અનિલ કપૂરની એ ફિલ્મ, જે રિલીઝ થયા બાદ તેની કિસ્મત પલટાઈ
મુબઈ, એક્ટર અનિલ કપૂર છેલ્લા કેટલાય વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે. પોતાના કરિયરમાં તેમણે એકથી એક હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે અનિલ કપૂરની એક ફિલ્મ એવી આવી હતી. જેના કારણે તેની કિસ્મત બદલાઈ ગઈ હતી. આ ફિલ્મ આજથી ૩૨ વર્ષ પહેલા રિલીઝ થઈ હતી અને આ એક સાયન્સ ફિક્શન ફિલ્મ હતી. જેમાં તેમની સાથે શ્રીદેવી લીડ રોલમાં હતી.
આપણે વાત કરી રહ્યા છે ફિલ્મ મિસ્ટર ઇન્ડિયાની જે ૧૯૮૭માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે અનિલ કપૂરના કરિયરને એક નવી દિશા આપી હતી. સાથે જ ફિલ્મ રિલીઝ થયા બાદ અનિલ કપૂરની એક અલગ ઓળખ પણ બની હતી.
ફિલ્મની સૌથી ખાસ વાત એ હતી કે બોલિવૂડની આ પહેલી ફિલ્મ હતી કે જેમાં ફિલ્મી પડદા પર સાયન્સ ફિક્શન સ્ટોરી જોવા મળી હતી. આ ફિલ્મનો ક્રેઝ તે સમયે જેટલો લોકોમાં જોવા મળ્યો હતો તેટલો જ ક્રેઝ આજે પણ જોવા મળે છે.
આ ફિલ્મ ડાયરેક્ટર શેખર કપૂરે બનાવી હતી. ફિલ્મની સ્ટોરી એક સાધારણ વ્યક્તિની આસપાસ ફરતી રહે છે. જેને ગાયબ થવાની શક્તિ મળી જાય છે. આ ફિલ્મમાં અનિલ કપૂરે અરુણ વર્માનો રોલ કર્યો જે એક અનાથ આશ્રમ ચલાવતો હતો.અનિલ કપૂરના પિતા આ ફિલ્મમાં એક વૈજ્ઞાનિક હોય છે. જેમના દ્વારા બનાવવામાં આવેલું એક ખાસ ગેજેટ તેને મળી જાય છે. આ ગેજેટની મદદથી તે મિસ્ટર ઇન્ડિયા બનીને લોકોની મદદ કરે છે. આ ગેજેટ ખરેખરમાં એક ઘડિયાળ હોય છે.
ઘડિયાળ પણ એવી કે જેને પહેર્યા બાદ તે ગાયબ થઈ જાય. ૮૦ના દાયકામાં જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે દર્શકોને ઘણી પસંદ આવી હતી. આજે પણ આ ફિલ્મ દર્શકોની ફેવરિટ ફિલ્મ છે. ખાસ કરીને અમરીશ પુરીની એક્ટિંગ આ ફિલ્મ લોકોને ઘણી પસંદ આવી હતી. જેમાં તેણે મોગેમ્બોની એક્ટિંગ કરી હતી.
આ ફિલ્મ તે સમય માટે દર્શકો માટે એક ખાસ મનોરંજન સાબિત થઈ હતી. ફિલ્મમાં પહેલી વાર સાયન્સ ફિક્શન દર્શાવવામાં આવ્યું જે દર્શકોને ઘણું પસંદ આવ્યું હતું. સાથે જ ફિલ્મની સ્ટોરી અને કલાકારોની એક્ટિંગને કારણે આ ફિલ્મના આજે પણ લોકો વખાણ કરે છે.SS1MS
