Western Times News

Gujarati News

ભગવાન શ્રીકૃષ્ણને કુંવારી ભૂમિ પર લગ્ન કરવા હતા, એટલે દરિયાદેવે અહીં જગ્યા કરી આપી હતી

શ્રી કૃષ્ણા-રૂક્ષ્મણી યાત્રાધામનો બીજા તબક્કામાં રૂ. ૪૩ કરોડથી વધુના ખર્ચે વિકાસ કરાશે

ભગવાન શ્રીકૃષ્ણ ઉત્તર પૂર્વમાં જઇ રુકમૈયાને હરાવી રુક્ષ્મણીનું હરણ કરી દ્વારકા પરત ફરતી વખતે એ સમયના માધવ તીર્થ એટલે કે હાલના માધવપુરમાં લગ્ન વિધિ સંપન્ન કરે છે . ભગવાન શ્રીકૃષ્ણને કુંવારી ભૂમિ પર લગ્ન કરવા હતા, એટલે દરિયાદેવે અહીં ભગવાનને જગ્યા કરી આપી, એ સ્થળ એટલે મધુવન એ ખૂબ જ રમણીય અને શાંતિ આપનારું છે.

પ્રથમ તબક્કામાં અંદાજે રૂ. ૪૮ કરોડના ખર્ચે શ્રી રૂક્ષ્મણી માતા મંદિરચૉરી માયરાની જગ્યામાધવરાયજી મંદિર જતાં રસ્તા પર બીચ ડેવલોપમેન્ટબ્રહ્મ કુંડ તેમજ મેળા ગ્રાઉન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આમ અંદાજે કુલ રૂ. ૯૧ કરોડના ખર્ચે આ યાત્રાધામનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.

Ø  બીજા તબક્કામાં શ્રી માધવરાયજી મંદિરનું પુનઃનિર્માણબીચ ડેવલપમેન્ટપાર્કિંગ માટે પરિસરનો વિકાસ સહિતના વિકાસ કાર્યો હાથ ધરાશે

Ø  પ્રથમ તબક્કામાં રૂ૪૮ કરોડના ખર્ચે શ્રી રૂક્ષ્મણીમાતા મંદિરચૉરી માયરાની જગ્યાઅપ્રોચ રોડબ્રહ્મકુંડમુખ્ય પ્રવેશ દ્વારબીચ ડેવલોપમેન્ટના વિકાસકાર્યો  પૂર્ણ કરાયા

Porbandar,  વિકાસના સતત નવા કીર્તિમાન સાથે ભારતીય ઐતિહાસિક- ધાર્મિક વિરાસતોની જાળવણી અને સંવર્ધન કરીને ‘વિકાસ ભીવિરાસત ભી’ના મંત્ર સાથે બહુમુખી વિકાસની આગવી પેટર્ન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાત સહિત ભારતભરમાં અવિરત વિકસી રહી છે.

આ મંત્રને સાકાર કરવા ગુજરાતમાં પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્યના પવિત્ર- પ્રસિદ્ધ યાત્રાધામો જેવા કેઅંબાજીદ્વારકાપાવાગઢબહુચરાજી વગેરે આધ્યાત્મિક તીર્થ સ્થળોનો ભારતભરમાં આવતા ભક્તો- યાત્રાળુઓ માટે ૩૬૦ ડિગ્રીથી સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે.

આ આધ્યાત્મિક તીર્થ સ્થળોના વિકાસ યાત્રાને સતત આગળ વધારવા પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે આવેલા શ્રી કૃષ્ણા- રૂક્ષ્મણી યાત્રાધામના અંદાજે કુલ રૂ. ૯૧ કરોડથી વધુના ખર્ચે વિકાસ કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. શ્રી કૃષ્ણ – રૂક્ષ્મણી માતા યાત્રાધામના માસ્ટર પ્લાનમાં માધવપુર ગામમાં એકબીજાથી એક કિ.મી.જેટલા અંતરે આવેલા વિવિધ સ્થળોને આવરી લઇ તેનો સર્વાંગી વિકાસ કરવામાં આવશે. જેના પરિણામે આ યાત્રાધામ ખાતે આવતા યાત્રાળુઓને અનેકવિધ નવીન સુવિધાઓ ઉપલબ્ધ થશે.

બીજા તબક્કામાં રૂ. ૪૩.૭૨ કરોડના ખર્ચે શ્રી માધવરાયજી મંદિરનું પુનઃનિર્માણમંદિર પાસે ૩૦૦ મીટર બીચ ડેવલપમેન્ટ પાર્કિંગ માટે પરિસરનો વિકાસ અને અન્ય પાયાની સુવિધાઓ ઉભી કરવામાં આવશે. આ ઉપરાંત કેટલાક અન્ય સ્થળો જેવા કેકાચબા ઉછેર કેન્દ્રથી માધવરાયજીના મંદિર સુધીનો રસ્તો ૦૯ મીટર પહોળો કરવોબીચ એરિયામાં ફૂડ કિઓસ્ક અને શૌચાલય વગેરેપાર્કિંગ અને ફૂડ કોર્ટ સાથે જજુદા-જુદા પ્રકારના સ્કલ્પચરસાઇનેજીસફાઉન્ટેનસેલ્ફી પોઇન્ટ સહિત લેન્ડસ્કેપિંગનો સમાવેશ થાય છે.

એક પત્ર વાંચી ભગવાન શ્રી કૃષ્ણ રુક્ષ્મણીજીને માધવપુર ઘેડ લઇ આવ્યા હતા અને લગ્ન કર્યા

જ્યારે મુખ્યમંત્રીશ્રીના હસ્તે પ્રથમ તબક્કામાં અંદાજે રૂ. ૪૮ કરોડના ખર્ચે શ્રી રૂક્ષ્મણી માતા મંદિરચૉરી માયરાની જગ્યામાધવરાયજી મંદિર જતાં રસ્તા પર બીચ ડેવલોપમેન્ટબ્રહ્મ કુંડ તેમજ મેળા ગ્રાઉન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આમ અંદાજે કુલ રૂ. ૯૧ કરોડના ખર્ચે આ યાત્રાધામનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.

વધુમાં,આ વિકાસકાર્યો થકી માધવપુરનો સર્વાંગી વિકાસ થશે તેથી દૂર-દૂરથી આવતા પ્રવાસીઓ- શ્રદ્ધાળુઓની સુવિધામાં અનેકગણો વધારો થશે જેના પરિણામે ગુજરાત આદ્યાત્મિક પ્રવાસન ક્ષેત્રે વધુ સિદ્ધિઓ સર કરશે તેમગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ યાદીમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.