ગુજરાત બાર કાઉન્સિલના ગૌરવવંતા સંસ્કારને સુરક્ષિત કરીને આગળ વધારવાનું કામ કરીએ છીએઃ જે. જે. પટેલ
ગુજરાત બાર કાઉન્સિલ આયોજીત સન્માન સમારોહમાં મોટી સંખ્યામાં વકીલોએ ઉપસ્થિત રહી જે. જે. પટેલને સમર્થન કર્યુ !!-સુપ્રિમ કોર્ટના જસ્ટીસ વિપુલભાઈ પંચોલી અને જસ્ટીસ નિલયભાઈ અંજારીયાનું સન્માન !
Ahmedabad, તસ્વીર ડાબી બાજુથી ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન શ્રી જે. જે. પટેલની છે ! તેઓએ પ્રાસંગિક પ્રવચન આપતા કહ્યું હતું કે, ગુજરાતના ન્યાયતંત્રમાં લાંબી સેવા આપી સોમનાથ દાદાના આર્શિવાદ સાથે આપણી પવિત્ર ફરજ સમગ્ર ગુજરાતના વકીલ આલમના ગૌરવ સમા વિદ્વાન ન્યાયમૂર્તિશ્રીઓનું સન્માન કરવું જોઈએ !
શ્રી જે. જે. પટેલે ગુજરાત બાર કાઉન્સિલના જી.એલ.એસ.ના એડિટર તરીકે સેવા આપનાર ન્યાયમૂર્તિ શ્રી વિપુલભાઈ પંચોલી, ન્યાયમૂર્તિ શ્રી નિલયભાઈ અંજારીયા અને જસ્ટીસ શ્રી જે. બી. પારડીવાલા જી.એલ.એસ.સના સુધારા સૂચવ્યા તેને માર્ગદર્શન સ્વરૂપે સ્વીકારી લઈ મહત્વપૂર્ણ વારસો જાળવ્યો છે !
આ તબકકે શ્રી જે. જે. પટેલે ભૂતપૂર્વ સુવિખ્યાત સભ્યો શ્રી ગીરીરાજ દેસાઈ, શ્રી જે. એમ. ઠાકોર, શ્રી જી. ડી. ભદ્ર, શ્રી યોગેશભાઈ લાખાણી, શ્રી કે. જે. શેઠના જેવા પીઢ, અનુભવીને યાદ કરીને ઉમેર્યુ હતું કે, ગુજરાત બાર કાઉન્સિલને સંસ્કાર મળ્યા, ભાથુ મળ્યું ને સુરક્ષિત કરવાનું કામ મારી બાર કાઉÂન્સલે કર્યુ છે ! આજે કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોમાં બાર અને બેન્ચ સાથેના શ્રી તુષારભાઈ મહેતા તથા શ્રી એસ. વી. રાજુ સાહેબે પણ ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે !
શ્રી જે. જે. પટેલે આઝાદીના એ દિવસોને યાદ કરતા કહ્યું કે, “આજનું નવું સૂત્ર છે વકીલ ભી કોઈ કમ નહીં”! કારણ કે આઝાદી અપાવનારા બે વકીલો હતાં જેમાં એક પોરબંદરના અને બીજા કરમસદના ! શ્રી જે. જે. પટેલે એવી ઉમદા આપેક્ષા અભિવ્યક્ત કરી હતી કે જસ્ટીસ શ્રી વિપુલભાઈ પંચોલી અને જસ્ટીસ શ્રી નિલયભાઈ અંજારીયા બન્ને દેશને લેન્ડમાર્ક જજમેન્ટ દ્વારા પોતાનું નામ દેશ ભરમાં ગુંજતું કરે એ દાદાની શુભેચ્છા છે !
બીજી તસ્વીર ગુજરાતભરમાંથી આવેલા વિદ્વાન ધારાશાસ્ત્રીશ્રીઓની છે ! અને ગુજરાતના આટલી મોટી સંખ્યામાં વકીલોએ ઉપસ્થિત રહી ચેરમેન શ્રી જે. જે. પટેલને ભાવનાત્મક સહકાર આપ્યો હતો અનો અભિવાદન સમારોહ કાર્યક્રમમાં જોડાયા હતાં તેની આ બોલતી તસ્વીર છે ! ગુજરાત હાઈકોર્ટના જાણીતા એડવોકેટ શ્રી ભુનેશભાઈ રૂપેરા, ફોજદારી બાર શ્રી ઈશ્વરભાઈ દેસાઈ, સીટી સીવીલ અને સેસન્સ કોર્ટના શ્રી ભાસ્કરભાઈ ભટ્ટ,
ફોજદારી બારના શ્રીમતી હીનાબેન નદીવાલા, ગુજરાતના નોટરી એસોસીએશનના અગ્રણી શ્રી ઓમપ્રકાશ સાંખલા, ગુજરાત બાર કાઉન્સિલના સીનીયર સભ્ય શ્રી પરેશભાઈ જાની, શ્રી પરેશભાઈ વાઘેલા, બાર કાઉન્સિલના ફાઈનાન્સ કમિટીના ચેરમેન શ્રી અનિલભાઈ કેલ્લા, બાર કાઉન્સિલના સભ્ય શ્રી ભરતભાઈ ભગત, બાર કાઉન્સિલના સભ્ય શ્રી દીપેનભાઈ દવે, શ્રી હર્ષદભાઈ કામદાર સહિત સમગ્ર બાર કાઉન્સિલની ટીમે સક્રીયતાથી ભાગ લીધો હતો !!! જયારે કાર્યક્રમનું સંચાલન એડવોકેટ અભિજીત જોષીએ કર્યુ હતું ! ( તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા )
અમેરિકાના પ્રમુખ વિડ્રો વિલ્સન કહે છે કે, “માણસ પોતે ધારતો હોય એનાથી વધુ મોટો કયારેય નથી હોતો એને અનુસરનારાઓ કેટલા છે, એના પરથી એની મોટાઈનું માપ નીકળે છે !! માનવી એટલે તેણે શું કર્યુ છે અને શું કરી શકે છે તેનો સરવાળો”!! ગુજરાત બાર કાઉન્સિલમાં ચેરમેન તરીકે સુદિર્ઘ સેવા આપનાર શ્રી જે. જે. પટેલ પોતાના કાર્યકાળમાં કર્મશીલતાના અનેક ઈતિહાસોનું સર્જન કર્યુ છે !
અને અનેક નવી કેડીઓ કંડારી છે ! મરણોત્તર સહાય વધારી છે ! પાંચ લાખ રૂપિયા કરી છે ! કોરોનાના સમયે ૮ કરોડની માતબર સહાય વકીલોને કરી છે ત્યારે આવી સર્વગ્રાહી નિતિ દ્વારા પોતાની વહીવટીય ક્ષમતા ઉજાગર કરનારા ચેરમેન શ્રી જે. જે. પટેલના નેતૃત્વ હેઠળ બે વિદ્વાન અને ઉમદા ન્યાયાધીશોને સન્માનવાનો કાર્યક્રમ ગુજરાત હાઈકોર્ટના ઓડીટોરીયમમાં યોજાઈ ગયો.
