Western Times News

Gujarati News

સાંઈ બાબાના મંદિરમાં શતાબ્દી મહોત્સવમાં ઐશ્વર્યા રાય પહોંચી

મુંબઈ, આંધ્ર પ્રદેશના પુટ્ટપર્થીમાં શ્રી સત્ય સાંઈ બાબાના મંદિરમાં જન્મ શતાબ્દી મહોત્સવનું આયોજન રાખવામાં આવ્યું હતું. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબૂ નાયડૂ, ઉપમુખ્યમંત્રી પવન કલ્યાણ અને એક્ટ્રેસ ઐશ્વર્યા રાય પણ પહોંચી હતી. આ કાર્યક્રમનો એક ખાસ વીડિયો વાયરલ થયો છે.

જેમાં ઐશ્વર્યા રાયે સ્ટેજ પર આવતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચરણ સ્પર્શ હતા. એટલું જ નહીં પણ સ્ટેજ પર તેણે અનુશાસન અને ત્યાગની સાથે સાથે જાતિ અને ધર્મને લઈને પણ પોતાની વાત મૂકી હતી.

ઐશ્વર્યા રાયે પોતાની સ્પીચમાં ૫ ડ્ઢની વાત કરી હતી. જેમાં ડિસિપ્લિન, ડેડિકેશન, ડિવોશન, ડિટરમિનેશન અને ડિÂસ્ક્રમિનેશનને યાદ કર્યું હતું. સાથે જ દરેકને પ્રેમ ફેલાવવા માટે આગ્રહ કર્યો હતો.

સ્ટેજ પર પોતાની વાત મૂકતા તેણે કહ્યું કે એક જ જાતિ છે માનવતા, એવી જ રીતે ધર્મ પણ એક જ છે જે પ્રેમનો ધર્મ છે.
વધુમાં ઐશ્વર્યાએ કહ્યું કે માત્ર એક જ ભાષા છે જે દિલની ભાષા, અને એવું પણ કહ્યું ઈશ્વર પણ એક જ છે જે બધી જ જગ્યાએ છે.
ઐશ્વર્યાની આ સ્પીચને લોકો ઘણી પસંદ કરી રહ્યા છે. સાથે જ ફેન્સે તેના વીડિયોને ઘણો પસંદ કર્યો છે.

ઐશ્વર્યા રાય બચ્ચન સાંઈ બાબાની ભક્ત છે. માત્ર ઐશ્વર્યા જ નહીં પણ તેના માતા-પિતા પણ સાંઈબાબાના ભક્ત છે. મીડિયા રિપોર્ટ્‌સની માનીએ તો જ્યારે ઐશ્વર્યાનો જન્મ થયો ત્યારે માતા-પિતા પુટ્ટપર્થીમાં આશીર્વાદ લેવા આવ્યા હતા.

એટલું જ નહીં પણ ઐશ્વર્યા સત્ય સાંઈ બાબાના સ્કૂલમાં બાળ વિકાસની વિદ્યાર્થીની પણ રહી છે. જ્યાં તેણે ધર્મશાસ્ત્રનું જ્ઞાન લીધું છે. મિસ વર્લ્ડનો તાજ જીત્યા બાદ તે પુટ્ટપર્થીમાં આશીર્વાદ લેવા માટે પહોંચી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.