બિહારમાં કારમા પરાજય બાદ કોંગ્રેસની મુશ્કેલી વધી
નવી દિલ્હી, બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યાં બાદ કોંગ્રેસની મુશ્કેલીઓ હવે દિલ્હી સુધી પહોંચી છે. પાર્ટીને ૨૦૨૬માં યોજાનારી દ્વિવાર્ષિક રાજ્યસભા ચૂંટણીમાં પણ મોટું નુકસાન થવાની આશંકા છે. આ પરિણામોથી માત્ર કોંગ્રેસ જ નહીં, પરંતુ તેના ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ ગઠબંધન પર પણ ગંભીર અસર પડી શકે છે.
વર્ષ ૨૦૨૬માં એપ્રિલ, જૂન અને નવેમ્બર મહિનામાં રાજ્યસભાની કુલ ૭૨ બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. અનેક રાજ્યોમાં કોંગ્રેસનું નબળું પ્રદર્શન રહેતા ૨૦૨૬ની રાજ્યસભાની ચૂંટણીનો સીધો ફાયદો એનડીએના ઘટક દળોને થવાની ધારણા છે.
કોંગ્રેસ અને તેના સાથી પક્ષો, જેમાં ઈન્ડી. ગઠબંધનના પક્ષોનો સમાવેશ થાય છે, તેમને આ ચૂંટણીઓમાં નોંધપાત્ર બેઠકો ગુમાવવી પડી શકે છે, જેનાથી રાજ્યસભામાં તેમનું સંખ્યાબળ ઘટશે. રાજ્યસભામાં વર્ષ ૨૦૨૬માં કોંગ્રેસની કુલ આઠ બેઠકો ખાલી થઈ રહી છે. ખાલી થનારી બેઠકોમાં કોંગ્રેસ અધ્યક્ષ મÂલ્લકાર્જુન ખડગે, દિÂગ્વજય સિંહ, શક્તિ સિંહ ગોહિલ અને રજની પાટિલ જેવા દિગ્ગજ નેતાઓનો સમાવેશ થાય છે.
મÂલ્લકાર્જુન ખડગેનો રાજ્યસભાનો કાર્યકાળ ૨૬ જૂને સમાપ્ત થાય છે. કર્ણાટકમાં પાર્ટી સત્તામાં હોવાથી તેમને બીજી તક મળી શકે છે, પરંતુ અન્ય રાજ્યોમાં ધારાસભ્યોની સંખ્યા ઓછી થવાને કારણે ઘણી બેઠકો ગુમાવવાનો વારો આવી શકે છે.
બિહારમાં પણ પાંચ રાજ્યસભા સભ્યોનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે, જેમાં આરજેડીના પ્રેમચંદ ગુપ્તા અને એડી સિંહનો સમાવેશ થાય છે. વિધાનસભા ચૂંટણીના પરિણામો પછી, આરજેડી માટે આ બંને બેઠકો જીતવી મુશ્કેલ બનશે, જેના કારણે તેની બેઠકોની સંખ્યા ઘટી શકે છે.
બિહારમાંથી રાજ્યસભાની એક બેઠક જીતવા માટે ઓછામાં ઓછી ૪૨ બેઠકોની જરૂર છે. જોકે, મહાગઠબંધનની બધી બેઠકોને જોડવામાં આવે તો વિજય માટે જરૂરી ન્યૂનતમ સંખ્યા પહોંચી શકાય તેમ છે, પરંતુ કોંગ્રેસની નબળી સ્થિતિ ગઠબંધનની રાજકીય પકડને નબળી પાડી રહી છે. નોંધનીય છે કે, કોંગ્રેસ અને ઈન્ડી. ગઠબંધન માટે આગામી રાજ્યસભા ચૂંટણી મોટો પડકાર બની રહે તેમ છે.SS1MS
