શેરબજારમાં રોકાણ કરી નફો મેળવવા જતા સીએના સ્ટુડન્ટે રૂ.૮.૩૩ લાખ ગુમાવ્યા
અમદાવાદ, શેરબજારમાં રોકાણ કરીને વધુ નફો કમાવવાની લાલચમાં લોકો લાખો રૂપિયા ગુમાવતા હોય છે. ત્યારે જ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરતા વિદ્યાર્થીએ પણ વધુ નફો મેળવવાની લાલચમાં ૮.૩૩ લાખ રૂપિયા ગુમાવ્યા છે.
તેને પહેલા ૧૦ હજારનું રોકાણ કર્યું જેમાં તેને ૭૫૦ નફો મળ્યો હતો. જેને પગલે વિદ્યાર્થીએ ૮.૩૩ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જેમાં તેને ૨૭ લાખ રૂપિયા નફો ઓનલાઇન બતાવવામાં આવતો હતો.
દાણીલીમડા મદની એપાર્ટમેન્ટમાં રહેતો મોહમંદ ઝૈદ સલીમ મેમણ (૨૦) ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં સીએનો અભ્યાસ કરે છે. ઝૈદની ફરિયાદ મુજબ તેમને થોડા સમય પહેલા જ તેણે મોબાઇલ પર સોશિયલ મીડિયા પર શેરબજારના રોકાણની વિગતો આવી હતી.
જેના આધારે ઝૈદે થોડી તપાસ કરતાં જેમાં રોકાણની ટીપ્સ આવી હતી, તેમાં નફો થતો હતો. જેને પગલે ઝૈદે ઇન્વેસ્ટ કરવાની તૈયારી બતાવી હતી અને લીંક પર ક્લીક કરતાં તેને ચોક્કસ વોટસએપ ગ્રૂપમાં એડ કરવામાં આવ્યો હતો.
વોટસએપ ગ્રૂપમાં સંજીવસિંઘ વિર્ક બધાને ટીપ્સ આપતો હતો. વિર્કની એક લીંક પર ઝૈદ પોતાનું એકાઉન્ટ ખોલાવ્યું હતું. જેમાં ૧૦ હજાર રૂપિયાનું રોકાણ પણ કરાવ્યું હતું. જે રોકાણ પર ૩ દિવસમાં ૭૫૦ રૂપિયા નફો મળ્યો હતો અને ઝૈદના ઓનલાઇન એકાઉન્ટમાં ૧૦૭૫૦ રૂપિયા બતાવાતા હતા. જે વિડ્રો કરવા રિક્વેસ્ટ નાખતા જ તેના ખાતામાં રૂપિયા જમા થઇ ગયા હતા.
આ રીતે ઝૈદે જુદા જુદા સમયે જુદા જુદા શેરમાં ૮.૩૩ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. ત્યારે થોડા દિવસ બાદ તેના ઓનલાઇન રોકાણમાં ૨૭ લાખ રૂપિયા નફા સાથે દેખાતા હતા. ઝૈદે રૂપિયા ૨૭ લાખ વિડ્રો કરવાની રિક્વેસ્ટ કરી હતી. ત્યારે જ વિર્કનો ફોન બંધ થઇ ગયો હતો. વિર્કનો ફોન બંધ થઇ જતાં ઝૈદ આ બાબતે સાયબર હેલ્પ લાઇનમાં ફરિયાદ નોંધાવી છે.SS1MS
