મહેસાણાની બોત્તેર કોઠાની વાવનું રૂ.૩.૨૫ કરોડના ખર્ચે રિસ્ટોરેશન-વિકાસ કરાશે
મહેસાણા, મહેસાણાના પરા વિસ્તારમાં આવેલી ઐતિહાસીક વિરાસત એવી ‘બોત્તેર કોઠા’ની વાવ ખંડેર જેવી બની ગઈ છે ત્યારે કોર્પાેરેશન દ્વારા તેની હેરિટેજ પ્રોપર્ટી જળવાઈ રહે તે રીતે રિસ્ટોરેશન કરીને આસપાસના વિસ્તારને ડેવલપ કરવા માટે રૂ.૩.૨૫ કરોડના પ્રોજેક્ટની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે.
બોત્તેર કોઠાની ૧૧ મજલાની આ ઇંટેરી વાવ ૧૮મી સદીમાં બાબુરી સમયમાં નિર્માણ પામી હોય તેવું માનવામાં આવી રહ્યું છે. પરંતુ યોગ્ય જાળવણીના અભાવે આ ઐતિહાસિક વિરાસત ખંડેર બની ગઈ છે.
વાવની ઉપર અને આસપાસ ઝાડી-ઝાંખરાં ઊગી ગયાં હતાં અને લોકો ધાર્મિક વિધિનો સામાન વગેરે વાવમાં ફેંકી જતા હોઈ પાલિકા અને મનપા દ્વારા સફાઈ કરીને કમ્પાઉન્ડ વોલ બનાવાઈ છે.
જો કે, હવે કોર્પાેરેશન દ્વારા આ ઐતિહાસિક ધરોહરની જાળવણી કરવા માટે તેનું મૂળ સ્વરૂપ જળવાઈ રહે તે રીતે તેનું રિસ્ટોરેશન કરવા અને આસપાસમાં વિકાસ કરવા રૂ.૩.૨૫ કરોડના ખર્ચના અંદાજ સાથે ટેન્ડર કરાયું છે.
ટેન્ટર પ્રક્રિયાથી એજન્સી નક્કી થતાં તેને ૧૧ મહિનાની સમયમર્યાદા સાથેનો વર્કઓર્ડર અપાશે. એજન્સી દ્વારા વાવમાં વપરાયેલી ઈંટો જેવી ઈંટો, ચૂનો વગેરેનો ઉપયોગ કરીને તેનું રિસ્ટોરેશન કરાશે અને આસપાસમાં લાઈટિંગ, બેઠક વ્યવસ્થા, પ્લાન્ટેશન (ગ્રીનરી), વોક-વે વગેરે વિકસાવાસે.SS1MS
