Western Times News

Gujarati News

ત્રાસવાદ સામે ઝીરો ટોલરન્સની આવશ્યકતાઃ વિદેશ મંત્રી જયશંકર

મોસ્કો, આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ પ્રત્યે વિશ્વના દેશોને ઝીરો ટોલેરન્સની હાંકલ કરતાં ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું કે ત્રાસવાસને ક્યારેય ન્યાયી ઠેરવી શકાય નહીં, તેના તરફથી નજર પણ ફેરવી શકાય નહીં અથવા ઢાંકપિછોડો કરી શકાય નહીં.

મોસ્કોમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન કાઉન્સિલ ઓફ હેડ્‌સ ઓફ ગવર્નમેન્ટ મીટિંગમાં પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે ભારતે દર્શાવ્યું છે કે આપણને આતંકવાદ સામે આપણા લોકોનો બચાવ કરવાનો અધિકાર છે અને અમે તેનો ઉપયોગ કરતાં રહીશું.

એસસીઓએ બદલાતા વૈશ્વિક પરિદૃશ્યને અનુરુપ બનવું જોઇએ, એજન્ડાને વિસ્તૃત બનાવવો જોઇએ અને કાર્યપદ્ધતિમાં સુધારો કરવો જોઇએ. આ ઉદ્દેશ્યોને હાંસલ કરવામાં અમે સકારાત્મક અને સંપૂર્ણ યોગદાન આપીશું. જયશંકરે જણાવ્યું હતું કે આપણે ક્યારેય ન ભૂલવું જોઈએ કે એસસીઓની સ્થાપના આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદના ત્રણ દૂષણોનો સામનો કરવા માટે કરવામાં આવી હતી.

આ ખતરા છેલ્લા કેટલાંક વર્ષાેમાં વધુ ગંભીર બન્યા છે. દુનિયા આતંકવાદ પ્રત્યે તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા દાખવે તે જરૂરી છે. કોઈ વાજબીપણું હોઈ શકે નહીં, કોઈ નજર ફેરવી ન શકાય અને કોઈ ઢાંકપિછોડો થઈ શકે નહીં.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.