Western Times News

Gujarati News

એકતરફી પ્રેમમાં પેટ્રોલ છાંટી મહિલા પ્રોફેસરને જીવતી સળગાવી

વર્ધા, મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાં પેટ્રોલ છાંટીને જીવતી સળગાવી દેનારી મહિલા પ્રોફેસરનું અંતે એક સપ્તાહ બાદ હાસ્પિટલમાં મોત થયું છે. ગત સપ્તાહે ૨૪ વર્ષની પીડિતાને એકતરફી પ્રેમ કરનારી સનકી આશિકે રસ્તા વચ્ચે જીવતી સળગાવી દીધી હતી. આ હુમલામાં પીડિતા ૪૦ ટકા દાઝી થઈ હતી. પીડિતાની હાલત બગડતાં બે દિવસ પહેલા જ વેન્ટિલેનટર પર શિફ્‌ટ કરવામાં આવી હતી. અનેક સર્જરી થવા છતાંય તેની હાલતમાં કોઈ સુધાર નહોતો આવ્યો. દીકરીના મોતથી ગુસ્સે ભરાયેલા પરિજનોએ આરોપીને તેમને હવાલે કરવા માંગ કરી છે. પીડિતાના પિતાએ કહ્યું કે તેમની દીકરીના હત્યારાને તેમને સોંપવામાં આવે, તેઓ જાતે તેને સજા આપશે.

મળતી જાણકારી મુજબ, આરોપી વિકેશ નગરાલેએ મહિલા પ્રોફસર પર તે સમયે હુમલો કર્યો હતો જ્યારે તે રાજ્ય પરિવહનની બસથી નીચે ઉતરી હતી. આરોપીએ તેના માથા અને ચહેરા પર પેટ્રોલ છાંટીને તેને આગ લગાવી દીધી અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો. આરોપી બાઇક લઈને આવ્યો હતો અને તેણે તેમાંથી જ પેટ્રોલ કાઢ્યું હતું. ઘટનાસ્થળ પર ઉપસ્થિત લોકોએ કોઈક રીતે આગ બૂઝાવવા અને મહિલા પ્રોફેસરને સારવાર માટે નજીકની હાસ્પિટલ પહોંચાડી હતી.

હિંગલઘાટના પોલીસ નિરીક્ષક સત્યવીર બંડીવારે કહ્યું કે, ડાક્ટરે સોમવાર સવારે ૬ઃ૫૫ વાગ્યે મહિલા પ્રોફેસરને મૃત જાહેર કરી દીધી. તેઓએ જણાવ્યું કે મહિલાના મોત બાદ કોઈ પણ અપ્રિય ઘટના રોકવા માટે હાસ્પિટલની આસપાસ સુરક્ષા વધારવામાં આવી છે. અનેક સ્થાનિક લોકો, મહિલાઓ અને કાલેજ સ્ટુડન્ટ્‌સે આરોપીને મોતની સજા આપવાની માંગ કરતાં વર્ધામાં ગત ગુરુવારે પ્રદર્શન કર્યું હતું. રાજ્ય સરકારે મામલામાં જાણીતા વકીલ ઉજ્જવલ નિકમને વિશેષ સરકારી વકીલ નિયુક્ત કર્યા છે.

એકતરફી પ્રેમમાં કર્યો જીવલેણ હુમલોપ્રારંભિક તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીએ એકતરફી પ્રેમના કારણે આ કંપાવી દેનારી ઘટનાને અંજામ આપ્યો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી અને પીડિતા પહેલા એક-બીજાના પરિચયમાં હતા, પરંતુ બંને વચ્ચેની મિત્રતા તૂટી ગઈ હતી. આ વાતથી નારાજ થઈને વિકેશે બદલો લેવા માટે મહિલા પ્રોફેસરને જવતી સળગાવવાનું કાવતરું ઘડ્‌યું હતું.પોલીસે આરોપી વિકેશની નજીકના ગામથી ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો. કોર્ટે આરોપીને ૮ ફેબ્રુઆરી સુધી રિમાન્ડ પર પોલીસને સોંપ્યો હતો. એક ખાનગી ફર્મમાં કામ કરનારો આરોપી વિશે પોલીસને જાણવા મળ્યું છે કે તેના લગ્ન થઈ ગયા છે અને તેની એક સાત મહિનાનું સંતાન પણ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.