‘લાલો’એ બોક્સ ઓફિસ ગજાવી, છઠ્ઠા વીકે સૌથી વધુ કમાણી કરી
મુંબઈ, ‘લાલોઃ કૃષ્ણ સદા સહાયતે’ ફિલ્મે છઠ્ઠા રવિવારે ૭.૨૫ કરોડની કમાણી કરી છે અને વીકેન્ડ દરમિયાન ૧૫.૨૫ કરોડની કમાણી કરી છે. સામાન્ય રીતે કોઈ પણ ફિલ્મ છઠ્ઠા અઠવાડિયે પહોંચતા તેની ગતિ નોંધપાત્ર રીતે ઘટી જતી હોય છે, ત્યારે આ ફિલ્મની આવકમાં ગયા અઠવાડિયા કરતા માત્ર ૧૫ ટકાનો ઘટાડો નોંધાયો છે, જે કોઈ પણ ગુજરાતી ફિલ્મ માટે એક ખુબ મહત્વની સિદ્ધિ ગણાય છે. આ કમાણી સાથે ‘લાલો’ માત્ર ‘કંતારા’, ‘બાહુબલી ૨’ અને ‘પુષ્પા ૨’ તેમજ ‘છાવા’થી પાછળ રહી છે.
ગુજરાતી સિનેમાને આ યાદીમાં પહોંચાડનારી આ પહેલી ફિલ્મ બની છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં કુલ ૬૪ કરોડની કમાણી કરી છે. ‘ચાલ જીવી લઇએ’ પછી આ ફિલ્મ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.
ત્યારે ફિલ્મ રસિરો હાલ આ ફિલ્મ ૧૦૦ કરોડ સુધી પહોંચી શકે એવી આશા સેવી રહ્યા છે. ગુજરાતી ફિલ્મની અત્યાર સુધીમાં એવી સ્થિતિ હતી કે અત્યાર સુધીમાં સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી મળીને સમગ્ર વર્ષ દરિમિયાન પણ ૧૦૦ કરોડની કમાણી કરી શકી નથી અને હવે માત્ર એક ફિલ્મ આ લક્ષ્ય પાર કરવા આગળ વધી રહી છે.SS1MS
