અથાગ પરિશ્રમ કરીને મોડી રાત સુધી જજમેન્ટનું રીસર્ચ કરતા અથાગ પરિશ્રમ કર્યા પછી સફળતા મળીઃ ન્યાયમૂર્તિ શ્રી વિપુલભાઈ પંચોલી
ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ વિપુલભાઈ પંચોલી અને ન્યાયમૂર્તિ નિલયભાઈ અંજારીયાનું ગુજરાતની ગરિમાનું સન્માન કર્યુ ! જયારે સન્માનના પ્રત્યુત્તર દ્વારા ન્યાયમૂર્તિશ્રીઓએ ન્યાયિક મૂલ્યો અને સિધ્ધાંતોની ગરિમાનું સન્માન કર્યુ !
ડાબી બાજુની તસ્વીર સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ શ્રી વિપુલભાઈ પંચોલીની છે ! તેઓએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, “દેશનું બંધારણ એ દેશનો સર્વાેચ્ચ કાયદો છે અને ન્યાયાધીશોનું કાર્ય છે કાયદાનું શાસન પ્રસ્થાપિત કરવાનું”!
ન્યાયમૂર્તિશ્રી તરીકેના ઉત્તરદાયિત્વની વાત દોહરાવ્યા બાદ ન્યાયમૂર્તિ શ્રી વિપુલભાઈ પંચોલીએ પોતાના જીવનમાં સંઘર્ષ કરતા, કરતા આટલા મહાન અને શ્રેષ્ઠ હોદ્દા ઉપર કઈ રીતે પહોંચ્યા એ મર્મસ્પર્શીય રીતે જણાવ્યું હતું કે, આપણે જીવનમાં ધારીએ છીએ એવું સરળતાથી મળતું નથી ! ન્યાયમૂર્તિ શ્રી પંચોલીએ જણાવેલું કે, “પોતે એન્જીનીયર બનવા માંગતા હતાં અને સંજોગોને લઈને ૫૪ ટકા આવતા બી.એસ.સી. કર્યુ !
સરકારી વકીલ તરીકે ૨૦૦ ના બોર્ડમાં પોતે મેટરો ચલાવતા હતાં અને પછી પ્રાઈવેટ પ્રેકટીસમાં પણ અથાગ પરિશ્રમ કરીને કયારેક સિનીયરો સાથે બેસીને મોડી રાત સુધી જજમેન્ટનું રીસર્ચ કરતા આવા અથાગ પરિશ્રમ કર્યા પછી જીવનમાં સફળતા મળી છે”! ન્યાયમૂર્તિ શ્રી વિપુલભાઈ પંચોલીએ જીંદગીને પરિશ્રમ, ત્યાગ અને નસીબ વચ્ચેનો સેતુ છે !
તે સમજાવતા કહ્યું હતું કે, “મહેનત કરો પણ કયારેક એવું થાય કે પતંગ ચગાવવો છે પણ પવન જ નથી તો પણ પતંગ ચગાવવાનો છે જ તો પ્રયત્ન ચાલુ રાખવો પડે ! કયારેક પવન આવી જાય ને પતંગ ચગી જાય ! જીવનમાં ભગવાન કાંઈ સારૂ કરે છે ત્યારે અચાનક તમને પણ કોઈનો સાથ મળી જશે ને જીવનમાં સફળતા મળે છે”! ન્યાયમૂર્તિ શ્રી વિપુલભાઈ પંચાલીએ અંતમાં કહ્યું હતું કે, “તેમના સંઘર્ષમય જીવનમાં તેમના પત્ની જાગૃતિબેન પંચોલીની મહત્વપૂર્ણ ભૂમિકાને યાદ કરી અને કહ્યું હતું કે, આજે હું તમારી સામે સ્ટેજ ઉપર છું આવતી કાલે તમારામાંથી કોઈ આવશે પણ જીવનમાં મહેનત કરવાનું છોડશો નહીં, તેનું પરિણામ ચોકકસ મળશે જ”!!
વચ્ચેની તસ્વીર ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ સુશ્રી નીશાબેન ઠાકોર, જસ્ટીસ સુશ્રી ગીતાબેન ગોપી, મહિલા ન્યાયમૂર્તિશ્રીઓ સંગીતાબેન વિશેન તથા એમ. કે. ઠાકર તથા જસ્ટીસ શ્રી અલ્પેશભાઈ કોગ્જે સહિત મોટી સંખ્યામાં ન્યાયમૂર્તિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં ! તેમજ જાગૃતિબેન વિપુલભાઈ પંચોલી પણ ઉપસ્થિત રહ્યા હતાં ! જમણી બાજુની તસ્વીર સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ શ્રી નિલયભાઈ અંજારીયાની છે !
તેઓ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે, “ગુજરાત છોડયું નથી, ગુજરાત છોડીશું નહીં અને તમને છોડયા નથી” કોર્ટ બહાર સન્માનની વાત આવી તો શ્રી જે. જે. પટેલને તરત હા પાડી દીધી ! કારણ કે આ કોર્ટ બહાર સન્માન થવાનું હતું ! ન્યાયમૂર્તિ શ્રી અંજારીયાએ ન્યાય પ્રક્રીયામાં આવતા થયા છે ! નૈતિકતાનો અભાવ છે અને સૈધ્ધાંતિક મૂલ્યોની અવહેલના જોવાય છે તે અંગે તેમણે ઉંડી ચિંતા અભિવ્યક્ત કરી હતી !
ન્યાયમૂર્તિ શ્રી એન. વી. અંજારીયાએ અંતમાં અત્યંત સૂચક સંદેશો સમગ્ર વકીલ આલમને પાઠવતા જણાવ્યું હતું કે, “તમારી અંગત વિચાર ધારા ગમે તે હોય તેને તમારા પર સવાર ન થવા દો ! આઝાદી વખતે રાષ્ટ્રીય આયોજનમાં સ્વાતંત્ર્યનું મુખ્ય લક્ષ્ય હતું” !
એ અત્રે નોંધનીય છે ! કારણ કે દેશમાં બંધારણીય મૂલ્યો, લોકશાહી સિધ્ધાંતો અને માનવતા વાદ આજે જાહેર જીવનમાંથી નષ્ટ થઈ રહ્યું છે ! ત્યારે વકીલો સમાજની ધરોહર છે તેઓ આત્મમંથન અને આત્મચિંતન વગર શોર્ટકટ રસ્તો અપનાવીને મૂલ્યાંકન કરતા નથી ! પરિણામે દેશમાં લોકશાહી મૂલ્યો સામે અનેક પડકારોનું સાચું નિરાકરણ છે પોતાની અંગત ભ્રમિત વિચારધારા છોડી સમગ્ર દેશની ચિંતા કરવી જોઈએ ! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા )
ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ અલ્પેશભઈ કોગ્જે, જસ્ટીસ શ્રીમતી સંગીતાબેન કે. વિશેન, જસ્ટીસ શ્રીમતી નીશાબેન ઠાકોર, જસ્ટીસ ગીતાબેન ગોપી તથા
જસ્ટીસ સુશ્રી એમ. કે. ઠાકર સહિત મોટી સંખ્યામાં ન્યાયમૂર્તિશ્રીઓની ઉપસ્થિતિ નોંધનીય હતી !!
બ્રિટીશ મહિલા વડાપ્રધાન શ્રી માર્ગિરટ થેચરે કહ્યું છે કે, “જીંદગીની લડાઈ જીતવા માટે તમારે એક કરતા વધુ વખત લડવા પણ ઉતરવું પડે”!! જયારે પંડિત જવાહરલાલ નહેરૂએ કહ્યું છે કે, “નિષ્ફળતા ત્યારે જ મળે જયારે આપણે આપણાં આદર્શાે, હેતુઓ અને સિધ્ધાંતોને ભુલી જઈએ “!!
સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ શ્રી વિપુલભાઈ પંચાલી તથા ન્યાયમૂર્તિ શ્રી નિલયભાઈ વી. અંજારીયાએ જીવનમાં ભગીરથ, કર્મશીલતા સાથે પ્રગતિના શિખરો, સોપાન કરતા તેમના જીવનની પ્રેરણાદાયી સફળતાનું સન્માન કરી ! જુનીયર્સ વકીલોને પ્રોત્સાહિત કરવા ગુજરાત બાર કાઉÂન્સલના પ્રમુખ શ્રી જે. જે. પટેલ બાર કાઉÂન્સલના નેતૃત્વ હેઠળ એક સુંદર અભિવાદન સમારોહનું આયોજન કર્યું હતું !
આ સૂચક આયોજનનો ભાવનાત્મક, દુરંદેશી અને સૈધ્ધાંતિક આદર્શ પ્રત્યુત્તર બન્ને ન્યાયમૂર્તિશ્રીઓએ સમગ્ર વકીલ આલમને પાઠવીને પોતાનું ઉત્તરદાયિત્વ અદ્દભૂત રીતે નિભાવ્યું હતું ! બંધારણીય આદર્શાેનું સન્માન જાળવવું એ “ન્યાયધર્મ” છે ! કાયદાનું શાસન જાળવવું એ “કર્તવ્ય ધર્મ” છે ! તેમજ તેને અનુસરવા સમગ્ર વકીલ આલમને ભાવનાત્મક સૂચન કર્યું હતું ! આ અંગે કેટલા સમજયા હશે એ તો દરેક વકીલોનો આત્મા જાણે !
આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.
