ભગવાન બિરસા મુંડા જયંતી અને જનજાતીય ગૌરવ દિવસનું અમદાવાદ રેલવે મંડળ પર ઉત્સાહપૂર્વક આયોજન
અમદાવાદ, ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મજયંતિના અવસરે અમદાવાદ ડિવિઝનમાં જનજાતીય ગૌરવ દિવસ ખૂબ જ ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે મંડળ રેલ પ્રબંધક કાર્યાલય, અમદાવાદમાં મહાન સ્વાતંત્ર્ય સેનાની અને જનનાયક ભગવાન બિરસા મુંડાજી ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.
કાર્યક્રમની શરૂઆતમાં, મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશે ભગવાન બિરસા મુંડાના ચિત્રને માળા અર્પણ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ત્યારબાદ, તેમના જીવન, સંઘર્ષો અને સ્વતંત્રતા સંગ્રામમાં અમૂલ્ય યોગદાન પર પ્રકાશ પાડવામાં આવ્યો.
મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે “ભગવાન બિરસા મુંડાએ માત્ર 25 વર્ષની ઉંમરે એક એવું કાર્ય સિદ્ધ કર્યું જે મહાન લોકો પણ કરી શકતા ન હતા. તેમણે બ્રિટિશ શાસન સામે લડીને આદિવાસી સમાજને એક કર્યો અને સામાજિક સુધારણા અને રાષ્ટ્રની સ્વતંત્રતામાં વિશેષ યોગદાન આપ્યું. તેમણે વધુમાં કહ્યું કે બિરસા મુંડાનું જીવન સંઘર્ષ, આત્મસન્માન અને દેશભક્તિ માટે પ્રેરણાસ્ત્રોત છે, જે વર્તમાન અને આવનારી પેઢીઓને નિરંતર માર્ગદર્શન આપતું રહેશે.
આ પ્રસંગે વક્તાઓએ ભગવાન બિરસા મુંડાના સ્વતંત્રતા સંગ્રામમાં યોગદાન અને આદિવાસી સમાજના ઉત્થાન માટે તેમના નોંધપાત્ર કાર્ય વિશે વિગતવાર ચર્ચા કરી હતી. કાર્યક્રમ દરમિયાન બિરસા મુંડાના જીવનચરિત્ર પર આધારિત પુસ્તિકાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ડિવિઝનના રેલવે અધિકારીઓ, કર્મચારીઓ,વિભિન્ન એસોસીએસનો અને ટ્રેડ યુનિયનોના અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
