ધીમી કામગીરી અંગે ખુલાસો માંગતા BLOની કામગીરી કરતા કર્મચારીઓમાં ફફડાટ
પ્રતિકાત્મક
મોડાસા તાલુકાના ખલીકપુર-૧ અને ર ના BLOને કારણદર્શક નોટીસ આપવામાં આવી
મોડાસા, અરવલ્લી જીલ્લા સહીત મોડાસા તાલુકામાં મતદાર સુધારણા કાર્યક્રમ કામગીરીને આગળ વધારવામાં આવી રહી છે. જેમાં શિક્ષકો સહીત સરકારી કર્મચારીઓને મતદાર સુધારણાની જવાબદારી સોપવામાં આવી છે.
મોડાસા તાલકુના ખલીકપુર-૧ અને ખલીકપુર-રના બીએલઓને ઈએફ ફોર્મ ભરાવામાં બેદરકારી દાખવતા મતદાર નોધણી અધિકારીએ કારણદર્શ્ક નોટીસ ફટકારી બે દિવસમાં ધીમી કામગીરી અંગે ખુલાસો માંગતા બીએલઓની કામગીરી કરતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.
અરવલ્લી જીલ્લાના ૩૧ મોડાસા વિધાનસભામાં સમાવીષ્ટ વિસ્તાર ભાગ નંબર ૧૯૬ ખલીકપુર-૧ની કામગીરી કરતા બીએલઓ શૈલેષભાઈ પટેલ અને ભાગ નંબર ૧૯૭ ખલીકપુર-રના અંજનાબેન પટેલને મતદાર નોધણી અધિકારીએ બીએલઓની કામગીરીમાં સમય મર્યાદામાં ઓછા પ્રમાણમાં કામગીરી કરવા માટે બંને બીએલઓને કામગીરી કરતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.
અરવલ્લી જીલ્લાના ૩૧ મોડાસા વિધાનસભામાં સમાવીષ્ટ વિસ્તાર ભાગ નંબર- ૧૯૬ ખલીકપુરાની શૈલેષભાઈ પટેલ અને ભાગ નંબર-૧૯૭ ખલીકપુર-રના અંજનાબેન પટેલને મતદાર નોધણી અધિકારીએ બીએલઓની કામગીરીમાં સમય મર્યાદામાં ઓછા પ્રમાણમાં કામગીરી કરવા માટે બંને બીએલઓને તંત્ર દ્વારા વારંવાર ટેલીફોનીક જાણ કરવા છતાં નિષ્કાળજી દાખવી ઓછા પ્રમાણમાં ઈએફ ફોર્મ ઓનલાઈન ડીજીટાઈઝડ કરલ હોઈ
અને ડીજીટાઈઝડ કરવા માટે તંત્રએ મદદરૂપ થવા જણાવતા અને બીએલઓએ મતદારના કોઈપણ ફોર્મ વિગતો ભરેલ ન હોવાનું બહાર આવતા ચુંટણીઓની કામગીરીમાં વિલંબ કરતા બે દિવસના ખુલાસો કરવા નોટીસ ફટકારી શિક્ષાત્મક પગલાં લેવા આવશેની તાકીદ કરી ચુંટણીની કામગીરી સત્વરે પુર્ણ કરવા નોટીસમાં જણાવ્યું છે.
