અમેરિકાએ સાઉદી અરબને એફ-૩૫ ફાઈટર જેટ આપશે
મુંબઈ, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સઉદી અરબને ફીફથ જનરેશન એફ-૩૫ બોમ્બર વિમાનો આપવા સહમત થયા છે. આ ઉપરાંત બંને નેતાઓએ વૈશ્વિક ઈન્ડોપેસિફિક અને વિશેષતઃ મધ્ય પૂર્વની પરિસ્થિતિ વિષે સઘન મંત્રણાઓ કરી હતી.
જે દરમિયાન જ ટ્રમ્પે એફ-૩૫ યુદ્ધ વિમાનો આપવા વચન આપ્યું હતું.ક્રાઉન પ્રિન્સ સલમાન વ્હાઈટ હાઉસ પહોંચ્યા ત્યારે વ્હાઈટ હાઉસના બહારના મુખ્ય પ્રવેશદ્વાર ઉપર બંને બાજુએ અમેરિકા અને સઉદી અબરસ્તાનના ધ્વજ રાખવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આ એક વિશિષ્ટ સન્માનરૂપે માનવામાં આવે છે. હજી સુધીમાં કેટલાયે ટોચના નેતાઓ કે રાષ્ટ્રોના વડાઓ વ્હાઈટ-હાઉસ આવે ત્યારે તે દેશના ધ્વજની સાથે અમેરિકાનો ધ્વજ ફરકાવવામાં આવે તેવું ભાગ્યે જ બનતું હોય છે, બ્રિટનના રાજાના માનમાં અમેરિકા-બ્રિટનના ધ્વજ સાથે ફરકાવાય છે.
ક્રાઉન પ્રિન્સ સલમાનની મુલાકાતને અમેરિકા કેટલું મહત્વ આપે છે, તે આ ઉપરથી સમજી શકાય છે. મધ્યપૂર્વમાં અરબસ્તાન તેના સૌથી સબળ સાથી છે.
એવું મનાય છે કે બંને નેતાઓ બહુ આયામી આર્થિક અને સંરક્ષણ કરારો પણ કરવાના છે. તેઓ ટેકનોલોજી તેમજ વ્યાપારી ભાગીદારી પણ સમાવિષ્ટ છે. પ્રિન્સ સલમાન અમેરિકામાં આર્ટીફીશ્યલ ઈન્ટેલિજન્સ તેમજ ઈન્ળાસ્ટ્રકચરમાં અબજો ડોલરનું રોકાણ કરશે. ઉપરાંત વિમાનોના એફ-૩૫ ના સોદામાંથી પણ અબજો ડોલર અમેરિકાને મળશે.
ક્રાઉન પ્રિન્સનું મિલિટરી બેન્ડસ, તોપોની સલામી સાથે સ્વાગત કરાયું અને તેઓ માટે યોજાયેલા ભવ્ય ભોજન સમારંભમાં ઉપસ્થિત અમેરિકના અધિકારીઓએ બ્લેક ટાઈ પહેરી હતી. પ્રિન્સ સાથે સંરક્ષણ ઉપરાંત બાયોટેકનોલોજી, ડીજીટલ ઈન્ળાસ્ટ્રકચર, ગ્રીન ટેકનોલોજી વિષે પણ ચર્ચા થઈ. તેમની સાથે પ્રતિનિધિ મંડળ પણ હાજર રહ્યું હતું.SS1MS
