અમદાવાદ રેલવે મંડળને 7 મહિનામાં ગુડ્ઝ ટ્રાન્સપોર્ટથી 3865 કરોડની આવક થઈ
અમદાવાદ મંડળે વર્ષ 2025-26 દરમ્યાન એપ્રિલથી ઑક્ટોબર સુધી ઉત્કૃષ્ટ પ્રદર્શન 29.18 મિલિયન ટન લોડિંગ કરી અને ₹3865 કરોડથી વધુની આવક હાંસલ કરી.
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ સાત મહિનાઓ (એપ્રિલ–ઓક્ટોબર 2025) દરમિયાન માલ વહન ક્ષેત્રમાં અત્યંત ઉત્કૃષ્ટ અને નોંધપાત્ર પ્રદર્શન નોંધાવ્યું છે. કુલ માલ લોડિંગ, સરેરાશ વેગન લોડિંગ અને માલ આવક ત્રણેમાં અમદાવાદ મંડળે ગયા વર્ષની સરખામણીએ નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કરી છે.
ઓક્ટોબર 2025 સુધી અમદાવાદ મંડળે કુલ 29.181 મિલિયન ટન (MT) માલ લોડ કર્યો, જે છેલ્લા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 5.92% વધુ છે. જેમાંથી 22.779 મિલિયન ટન માલનું ગાંધીધામ વિસ્તારમાંથી સફળતાપૂર્વક પરિવહન કરવામાં આવ્યું હતું, જેનાથી વિભાગને ₹3077.04 કરોડની નોંધપાત્ર નૂર આવક થઈ હતી.
સરેરાશ વેગન લોડિંગમાં પણ અમદાવાદ મંડળે ઉત્તમ પ્રદર્શન કરતાં 2842.49 વેગન લોડ કર્યા, જ્યારે ગયા વર્ષે આ આંકડો 2699.71 વેગન પ્રતિદિન હતો, જે 5.29% નો વધારો દર્શાવે છે. માલ આવકમાં પણ મંડળનું પ્રદર્શન ઉત્કૃષ્ટ રહ્યું છે અને આ નાણાકીય વર્ષે ઓક્ટોબર 2025 સુધી કુલ ₹3865.22 કરોડની આવક થઈ, જે ગયા વર્ષની તુલનામાં 2.63% વધુ છે.
અમદાવાદ મંડળની મુખ્ય નવી સિદ્ધિઓ (એપ્રિલ–ઓક્ટોબર 2025)
· ખારાઘોડાથી અનંતનાગ (જમ્મુ) માટે પહેલીવાર મિની રેક દ્વારા ઈન્ડસ્ટ્રીયલ મીઠાના લોડિંગથી ₹27.34 લાખની આવક થઈ.
· સાણંદ ખાતેના MHPL ફ્રેઇટ ટર્મિનલ પરથી પહેલી રેફ્રિજેરેટેડ (રીફર) કન્ટેનર રેક પિપાવાવ પોર્ટ માટે લોડ કરવામાં આવી, જેના દ્વારા ₹6.57 લાખની આવક થઈ.
· કડી ને 24×7 કાર્યરત એક્સક્લૂસિવ કન્ટેનર રેલ ટર્મિનલ (ECRT) તરીકે સફળતાપૂર્વક કમિશન કરવામાં આવ્યું, જેના કારણે ઇનવર્ડ અને આઉટવર્ડ કન્ટેનર ટ્રાફિકમાં નોંધપાત્ર સુગમતા અને ઝડપ મળી.
· દેવળિયા સ્થિત વેસ્ટર્ન કેરિયર GCT માં પ્રથમ વખત ટાઇલ્સ લોડ કરેલી ચાર કન્ટેનર રેક્સ લોડ કરવામાં આવી, જેના દ્વારા ₹1.49 કરોડની વધારાની આવક થઈ.
· કાંકરિયા (KKF)થી 20 BCN વેગનની રાહત સામગ્રીની મિની રેક 11 સપ્ટેમ્બર 2025ના રોજ પંજાબના પૂરગ્રસ્ત વિસ્તારો (ફિરોજપુર) તરફ મોકલીને સામાજિક જવાબદારીને નિભાવવામાં આવી.
અમદાવાદ મંડળ કોમોડિટી પ્રમાણે પ્રદર્શન (એપ્રિલ–ઓક્ટોબર 2025)
· કન્ટેનર કોમોડિટીમાં કુલ 8442 રેક લોડ કરીને ₹1397.25 કરોડની આવક થઈ.
· ખાતર (Fertilizer) કોમોડિટી માં 2213 રેક લોડ કરીને ₹1026.94 કરોડની આવક થઈ.
· મીઠું (Salt) કોમોડિટી માં 1490 રેક લોડ કરીને ₹597.26 કરોડની આવક થઈ.
· પેટ્રોલિયમ (POL) કોમોડિટી માં 598 રેક લોડ કરીને ₹222.86 કરોડની આવક થઈ.
· કોલસો (Coal) કોમોડિટી માં 344 રેક લોડ કરીને ₹221.42 કરોડની આવક થઈ.
· ઓટોમોબાઈલ્સ કોમોડિટી માં 1098 રેક લોડ કરીને ₹147.20 કરોડની આવક થઈ.
· બેન્ટોનાઇટ કોમોડિટી માં 71 રેક લોડ કરીને ₹61.74 કરોડની આવક થઈ.
· ખાદ્ય તેલ (EOIL) કોમોડિટી માં 206 રેક લોડ કરીને ₹59.41 કરોડ મળ્યા.
· સિમેન્ટ કોમોડિટી માં પહેલીવાર 15 રેક લોડ કરીને ₹7.60 કરોડની આવક થઈ.
· અન્ય (MISC ITEMS) કોમોડિટી માં 562 રેક લોડ કરીને ₹123.54 કરોડ કરોડની આવક થઈ.
ગાંધીધામ વિસ્તાર [કચ્છ જિલ્લો]
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ હેઠળના ગાંધીધામ વિસ્તારે નાણાકીય વર્ષ 2025–26 ના એપ્રિલથી ઓક્ટોબર સમયગાળા દરમિયાન માલવહનની ક્ષેત્રે ઉત્તમ પ્રદર્શન કર્યું છે. આ સમયગાળા દરમિયાન કુલ 10,181 રેક્સ દ્વારા 22.779 મિલિયન ટન માલનું સફળ વહન કરવામાં આવ્યું, જેનાથી મંડળને ₹3077.04 કરોડનું રાજસ્વ પ્રાપ્ત થઈ.
ગાંધીધામ વિસ્તાર કોમોડિટી પ્રમાણે પ્રદર્શન (એપ્રિલ–ઓક્ટોબર 2025):
· આ અવધિમાં કુલ 10,181 રેક્સ દ્વારા 22.779 MT મલનું સફળ પરિવહન કરવામાં આવ્યું જેનાથી મંડળને ₹3077.04 કરોડની આવક થઈ.
· કન્ટેનર કોમોડિટી માં 5866 રેક્સ દ્વારા 10.586 MT લોડિંગ કરીને ₹1069.47 કરોડની આવક પ્રાપ્ત થઈ.
· ખાતર (Fertilizer) માં 2117 રેક લોડ કરીને 5.973 MT માલવહનથી ₹988.10 કરોડની આવક પ્રાપ્ત થઈ.
· કોલસો (Coal) કોમોડિટી માં 345 રેકો દ્વારા 1.396 MT લોડિંગથી ₹221.55 કરોડની આવક પ્રાપ્ત થઈ.
· એડીબલ સોલ્ટ માં 470 રેક દ્વારા 1.12 MT લોડિંગથી ₹214.83 કરોડની આવક થઈ.
· ઈન્ડસ્ટ્રીયલ સાલ્ટ માં 479 રેક દ્વારા 1.727 MT લોડિંગથી ₹205.46 કરોડની આવક થઈ.
· પેટ્રોલિયમ (POL)માં 337 રેક દ્વારા 0.838 MT લોડિંગથી ₹155.30 કરોડની આવક થઈ LPG માં 238 રેક દ્વારા 0.276 MT વહન કરીને ₹65.66 કરોડની આવક થઈ
· બેન્ટોનાઇટ માં 69 રેક દ્વારા 0.238 MT લોડિંગથી ₹61.08 કરોડની આવક થઈ.
· ખાદ્ય તેલ (Tank & Jumbo)માં 184 રેક દ્વારા 0.393 MT લોડિંગથી ₹55.25 કરોડની આવક થઈ
· ઉપરાંત જિપ્સમ, ક્લિંકર, મોલેસિસ, દાળ, ખાંડ, બેમ્બૂ પલ્પ વગેરે અન્ય કોમોડિટીઝે પણ કુલ આવકમાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો.
