ભારત અમેરિકામાંથી ૨૨ લાખ ટન એલપીજી આયાત કરશે
નવી દિલ્હી, રશિયા પાસેથી ક્‰ડ ઓઈલ ખરીદવા ભારત પર દબાણ લાવવાની અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ટેરિફની ચાલ સફળ રહી હોય તેમ જણાય છે. ભારત પર ૫૦ ટકાનો જંગી ટેરિફ લાદ્યા બાદ બંને દેશો વચ્ચે સર્જાયેલી મડાગાંઠનો ઉકેલ હવે નજીકમાં આવે તેવી શક્યતાઓ વચ્ચે ભારતની ઓઈલ કંપનીઓએ અમેરિકા સાથે એલપીજી ખરીદવાનો કરાર કર્યાે છે.
જંગી ટેરિફને પગલે બંને દેશો વચ્ચે સર્જાયેલા વિવાદ પછી પ્રથમ વખત ભારતની ઓઈલ કંપનીઓએ અમેરિકા સાથે એલપીજી ખરીદવાના કરાર કર્યાં છે.
૨૦૨૬થી અમલી બનનાર એક વર્ષના આ કરારને પગલે અમેરિકામાંથી ઉર્જાની ભારતની ખરીદીમાં વધારો થશે. ભારતીય બજાર માટે સૌપ્રથમ વાર કરાયેલાં આ પ્રકારના સ્ટ્રક્ચર્ડ કરાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આંખમાં કણાંની જેમ ખૂંચી રહેલી અમેરિકા સાથેની ભારતની ટ્રેડ સરપ્લસને ઘટાડવાનો પ્રયાસ હોવાનું મનાઈ રહ્યું છે.
આ અંગે જારી કરાયેલાં એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યાં અનુસાર, જાહેર ક્ષેત્રની ભારતીય ઓઈલ કંપનીઓએ કોન્ટ્રાક્ટ વર્ષ ૨૦૨૬ માટે યુએસ ગલ્ફ કોસ્ટ પાસેથી ૨.૨ મિલિયન ટન (૨૨ લાખ ટન) લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી) ખરીદવાનો એક વર્ષનો કરાર કર્યાે છે.
આયાત કરવામાં આવનાર એલપીજીનો જથ્થો ભારતની વાર્ષિક આયાતના ૧૦ ટકા જેટલો છે.પેટ્રોલ, ડીઝલ તથા જેટ ફ્યુઅલ જેવા મોટાભાગના ઈંધણમાં ભારત આત્મનિર્ભર છે અથવા તો તે સરપ્લસ ઉત્પાદન ધરાવે છે.
બીજી તરફ, ભારત તેના કુલ ૩૧ મિલિયન ટનના વપરાશ પૈકીનો ૬૫ ટકા એલપીજી આયાત કરે છે. ૨૦૨૪માં ભારતે આયાત કરેલાં કુલ ૨૦.૪ મિલિયન ટન એલપીજી પૈકીનો ૯૦ ટકા યુએઈ, કતાર, કુવૈત તથા સાઉદી અરેબિયાથી કરાયો હતો. ભારત દ્વારા અગાઉ છૂટા છવાયા ધોરણે અમેરિકામાંથી એલપીજીની આયાત કરાતી હતી. આ વખતે સૌપ્રથમ વખત કરાર અંતર્ગત આયાત કરાશે.
જાહેર ક્ષેત્રની ઈન્ડિયન ઓઈલ કોર્પાેરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પાેરેશન તથા હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પાેરેશન ૨૦૨૬માં આશરે ૪૮ મોટા કન્ટેઈનર એલપીજીની આયાત કરશે. એલપીજીનો આ પુરવઠો, શેવરોન, ફિલિપ્સ તથા ટોટલએનર્જીસ ટ્રેડિંગ જેવી અમેરિકાની અગ્રણી ઉર્જા કંપનીઓ દ્વારા ઉપલબ્ધ બનાવાશે.
છેલ્લાં કેટલાંક મહિનાઓથી અમેરિકા સાથે ચાલી રહેલી દ્વિપક્ષીય વેપાર મંત્રણાઓના ભાગરૂપે ભારતે અમેરિકામાંથી ઉર્જાસ્રોતની આયાત વધારવાનો પ્રસ્તાવ રજૂ કર્યાે છે. હાલના તબક્કે ભારત અમેરિકા પાસેથી ૮ ટકા ક્‰ડ ઓઈલની ખરીદી કરે છે.
૨૦૨૪ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળાના દૈનિક ૧.૮૦ લાખ બેરલ (બીપીડી)ની તુલનાએ ૨૦૨૫ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા દરમિયાન ભારતે અમેરિકામાંથી ૨.૭૧ લાખ બીપીડી ક્‰ડની આયાત કરી હતી, જે ૫૧ ટકાનો વધારો દર્શાવે છે. આ કરાર અંગે પ્રતિક્રિયા આપતાં ઓઈલ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે, ઐતિહાસિક પ્રારંભ.
વિશ્વનું સૌથી મોટા અને સૌથી ઝડપથી વિકસતા એલપીજી બજારે અમેરિકા માટે પોતાના દ્વાર ખોલ્યાં છે.ભારત-અમેરિકા ટ્રેડ ડીલનો પ્રથમ તબક્કો ટૂંક સમયમાંભારત અને અમેરિકા વચ્ચે છેલ્લાં કેટલાંક સમયથી ચાલી રહેલા પ્રથમ તબક્કાના દ્વિપક્ષીય વેપાર કરાર પર ટૂંક સમયમાં હસ્તાક્ષર થવાની શક્યતા છે.SS1MS
