલ્લેઆમ ધમકી આપી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત સહિત વિશ્વભરના ઘણા દેશોમાં ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે તેઓ એવા કાયદાને સમર્થન આપે છે જે રશિયા સાથે વેપાર કરતા દેશો પર ભારે પ્રતિબંધો અથવા ૫૦૦% સુધીના ટેરિફ લગાવશે. તેમણે કહ્યું હતું કે રશિયા સાથે વેપાર કરતા કોઈપણ દેશને ૫૦૦ ટકા ટેરિફ અને પ્રતિબંધોનો સામનો કરવો પડશે.
ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા સાથે વેપાર કરતા દેશો પર ૫૦૦% ટેરિફ લગાવવાની વાત કરી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ઈરાનને આ યાદીમાં સામેલ કરી શકાય છે. ટ્રમ્પ રશિયાના અર્થતંત્રને નુકસાન પહોંચાડીને યુક્રેન સાથેના યુદ્ધને રોકવા માંગે છે. તેથી, તેમણે ટેરિફને શસ્ત્ર બનાવ્યું છે.
તેમણે કહ્યું છે કે તેઓ એવા કાયદાને સમર્થન આપે છે, જે રશિયા સાથે વેપાર ચાલુ રાખનારા કોઈપણ દેશ પર ૫૦૦% સુધીના ટેરિફ લગાવશે. રિપબ્લિકન કાયદા ઘડનારાઓ એવા કાયદાની તૈયારી કરી રહ્યા છે જે રશિયા સાથે વેપાર કરતા દેશો પર ગંભીર પ્રતિબંધો અથવા ટેરિફ લગાવશે.
ટ્રમ્પની આ નીતિઓની ભારત અને રશિયા જેવા દેશો પર સૌથી વધુ અસર પડશે, કારણ કે બંને નોંધપાત્ર પ્રમાણમાં રશિયન તેલ ખરીદે છે. ભારત રશિયાનો બીજો સૌથી મોટો ઊર્જા ખરીદનાર દેશ છે.
ઓક્ટોબર ૨૦૨૫માં, ભારતે રશિયા પાસેથી ૨૮,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ મૂલ્યનું તેલ ખરીદ્યું. જોકે, અમેરિકન દબાણ હેઠળ, ભારતીય રિફાઇનરીઓ રશિયન તેલ ખરીદવાથી દૂર રહી રહી છે. અમેરિકાએ અગાઉ રશિયાની બે સૌથી મોટી તેલ કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા હતા. હવે, તેઓ ૫૦૦% ટેરિફ લગાવવાની ઘમકી આપી રહ્યા છે.
