રાશા થડાની મહેશ બાબુના ભત્રીજા સાથે તેલુગૂ ફિલ્મમાં ડેબ્યૂ કરશે
મુંબઈ, મહેશ બાબુનો ભત્રીજો અને પૂર્વ સુપરસ્ટાર ક્રિશ્નાનો પૌત્ર જય ક્રિશ્ના ઘટ્ટનેની તેલુગુ સિનેમામાં ડેબ્યુ કરવા જઇ રહ્યો છે. હાલ આ ફિલ્મને એબી૪ નામ આપવામાં આવ્યું છે, કારણ કે આ ફિલ્મ અજય ભુરતિ દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે. તેમના દ્વારા ઓફિશીયલની જાહેર કરવામાં આવ્યું છે કે રવિના ટંડનની દિકરી રાશા થડાની પણ લીડ રોલમાં જોવા મળશે.
રાશા થડાની આ ફિલ્મથી તેલુગુ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી રહી છે.ડિરેક્ટર દ્વારા એક્સ પર કરાયેલી જાહેરાત મુજબ, “ગોર્જિયસ અને ટેલેન્ટેડ રાશા થડાની માટે જગ્યા કરો..એબી૪માં તેનો મોટા પડદે જાદુ અને પર્ફાેર્મન્સ જોવા તૈયાર થઈ જાઓ.”આ એક પહાડી વિસ્તારોમાં આકાર લેતી રોમેન્ટિક ફિલ્મ હશે. આ ફિલ્મના કેન્દ્રમાં લાગણીસબર વાર્તા અને લાગણીઓ સાથેનો સંઘર્ષ હશે.
તેમાં હિરોઇનને પણ ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. અજય ભુપતિ દ્વારા ડિરેક્ટ થનારી આ ચોથી ફિલ્મ હશે, આ પહેલાં તેમણે આરએક્સ૧૦૦, મહા સમુદ્રમ અને મંગલવારમ જેવી ફિલ્મ બનાવી છે.આ ફિલ્મમાં પૂર્વ કલાકાર રમેશ બાબુનો દિકરો જય ક્રિશ્મા ઘટ્ટમનેની લીડ રોલમાં હશે, ફિલ્મ પી. કિરણ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવશે.
આ મહિનાના અંતે ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. રાશા થડાનીએ છેલ્લે અભિષેક કપૂરની ફિલ્મ આઝાદમાં કામ કર્યું હતું, તેમાં અજય દેવગન અને ડાયના પેન્ટી પણ હતાં. રાશાએ આ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. હાલ રાશા તેની બીજી ફિલ્મ લૈકે લૈકામાં અભય વર્મા સાથે કામ કરી રહી છે.SS1MS
