મોડાસામાં એમ્બ્યુલન્સમાં આગ લાગતાં ચારના મોત
મોડાસા, અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે રાણા સૈયદ વિસ્તાર નજીક મોટી દુર્ઘટના સર્જા હતી. મોડાસાની એક ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં ભીષણ આગ લાગતાં તેમાં સવાર એક બાળક સહિત ચારના મોત નિપજ્યાં હતા.
જ્યારે એમ્બ્યુલન્સમાં સવાર અન્ય બે વ્યક્તિઓ પણ ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમણે તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, મોડાસાની ‘રિચ હોસ્પિટલ’ની એમ્બ્યુલન્સમાં એક બાળકને વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન એમ્બ્યુલન્સમાં આગ લાગતા ડોક્ટર, નર્સ, બાળક અને અન્ય એક વ્યક્તિનું આ દુર્ઘટનામાં મોત નિપજ્યાં છે.
જ્યારે એમ્બ્યુલન્સમાં સવાર અન્ય બે વ્યક્તિઓ પણ ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમણે તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ એમ્બ્યુલન્સમાં આગ કયા કારણોસર લાગી તે અંગેનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે, મોડાસા ટાઉન પોલીસે આ સમગ્ર ઘટના અંગેની તપાસ હાથ ધરી છે.SS1MS
