આંધ્ર પ્રદેશ: સુરક્ષાદળોની મોટી કાર્યવાહી, હિડમા બાદ વધુ ૭ નક્સલીઓ ઠાર
(એજન્સી)અમરાવતી, આંધ્ર પ્રદેશના પૂર્વી ગોદાવરી જિલ્લાના મારેડુમિલ્લી અને જી.એમ. વાલસાના જંગલોમાં બુધવારે સવારે સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં ૭ નક્સલી માર્યા ગયા છે. Security forces achieve major success in anti-Naxal operation
મંગળવારથી શરૂ કરાયેલા સંયુક્ત ઓપરેશનના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હતી. રાજ્યના ઈન્ટેલિજન્સ એડીજી મહેશ ચંદ્ર લડ્ડાએ પ્રેસ કોન્ફરન્સમાં પુષ્ટિ કરી હતી કે અથડામણ દરમિયાન ૪ પુરુષ અને ૩ મહિલા નક્સલીઓ ઠાર થયા છે.
મૃત્યુ પામેલા નક્સલીઓમાં સંગઠનનો ટોચનો ઇન્ટેલિજન્ટ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ એક્સપર્ટ મેત્તુરુ જોગારાવ ઉર્ફે ટેક શંકર પણ હતો. તે આંધ્ર-ઓડિશા બોર્ડર સ્પેશિયલ ઝોનલ કમિટીનો એક મહત્ત્વપૂર્ણ સભ્ય હતો અને ટેÂક્નકલ ઓપરેશન્સ માટે મુખ્યત્વે જવાબદાર ગણાતો હતો.
સુરક્ષા એજન્સીઓ અનુસાર, ટેક શંકર એવો કેડર હતો જેણે છેલ્લા કેટલાક વર્ષોમાં છત્તીસગઢ અને આંધ્ર-ઓડિશા બોર્ડરવિસ્તારમાં સુરક્ષા દળો પર થયેલા લગભગ બધા મોટા લેન્ડમાઇન અને આઈઈડી હુમલાઓનું ડિઝાઇનિંગ અને અમલ કર્યો હતો. પોલીસના કહેવા મુજબ, તે હથિયારોનું ઉત્પાદન, સંચાર પ્રણાલી અને વિસ્ફોટક ઉપકરણોની રચનામાં નિષ્ણાત હતો. તેની આ જ વિશેષજ્ઞતાને કારણે તે સંગઠનની ટેÂક્નકલ કરોડરજ્જુ તરીકે ઓળખાતો હતો.
છેલ્લા કેટલાક મહિનાઓથી, આંધ્ર-ઓડિશા બોર્ડર વિસ્તારમાં નક્સલી ગતિવિધિઓ વધી રહી હોવાના અહેવાલો હતા. મળતી જાણકારી અનુસાર, નક્સલીઓ જંગલોની અંદર નવા ઠેકાણાઓ ઊભા કરી રહ્યા હતા, પોતાના કેડરને ફરી સક્રિય કરી રહ્યા હતા અને છત્તીસગઢ તરફથી નવા જૂથો રાજ્યની સરહદમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
Vijayawada, Andhra Pradesh: Intelligence ADG Maheshchandra Laddha says, “There was another exchange of fire in the Rampachodavaram forest area of the Andhra Pradesh Agency. At least 7 Maoists were killed in the exchange of fire between security forces and Maoists. It is better for the remaining Maoists to surrender. Maoists are trying to enter AP from Chhattisgarh and Telangana.
