Western Times News

Gujarati News

મહારાષ્ટ્રમાં 30,000 કરોડના વીજ કૌભાંડનો ઘટસ્ફોટ

મુંબઇ, પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં છેલ્લા પાંચ વર્ષમાં વીજ વિતરણમાં 30,000 કરોડનુ કૌભાંડ થયુ હોવાનો ઘટસ્ફોટ થયા બાદ રાજકીય મોરચે ગરમાવો આવી શકે છે. મહારાષ્ટ્ર ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનની તપાસમાં આ ખુલાસો થયો છે. આ મામલાની તપાસ માટે બનાવાયેલી કમિટીએ રિપોર્ટમાં કહ્યુ છે કે, મહારાષ્ટ્રમાં વીજળી સપ્લાય કરનાર કંપની માહવિતરણે ખેડૂતોને અપાતી વીજળીના ખોટા આંકડા રજૂ કરીને સરકાર તેમજ ગ્રાહકો પાસેથી 30,000 કરોડ રૂપિયા વધારે વસુલ્યા છે.

રિપોર્ટમાં કહેવા પ્રમાણે 2014 થી 2019 સુધી આ ગોટાળો ચાલતો હતો. આ સમયગાળા દરમિયાન કૃષિ સેક્ટરે 33,856 મિલિયન યુનિટ વીજ સપ્લાય કરવાનો દાવો મહાવિતરણ કંપનીએ કર્યો હતો. જોકે તપાસમાં ખબર પડી છે કે, ખરેખર 22,856 મિલિયન યુનિટ જ વીજળી સપ્લાય કરાઈ છે. આમ પાંચ વર્ષ સુધી વીજળીની જે ખરેખર ખપત થઈ છે તેના કરતા વધારે ખપત કાગળ પર દર્શાવીને પૈસા વસુલ કરાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.