44 કરોડના ખર્ચે ચાલી રહ્યુ છે કલોલ રેલવે સ્ટેશનનું પુનર્વિકાસ કાર્ય
શહેરના બંને છેડા અને તમામ પ્લેટફોર્મને જોડતા 40 ફૂટ પહોળા ફૂટ ઓવર બ્રિજના નિર્માણથી મુસાફરોની અવરજવર વધુ સરળ બનશે.
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના કલોલ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ઝડપ થી કરવામાં આવી રહ્યો છે. આશરે ₹44.22 કરોડના ખર્ચે થી આ સ્ટેશનને આધુનિક, સુરક્ષિત, સુગમ અને આકર્ષક દેખાવ આપવામાં આવી રહ્યો છે. પુનર્વિકાસના હેઠળ સ્ટેશન બિલ્ડિંગમાં અપગ્રેડ, એક નવો પ્રવેશદ્વાર અને પોર્ચ, ભવ્ય ફસાડ, વિસ્તૃત સર્કુલેટિંગ વિસ્તાર અને પાર્કિંગ સુવિધાઓનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. સ્ટેશન પરિસરને સૌંદર્યકરણ હેતુ આકર્ષક ભીંતચિત્રો (Murals) પણ સ્થાપિત કરવામાં આવી રહ્યા છે.
સ્ટેશનને આધુનિક અને સુવ્યવસ્થિત બનાવવા ઉદ્દેશ્ય થી 70 અને 80 ચોરસ ફૂટ પહોળા બે નવા પ્રવેશદ્વાર અને સમાન કદના બે બહાર નીકળવાના દરવાજા વિકસિત કરવામાં આવી રહ્યા છે, જેથી મુસાફરોની અવરજવર વધુ અનુકૂળ થશે. આની સાથે જ આશરે 14,000 ચોરસ ફૂટની જગ્યા ધરાવતી સ્ટેશન ઇમારતનું આધુનિક ધોરણો અનુસાર નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. પ્લેટફોર્મ પર વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા માટે આશરે 20,000 ચોરસ ફૂટનો કવર શેડ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જ્યારે 2,370 ચોરસ ફૂટનો વિશાળ વેઇટિંગ હોલ મુસાફરો માટે આરામદાયક વાતાવરણ પૂરું પાડશે.
સ્ટેશન પરિસરમાં વાહનોની પાર્કિંગ ક્ષમતા વધારવા માટે 18,750 ચોરસ ફૂટ વિસ્તારમાં 55 ફોર-વ્હીલર અને 110 ટુ-વ્હીલર માટે સુવ્યવસ્થિત પાર્કિંગ જગ્યા વિકસિત કરવામાં આવી રહી છે. વધુમાં મુસાફરોની સલામત અને સરળ અવરજવર સુનિશ્ચિત કરવા માટે, આશરે 7,000 ચોરસ ફૂટ વિસ્તાર ધરાવતો 40 ફૂટ પહોળો અને 173 ફૂટ લાંબો ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે, જે શહેરના બંને છેડા અને બધા પ્લેટફોર્મને જોડતા સુગમ કનેક્ટિવિટી પ્રદાન કરશે. પ્લેટફોર્મ વિસ્તાર, કવર શેડ અને બીજા પ્રવેશદ્વારનો વિકાસ કાર્ય પણ સમાન્તર રૂપ થી કરવામાં આવી રહ્યો છે.
પુનર્વિકાસ ના કાર્ય હેઠળ કેટલાક મોટા કર્યો પૂર્ણ થઇ ગયા છે. જુના સ્ટેશન ભવનને હટાવ્યા પછી બુકિંગ ઓફિસ, વેઇટિંગ હોલ અને પેનલ રૂમને અસ્થાયી રૂપે સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે. નવા મુખ્ય ભાવનાનો પાયો, પ્રથમ અને બીજા માળનું RCC કાર્ય પૂર્ણ થઈ ગયું છે. પ્લાસ્ટર, ટાઇલ્સ અને ફસાડ ક્લેડીંગ નું કાર્ય પૂર્ણ થઈ ગયું છે અને અન્ય ફીનીશિંગ કાર્ય ચાલી રહ્યું છે. સ્કાયવોક અને લિફ્ટનું નિર્માણ નું કાર્ય પણ શરૂ થઈ ગયું છે.
હાલમાં દરરોજ આશરે 2,000 મુસાફરો કલોલ સ્ટેશનનો ઉપયોગ કરે છે, અને 24 ટ્રેનો નિયમિતપણે ત્યાં ઉભી રહે છે. મુસાફરોની વધતી માંગને ધ્યાનમાં રાખીને તાજેતરમાં ચાર મુખ્ય ટ્રેનો ના સ્ટોપેજ ને પણ મંજૂર કરવામાં આવ્યા છે, જેમાં શામેલ છે:
- ટ્રેન નંબર 20959/60 વલસાડ-વડનગર એક્સપ્રેસ
- ટ્રેન નંબર 16507/08 જોધપુર-કેએસઆર બેંગલુરુ એક્સપ્રેસ
- ટ્રેન નંબર 15269/70 મુઝફ્ફરપુર-સાબરમતી એક્સપ્રેસ
- ટ્રેન નંબર 12215/16 દિલ્હી સરાઈ રોહિલ્લા-બાંદ્રા ટર્મિનસ ગરીબ રથ એક્સપ્રેસ
આ ચાર ટ્રેનોના સ્ટોપેજથી સ્થાનિક મુસાફરોને વિવિધ દિશામાં મુસાફરીના વધુ વિકલ્પો મળશે, જેનાથી અવરજવર વધારે સુલભ અને અનુકૂળ બનશે. આનો સીધો લાભ વ્યવસાય, રોજગાર, શિક્ષણ અને તબીબી હેતુઓ માટે મુસાફરી કરનારાઓને થશે.
ભવિષ્યની જરૂરિયાતો અને વિસ્તારની વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખીને, કલોલ સ્ટેશનને દરરોજ આશરે 40,000 મુસાફરોની અવરજવરને સંભાળવાની ક્ષમતાને સમાવવા માટે તેને વિકસિત કરવામાં આવી રહ્યું છે. સ્ટેશનના પુનઃવિકાસ કર્યો થી મુસાફરોની સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થશે જ, પરંતુ કનેક્ટિવિટીમાં સુધારો થવાથી સ્થાનિક સમુદાયને પણ ફાયદો થશે.
