Western Times News

Gujarati News

ઢાકામાં આંતરિક હિંસાને પગલે ભારતીય તીરંદાજો એરપોર્ટ પર દસ કલાક ફસાયા

કોલકાતા, બાંગ્લાદેશના ઢાકામાં યોજાયેલી એશિયન તીરંદાજી (આર્ચરી) ચેમ્પિયનશિપમાં ભાગ લેવા ગયેલા ભારતના તીરંદાજો આ ઇવેન્ટ બાદ વતન પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને ગંભીર સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. તાજેતરમાં ઢાકામાં થયેલી હિંસાને પગલે ભારતીય તીરંદાજોને લગભગ દસ કલાક સુધી એરપોર્ટ પર જ ફસાયેલા રહેવું પડ્યું હતું.

આ ઉપરાંત બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં કોઇ પણ સુરક્ષા વિના તેમને સ્થાનિક બસમાં બેસાડી દેવામાં આવ્યા હતા. આટલું ઓછું હોય તેમ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન તીરંદાજોને સાવ નીચલા સ્તરની એક હોટેલમાં રોકાવાની ફરજ પડી હતી.

ભારતના ૨૩ તીરંદાજોની ટીમના ૧૧ સદસ્ય ફ્લાઈટ ઉપડવામાં થઇ રહેલા વારંવારના વિલંબથી પરેશાન હતા તેમાં બે ટિનએજર એથ્લેટ પણ સામેલ હતા. જે એરલાઇન્સની ટિકિટ બુક કરવામાં આવી હતી તેના તરફથી પણ કોઇ વ્યવસ્થિત જવાબ આપવામાં આવતો ન હતો.

દિલ્હી માટેની ફ્લાઇટ પકડવા તીરંદાજો રાત્રે સાડા નવ કલાકે ઢાકા ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોંચી ગયા હતા. ફ્લાઇટમાં બો‹ડગ થયા બાદ તેમને જાણ કરવામાં આવી હતી કે વિમાનમાં ટેન્કિકલ સમસ્યા થઇ હોવાને કારણે હાલ વિમાન ઉડી શકે તેવી સ્થિતિમાં નથી.

રાત્રે કોઇ વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી ન હતી અને ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે તેવી જાહેરાત કરાયા બાદ ટીમ એરપોર્ટની બહાર આવી ગઈ હતી. આ સંજોગોમાં ટીમ એરપોર્ટની બહાર નીકળતા જ તેમની મુશ્કેલીઓમાં વધારો થયો હતો.

ખેલાડીઓને ખુલ્લી (બારી વિનાની) સ્થાનિક બસમાં બેસાડી દેવામાં આવ્યા હતા અને લગભગ અડધો કલાકનું ટ્રાવેલિંગ કર્યા બાદ તેમને એક નીચલા સ્તરની ધર્મશાળા કહી શકાય તેવી હોટેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.

ભારતની તિરંદાજોની આ ટીમમાં સાત મહિલા ખેલાડીઓ પણ હતી. તમામ મહિલા ખેલાડીઓને એક જ રૂમમાં રાખવામાં આવી હતી. બીજા દિવસે સવારે ૧૧.૦૦ કલાકે તેમને એરપોર્ટ રવાના કરાયા બાદ ફ્લાઇટમાં બેસાડવામાં આવ્યા હતા અને તેઓ ભારત પરત ફર્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.