બાળકની શ્વાસનળીમાં સિંગદાણો ફસાયોઃ સારવાર દરમિયાન મોત
ભાવનગર, ભાવનગરનાં મહુવાનો એક બાળક કે જેની તબિયત અચાનક લથડી હતી. બાળકેનું શરીર ફુલવા લાગ્યુ હતુ, આંખ,ગળું સહિત આખા શરીરમાં હવા ભરાઇ ગઇ હતી. બાળકનું શરીર ફુટબોલનાં દડા જેવુ થઇ ગયુ હતુ. બાળકનાં માતાપિતા તેને ભાવનગરની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા.બાળકનું સિટીસ્કિન અને એક્સ-રે કરાવ્યા હતા.પરંતુ કારણ ન મળ્યું એટલે બાળકને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવા માટે કહેવામાં આવ્યુ. માતા પિતાને પણ ખબર ન હતી તે તેમના બાળકને શુ થયુ છે.
મહુવાથી આવેલા બાળકને સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો. બાળકનું કંઈ પણ કરવું ઘણુ રિસ્કી હતુ. સિવિલ હોસ્પિટલનાં ડોકટરોએ તેની તપાસ શરુ કરી. બ્રોન્કોસ્કોપી કરવાનુ નક્કી કર્યુ હતુ.પરંતુ બાળકને એનેસ્થેસિયા આપવું રિસ્કી હતુ.એટલે તેના માતા પિતા સાથે વાત કરીને ડોકટરોએ રિસ્ક લીઘુ.
બાળકનાં શરીરમાં દૂરબીન નાખતા ડોકટરને માહિતી મળી કે, બાળકનાં ડાબી બાજુના ફેફસામાં શિંગનો દાણો ફસાયેલો છે. ત્યાર બાદ શિંગનો દાણો કાઢવામાં આવ્યો હતો.અને બાળકની શ્ર્વાસનળીમાંથી દાણો બહાર કાઢતાની સાથે બાળકની તબિયત સુધરવા લાગી. બાળક સ્વસ્થ થયો.મહત્વપૂર્ણ છે કે, મહુવાનાં બાળકની શ્ર્વાસનળીમાં શિંગનો દાણો જતો રહ્યો છે તે કોઈને જાણ ન હતી. તેના માતા પિતાને પણ ખબર ન હતી કે તેના બાળકની શ્વાસનળીમાં શિંગનો દાણો ગયો છે. જેના કારણે બાળકની તબિયત લથડી હતી. જેના કારણે બાળકે મોટી તકલીફ વેઠવી પડી હતી. માતા પિતાએ એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલનાં ધક્કા ખાવા પડ્યા હતા.પરંતુ આ કિસ્સો માતા પિતા માટે લાલબતી સમાન છે કારણે બાળકો રમતા હોય કે કંઈ પણ ખાતા હોય ત્યારે ખાસ બાળકોનું ધ્યાન રાખવુ જોઈએ.