Western Times News

Gujarati News

‘ધ ઘોસ્ટ’ ના નામથી ‘સાયબર સ્લેવરી’ રેકેટ ચલાવનાર મુખ્ય સૂત્રધાર નીલ પુરોહિતની ધરપકડ

*રાજ્યના નાગરિકોને સાયબર સુરક્ષિત રાખવા માટે રૂ.૫૦૦ કરોડના ખર્ચે તૈયાર કરાયેલું સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ ઐતિહાસિક કાર્યવાહી કરી રહ્યું છે*

બંધક બનાવેલા નાગરિકોને મ્યાનમારના KK પાર્ક જેવા ચાઇનીઝ હબમાં લઈ જઈ ફિશિંગ, ક્રિપ્ટો સ્કેમ, પોન્ઝી સ્કીમ, અને ડેટિંગ એપ દ્વારા છેતરપિંડી જેવા સાયબર ગુનાઓ કરવા માટે બળજબરી કરવામાં આવતી હતી.

આરોપી નીલ પુરોહિત આ સમગ્ર આંતરરાષ્ટ્રીય નેટવર્ક માટે ભરતીટ્રાફિકિંગ રૂટ્સનાણાકીય વ્યવસ્થા અને ક્રોસ-બોર્ડર કનેક્શન અંગે સંચાલન અને નિયંત્રણ કરતો હતો: ૧૪ દિવસના રિમાન્ડ પર

‘સાયબર સ્લેવરી’ ના મુખ્ય સૂત્રધાર નીલ પુરોહિતના બે મુખ્ય સાથીદાર સબ-એજન્ટ હિતેશ સોમૈયા અને સોનલ ફળદુની પણ ધરપકડ કરવામાં આવી હતી.

Ahmedabad, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશો અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રૂ. ૫૦૦ કરોડના ખર્ચે અધ્યતન ટેક્નોલોજી અને મહત્તમ સ્ટાફ સાથે તૈયાર થઈ રહેલા સાયબર સેન્ટર ફોર એક્સેલન્સ (Cyber Centre of Excellence) દ્વારા આજે વધુ એક મોટી સફળતા મેળવવામાં આવી છે. સાયબર સેન્ટર ફોર એક્સેલન્સ એ મ્યાનમારના KK પાર્ક અને કમ્બોડિયા ખાતે ચાઇનીઝ સાયબર માફિયા દ્વારા સંચાલિત સાયબર સ્લેવરી‘ (Cyber Slavery) સ્કેમ સેન્ટરો માટે ભારતીય યુવાનોને સપ્લાય કરતા મુખ્ય સૂત્રધાર-એજન્ટ નીલેશ પુરોહિત ઉર્ફે નીલને ઝડપી પાડ્યો છે.

સાયબર ક્રાઇમના વધતા ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવાના સીઆઈડી ક્રાઈમ પોલીસ મહાનિદેશક શ્રી ડો. કે.એલ.એન. રાવ અને નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી પરીક્ષિતા રાઠોડના આદેશોને પગલેપોલીસ અધિક્ષકશ્રી ડૉ. રાજદીપસિંહ ઝાલાસંજય કેશવાલાઅને વિવેક ભેડાના સુપરવિઝન હેઠળ આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.

સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે ટેકનિકલ એનાલિસિસ દ્વારા ઘોસ્ટ‘ (Ghost) તરીકે કામ કરતા અને મલેશિયા ભાગી જવાની ફિરાકમાં રહેલા નીલ પુરોહિતને ગાંધીનગર ખાતેથી ઝડપી પાડ્યો હતો. તેના બે મુખ્ય સાથીદાર સબ-એજન્ટ હિતેશ સોમૈયા અને સોનલ ફળદુની પણ ધરપકડ કરવામાં આવી હતી. આજે નીલ પુરોહિતના ૧૪ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. અને આ રેકેટના વધુ બે આરોપીઓ ભાવદીપ જાડેજા અને હરદીપ જાડેજાની પણ ધરપકડ કરવામાં આવી છે.

  • 👤 મુખ્ય આરોપીનું નેટવર્ક: નિલેશ પુરોહિત અત્યંત સુવ્યવસ્થિત આંતરરાષ્ટ્રીય સાયબર-સ્લેવરી નેટવર્ક ચલાવતો હતો, જે ૧૨૬થી વધુ સબ-એજન્ટો અને ૩૦થી વધુ પાકિસ્તાની એજન્ટોના સંપર્કમાં હતો.

  • 🇨🇳 વિદેશી જોડાણ: આરોપી ૧૦૦થી વધુ ચાઇનીઝ અને વિદેશી કંપનીઓના HR નેટવર્ક સાથે સીધો સંકળાયેલો હતો, જે સાયબર-ફ્રોડ સ્કેમ કેમ્પમાં માણસો સપ્લાય કરતા હતા.

  • 🌎 મોટી સંખ્યામાં માનવ તસ્કરી: આરોપીએ ભારત, પાકિસ્તાન, નેપાળ, નાઇજીરીયા, ઇજિપ્ત સહિત ૧૧ દેશોના ૫૦૦થી વધુ નાગરિકોને દુબઈ મારફતે મ્યાનમાર, કમ્બોડિયા, વિયેતનામ અને થાઈલેન્ડ ખાતે સાયબર સ્લેવરી માટે મોકલ્યા હતા.

  • 💻 મોડસ ઓપરેન્ડી: આરોપી સોશિયલ મીડિયા (ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક) પર ઊંચા પગારની ડેટા એન્ટ્રી જોબ્સ ની લાલચ આપીને નાગરિકોને ફસાવતો અને તેમના પાસપોર્ટ જપ્ત કરી બંધક બનાવતો હતો.

  • ⛓️ સાયબર ગુનાઓ માટે બળજબરી: બંધક બનાવેલા નાગરિકોને મ્યાનમારના KK પાર્ક જેવા ચાઇનીઝ હબમાં લઈ જઈ ફિશિંગ, ક્રિપ્ટો સ્કેમ, પોન્ઝી સ્કીમ, અને ડેટિંગ એપ દ્વારા છેતરપિંડી જેવા સાયબર ગુનાઓ કરવા માટે બળજબરી કરવામાં આવતી હતી.

  • 💰 કમિશન અને નાણાકીય વ્યવહાર: આરોપી વ્યક્તિ દીઠ આશરે $૨,૦૦૦ થી $૪,૫૦૦ (રૂ. ૧.૬ લાખથી રૂ. ૩.૭ લાખ) કમિશન મેળવતો હતો અને નાણાકીય વ્યવહારો છુપાવવા માટે મ્યુલ એકાઉન્ટ્સ તથા પાંચથી વધુ ક્રિપ્ટો વૉલેટ્સ નો ઉપયોગ કરતો હતો.

  • 🇮🇳 ભારત સરકારનું ઓપરેશન: છેલ્લા ત્રણ વર્ષમાં ભારત સરકારે થાઈલેન્ડ અને મ્યાનમાર સરકારના સહયોગથી ઓપરેશનો હાથ ધરીને આશરે ૪,૦૦૦ ભારતીય નાગરિકોને મુક્ત કરાવી વિશેષ ફ્લાઇટ દ્વારા ભારત પરત લાવ્યા છે, જેના નિવેદનોમાં પુરોહિતનું નામ બહાર આવ્યું હતું.

*આંતરરાષ્ટ્રીય સ્તરનું નેટવર્ક*

તપાસમાં બહાર આવ્યું છે કે નિલેશ પુરોહિત એક અત્યંત સુવ્યવસ્થિત આંતરરાષ્ટ્રીય સાયબર-સ્લેવરી નેટવર્ક ચલાવતો હતો. તે ૧૨૬થી વધુ સબ-એજન્ટોનું સંચાલન કરતો હતો. એટલું જ નહીંઆરોપી ૩૦થી વધુ પાકિસ્તાની એજન્ટોના સંપર્કમાં હતો અને ૧૦૦થી વધુ ચાઈનીઝ તથા વિદેશી કંપનીઓના HR નેટવર્ક સાથે સીધો કનેક્શન ધરાવતો હતોજે સાયબર-ફ્રોડ સ્કેમ કેમ્પમાં માણસો સપ્લાય કરતા હતા.

આરોપી અન્ય ૧૦૦૦થી વધારે નાગરિકોને સાયબર સ્લેવરી માટે ઉપરોક્ત દેશોમાં મોકલવા માટે ડીલ કરી ચૂક્યો હોવાનું તપાસમાં ધ્યાને આવ્યું છે. જેમાંથી ઓપરેશન પાર પાડયાના આગળના દિવસે જ આરોપીએ એક પંજાબના નાગરીકને કમ્બોડિયા મોકલ્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ આરોપી દુબઈલાઓસથાયલેન્ડમ્યાનમાર તથા ઇરાનનો પ્રવાસ કર્યો હોવાનું પણ તપાસમાં જણાઈ આવ્યું છે.

આરોપીએ દક્ષિણ પુર્વ એશિયાઇ દેશોની ટીકીટ બુક કરાવી ભારતશ્રીલંકાફિલિપાઇન્સપાકિસ્તાનબાંગ્લાદેશનેપાળનાઈજીરિયાઇજિપ્તકેમેરૂનબેનિન અને ટ્યુનિશિયા જેવા દેશોના ૫૦૦થી વધુ નાગરિકોને સીધા અથવા દુબઈ મારફતે મ્યાનમારકમ્બોડિયાવિયેતનામ અને થાઈલેન્ડ ખાતે સાયબર સ્લેવરી માટે મોકલ્યા હતા. આરોપી નિલેશ પુરોહિત આ સમગ્ર આંતરરાષ્ટ્રીય નેટવર્ક માટે ભરતીટ્રાફિકિંગ રૂટ્સનાણાકીય વ્યવસ્થા અને ક્રોસ-બોર્ડર કનેક્શન અંગે સંચાલન અને નિયંત્રણ કરતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

આ ભેજાબાજની મોડસ ઓપરેન્ડી પણ ગજબની હતી. આરોપી ટેલિગ્રામઇન્સ્ટાગ્રામફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિદેશમાં ઊંચા પગારની ડેટા એન્ટ્રી જોબ્સની લાલચ આપી નાગરિકોને ફસાવતો હતો. ભોગ બનનારના પાસપોર્ટ જપ્ત કરી તેમને બંધક બનાવવામાં આવતા. ત્યારબાદતેમને ગેરકાયદેસર રીતે મોઇ નદી મારફતે સરહદ પાર કરાવી મ્યાનમારના KK પાર્કમ્યાવાડી ટાઉનશિપ જેવા ચાઇનીઝ હબમાં લઈ જઈ ફિશિંગક્રિપ્ટો સ્કેમપોન્ઝી સ્કીમઅને ડેટિંગ એપ દ્વારા છેતરપિંડી જેવા સાયબર ગુનાઓ કરવા માટે બળજબરી કરવામાં આવતી હતી. સહકાર ન આપનારને શારીરિક અને માનસિક હેરાનગતિ કરવામાં આવતી હતી.

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી નીલ પુરોહિત વ્યક્તિ દીઠ આશરે $૨૦૦૦ થી $૪૫૦૦ (રૂ. ૧.૬ લાખથી રૂ. ૩.૭ લાખ) કમિશન મેળવતો હતોજેમાંથી સબ-એજન્ટોને ૩૦ થી ૪૦ ટકા આપતો હતો. આ સમગ્ર રેકેટમાં નાણાકીય વ્યવહારોને છુપાવવા માટે મ્યુલ એકાઉન્ટ્સ અને પાંચથી વધુ ક્રિપ્ટો વૉલેટ્સ મારફતે કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થતા હતા.

ભારત સરકાર દ્વારા થાઈલેન્ડ અને મ્યાનમાર સરકારના સહયોગથી સેનાની મદદથી ઓપરેશનો હાથ ધરવામાં આવ્યા હતાજેમાં છેલ્લા ત્રણ વર્ષમાં આશરે ૪૦૦૦ ભારતીય નાગરિકોને મુક્ત કરાવી સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા ભારત પરત લાવવામાં આવ્યા છે. આ પૈકી મોટા ભાગના ભોગ બનનારાઓએ તેમના નિવેદનોમાં એજન્ટ તરીકે નીલ પુરોહિતનું નામ આપ્યું હતુંજે આ ધરપકડમાં મુખ્ય કડી સાબિત થયું છે.

સાયબર સેન્ટર ઑફ એક્સલન્સે આંતરરાષ્ટ્રીય સ્કેમ સિન્ડિકેટ સાથે મળીને આચરવામાં આવેલા માનવ તસ્કરી અને સાયબર ક્રાઇમના ગંભીર ગુનાનો પર્દાફાશ કરી એક મોટું નેટવર્ક તોડ્યું છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ સાયબર સેન્ટર ઑફ એક્સલન્સની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.